આમચી મુંબઈ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં ૧૦૦ ટકા જમીન સંપાદન પૂર્ણ

મુંબઇ: નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે સોમવારે જણાવ્યું હતું કે તેણે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં ૧૦૦ ટકા જમીન સંપાદન પૂર્ણ કર્યું છે.
કોર્પોરેશને એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં જમીનનો છેલ્લો ભાગ સપ્ટેમ્બરમાં સુરત જિલ્લાના કથોર ગામમાં સંપાદિત કરવામાં આવ્યો હતો.

કુલ મળીને, પ્રોજેક્ટ માટે ગુજરાતના આઠ જિલ્લાઓમાં ૯૫૧.૧૪ હેક્ટર જમીન સંપાદિત કરવાની જરૂર છે.

નવીનતમ સંપાદન સાથે, સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં પ્રોજેક્ટ માટે ૯૯.૯૫ ટકા જમીન સંપાદિત કરવામાં આવી છે. પડોશી મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટ માટે સંપાદિત કરાયેલ ૪૨૯.૭૧ હેક્ટરમાંથી, ૯૯.૮૩ ટકા પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં કુલ ૭.૯૦ હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી હતી.

ઓપરેશનલ કંટ્રોલ સેન્ટર અમદાવાદમાં સાબરમતી ખાતે સ્થિત હશે અને ત્રણ ડેપો હશે જેમાં ગુજરાતમાં બે (સુરત અને સાબરમતી) અને મહારાષ્ટ્રમાં એક થાણે ખાતે હશે.
સરકારનું લક્ષ્ય ૨૦૨૬ સુધીમાં દક્ષિણ ગુજરાતના સુરત અને બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રથમ તબક્કો ચલાવવાનું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના જાપાની સમકક્ષ શિન્ઝો આબેએ ૧૪ સપ્ટેમ્બર, ૨૦૧૭ ના રોજ અમદાવાદમાં પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ૫૦૮-કિમીનો રૂટ ૩-૩.૫ કલાકમાં કવર થવાની અપેક્ષા છે.
જાપાનની શિંકનસેન ટૅક્નોલૉજીનો ઉપયોગ કરીને મુંબઈ અને અમદાવાદ વચ્ચે હાઈ-સ્પીડ રેલ લાઇનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને પ્રોજેક્ટનો હેતુ હાઈ-ફ્રિકવન્સી માસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ વિકસાવવાનો છે.

રૂ. ૧.૧૦ લાખ કરોડના આ પ્રોજેક્ટ માટે જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી દ્વારા રૂ. ૮૮,૦૦૦ કરોડનું ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. પ્રોજેક્ટ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થવાની ધારણા હતી પરંતુ જમીન સંપાદનમાં અવરોધો આવતા લંબાયો છે. (પીટીઆઈ)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત