મુંબઈમાં મરાઠા સમાજ અને ઓપન કેટેગરીનો સર્વે ૧૦૦ ટકા પૂરો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ૨૩ જાન્યુઆરી, ૨૦૨૪થી પહેલી ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધીના સમયગાળામાં મરાઠા સમુદાય અને ઓપન કેટેગરીના નાગરિકોનો સર્વેક્ષણ ૧૦૦ ટકા પૂરો કરી દેવામાં આવ્યો હોવાની જાહેરાત મુંબઈ મહાનગરપાલિકાએ શનિવારે કરી હતી.
મહારાષ્ટ્ર રાજ્ય લઘુમતી પંચના નિર્દેશ મુજબ મુંબઈમાં ૨૩ જાન્યુઆરીથી મરાઠા સમાજ અને ઓપન કેટગરીનો લોકોની માહિતી લેવા માટે ઘરે-ઘરે જઈને સર્વેક્ષણ ચાલુ કરવામાં આવ્યો હતો. આ સર્વેક્ષણ મુંબઈની હાઉસિંગ સોસાયટી, ચાલી સહિત ઝૂંપડપટ્ટીઓની મુલાકાત લેવામાં આવી હતી. આ સર્વેક્ષણ માટે પાલિકાએ પોતાના ૩૦,૦૦૦ કર્મચારીઓને કામે લગાવ્યા હતા.પાલિકાના જણાવ્યા ૨૩ જાન્યુઆરી, ૨૦૨૪થી ચાલુ કરવામાં આવેલા સર્વેક્ષણમાં પાલિકાની હદમાં આવતા ૩૮,૭૯,૦૪૬ જેટલા ઘરના સર્વેક્ષણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો, જે પહેલી ફેબ્રુઆરીના જ પૂરો કરવામાં પાલિકાને સફળતા મળી હતી. પાલિકાના એડિશનલ કમિશનર સુધાકર શિંદેના જણાવ્યા મુજબ રાજ્યના લઘુમતી પંચ દ્વારા આપવામાં આવેલા નિર્દેશ મુજબ નાગરિકોને તેમના ધર્મ, સોશિયલ, હેલ્થ, તેમના રીતિ-રિવાજ, એજ્યુકેશન સહિત તેમની આર્થિક બાબતોને લગતી માહિતી પૂછવામાં આવી રહી છે.