આમચી મુંબઈમહારાષ્ટ્ર
દસમી-બારમીની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર
મુંબઈ મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ દ્વારા દસમી અને બારમીની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. બારમીની લેખિત પરીક્ષા 21 ફેબ્રુઆરી, 2024થી 19 માર્ચની વચ્ચે થશે જ્યારે દસમીની લેખિત પરીક્ષા પહેલી માર્ચથી 26 માર્ચ, 2024ની વચ્ચે લેવામાં આવશે.
શિક્ષણ મંડળની વેબસાઈટ પર આપવામાં આવેલી આ જાણકારી ફક્ત માહિતી માટે છે અને પરીક્ષા પહેલાં બધી જ હાઈ સ્કૂલો, જુનિયર કોલેજને છાપીને મોકલવામાં આવનારું સમયપત્રક અંતિમ હશે એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રેક્ટિકલ, ગ્રેડ, મૌખિક પરીક્ષા અને અન્ય વિષયનું સમયપત્રક સ્વતંત્રરીતે પરીક્ષા પહેલાં સ્કૂલ અને જુનિયર કોેલેજને જણાવવામાં આવશે, એમ પણ તેમાં કહેવામાં આવ્યું છે.