આમચી મુંબઈ

આજે મુંબઈમાં ૧૦% પાણીકાપ

તો કુર્લા અને ભાંડુપના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈતરણા પાઈપલાઈનમાં ગુરુવારથી શુક્રવાર દરમિયાન ૨૪ કલાક સુધી સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. આ સમારકામને કારણે ‘એલ’ વોર્ડ કુર્લા અને ‘એસ’વોર્ડ ભાંડુપના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે તો અમુક વિસ્તારમાં ૧૦ ટકા પાણીકાપ રહેશે.

મુંબઈ મહાનગરપાલિકાની પવઈ વેન્ચુરી ખાતે અપર વૈતરણા અને વૈતરણા વચ્ચેની ૯૦૦ મિલીમીટર વ્યાસની પાણીની પાઈપલાઈનમાં ગળતર જણાઈ આવ્યું છે. આ ગળતરે રોકવા માટે પાલિકાના પાણીપુરવઠા ખાતાના દ્વારા મેઈન વૈતરણા પાઈપલાઈન ભાંડુપ કૉમ્પ્લેક્સથી મરોશી ટનલ સુધી ખાલી કરવી આવશ્યક છે. આ પાઈપલાઈન ખાલી કરીને તેનું સમારકામ ગુરુવાર, ચાર જાન્યુઆરી, ૨૦૨૪ના સવારના ૧૦ વાગ્યાથી શુક્રવાર, પાંચ જાન્યુઆરી, ૨૦૨૪ના સવારના ૧૦ વાગ્યા સુધી ૨૪ કલાક કરવામાં આવવાનું છે. તેથી મુંબઈ શહેરના પાણીપુરવઠાને અસર થવાની છે.મલબારહિલ અને આઝાદ મેદાન રિઝર્વિયરમાંથી
પાણીપુરવઠો થનારા ‘એ’ વોર્ડમાં, મલબારહિલ રિઝર્વિયરમાંથી થનારા ‘ડી’ વોર્ડના તમામ વિસ્તારમાં, રેસકોર્સ ટનલ શાફ્ટમાંથી પાણીપુરવઠો થનારા ‘ઈ’ વોર્ડમાં, વરલી હિલ રિઝર્વિયરમાંથી જી-ઉત્તર અને જી-દક્ષિણ વોર્ડમાં થનારા વિસ્તારમાં ગુરુવાર સવારના ૧૦ વાગ્યાથી શુક્રવાર સવારના ૧૦ વાગ્યા સુધી ૧૦ ટકા પાણીકાપ રહેશે.

‘એલ’ વોર્ડમાં અપ્પરતુંગા, લોઅર તુંગા, મારવા, રહેજા વિહાર, ચાંદીવલી ફાર્મ રોડ, સાકી વિહાર રોડ, સાકીનાકા, રામબાગ રોડ, નાહર અમૃતશક્તિ, આય.આર.બી રોડ, મહિન્દ્રા કારી, વિજય ફાયર રોડ, સંઘર્ષ નગર, ખૈરાણી રોડ, મોહિલી પાઈપલાઈન રોડ વિસ્તારમાં પણ ૧૦ ટકા પાણીકાપ રહેશે.

એસ વોર્ડમાં આઈ.આઈ.ટી પવઈ, મ્હાડા જળવાયુ વિહાર, રાણે સોસાયટી, હિરાનંદાની પવઈ, પંચકુટીર, તિરંદાજ ગાવઠણ, સાઈનાથ નગર, ગોખલે નગર, ગરીબ નગર, ચૈતન્ય નગર, મહાત્મા ફુલે નગર, મોરારજી કમ્પાઉન્ડ, રમાબાઈ નગર, હરી ઓમ નગર, સ્વામી નારાયણ નગર, ગૌતમ નગર વગેરે વિસ્તારમાં પણ ૧૦ ટકા પાણીકાપ રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે