આમચી મુંબઈ

ભાજપના 100 સંસદસભ્યો ચૂંટણી લડવા માગતા નથી

સંસદસભ્યો રબર સ્ટેમ્પ નેતા બનવાને બદલે પોતાના વ્યવસાય પર ધ્યાન કેન્દ્રીત કરવા માગે છે: પાર્ટીના નેતાની પોસ્ટને ગણતરીના સમયમાં રિટ્વિટ ન કરાય તો પણ ફોન આવતા હોવાથી પરેશાન

વિપુલ વૈદ્ય

મુંબઈ: લોકસભાની આગામી વર્ષે આવી રહેલી ચૂંટણી માટે ભાજપ દ્વારા ફરી એક વખત જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આ વખતે ‘ઈસ બાર ચારસો પાર’નો નારો આપવામાં આવ્યો છે, પરંતુ ભાજપના અંતરંગ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપના વર્તમાન 303 સંસદસભ્યોમાંથી 100 સંસદસભ્યો ફરી વખત ચૂંટણી લડવા માગતા નથી.


2019ની ચૂંટણીમાં જીતેલા ભાજપના એક સંસદસભ્યો પોતપોતાના વ્યવસાય ધરાવે છે અને ભાજપના કટ્ટર સમર્થક છે અથવા તો બહારથી આવેલા લોકો છે. આમાંથી અનેક લોકો દાયકાઓથી પાર્ટી માટે ખાસ્સું ઘસાયા છે, પરંતુ હવે તેમને નવી પેઢી સાથે કામ કરવાનું મુશ્કેલ બની રહ્યું છે. માણસ તરીકેની ગણતરી નથી, હવે મશીન તરીકેની ગણતરી થઈ રહી હોવાની લાગણી તેમને થઈ રહી છે. પાર્ટીના કામમાં હવે પોતાનું અંગત જીવન નષ્ટ થઈ રહ્યું હોવાનો મત આ નેતાઓ ખાનગી ધોરણે વ્યક્ત કરી રહ્યા છે.


પાર્ટીના સિનિયર નેતાની કોઈપણ પોસ્ટ સોશ્યલ મીડિયા પર આવે કે તરત ગણતરીના સમયમાં તેને પોતાના પ્રોફાઈલ પર શેર ન કરવામાં આવે તો તરત જ ફોન આવવા લાગે છે. આટલું જ નહીં, આખા દિવસમાં કરેલા કામની કે કાર્યક્રમના ફોટા સોશ્યલ મીડિયા પર શેર ન કરાય તો પણ પુછપરછ કરવામાં આવે ચે. અધિવેશનના સમયગાળા વખતે સંસદમાં સવારે 11 વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી હાજર ન રહો તો પણ લેખિતમાં પત્ર પાઠવવામાં આવે છે.


પક્ષના કાર્યક્રમમાં ગેરહાજર રહેનારાને મેમો મળે છે. ભાજપના સંસદસભ્યોને ક્યાં સમય વ્યતીત કરી રહ્યા છો તેનો પણ હિસાબ માગવામાં આવે છે. વિવિધ કાર્યક્રમોના અમલ માટે વારંવાર સહભાગી થવું પડે છે. આ બધાને કારણે સંસદસભ્યો તાણ અનુભવી રહ્યા છે. આ બધાને કારણે આ વખતે ઉમેદવારી ન કરવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આમ છતાં વાસ્તવમાં આગામી દિવસોમાં શું થાય છે તે જોવાનું રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button