આમચી મુંબઈ

ખાર-બાંદ્રામાં 14 દિવસ 10 ટકા પાણીકાપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાલી હિલ રિઝર્વિયરની જૂની અને મુખ્ય પાઈપલાઈનના પુનર્વસન અને સમારકામનું કામ કરવામાં આવવાનું છે. તેથી મંગળવાર, 27 ફેબ્રુઆરી, 2024થી સોમવાર 11 માર્ચ, 2024 સુધી 14 દિવસ બાંદ્રાથી ખાર વિસ્તારમાં 10 ટકા પાણીકાપ રહેશે.
પાલિકાના જણાવ્યા મુજબ `એચ-પશ્ચિમ’ વોર્ડમાં આવેલા કાંતવાડી, શેરલી રાજન, ગઝધરબંધ અને દાંડપાડા, દિલીપકુમાર ઝોન, કોલ ડોંગરી ઝોનસ
પાલી માલા ઝોન અને યુનિયન પાર્ક ઝોન, ખાર (પશ્ચિમ), બાંદ્રા (પશ્ચિમ)ના અમુક વિસ્તારમાં પાણીપુરવઠામાં 10 ટકા પાણીકાપ રહેશે. 11 માર્ચ બાદ પાણીપુરવઠો પૂર્વવત થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button