બેસ્ટના કાફલામાં વધુ ૧૦ સિંગલ અને પાંચ ડબલડેકર એસી ઈ-બસનો સમાવેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાનો બસનો પ્રવાસ હવે વધુ આરામદાયક બનવાનો છે. બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) દ્વારા પોતાના કાફલામાં વધુ પાંચ ડબલડેકર એસી ઈલેક્ટ્રિક બસ અને ૧૦ નવી એસી સિંગલ ઈલેક્ટ્રિક બસનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બેસ્ટની ડબલડેકર બસો મુંબઈની શાન ગણાતી હતી. કાળક્રમે બસ જૂની થતા ડબલડેકર બસને ભંગારમાં સમયાંતરે કાઢવામાં આવી હતી અને તબક્કવાર નવી ઈલેક્ટ્રિક ડબલડેકર એસી બસનો બેસ્ટના કાફલામાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ગુરુવાર ૨૩ નવેમ્બર, ૨૦૨૩ના ૧૦ નવી સિંગલ એસી ઈ-બસ તો ગુરુવારના પાંચ નવી ઈ-ડબલડેકરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ અગાઉ ૨૧ ફેબુ્રઆરી, ૨૦૨૩ના નવી ઈ-ડબલડેકર બસને સમાવેશ કરવામાં આવ્યો હતો. બેસ્ટ ઉપક્રમ દ્વારા ૨૦ ઈ-ડબલડેકર એસી બસ હાલ રૂટ નંબર એ-૧૩૮ અને એ-૧૧૫ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી એન.સી.પી.એ. વચ્ચે દોડાવવામાં આવે છે, જેને પ્રવાસીઓનો બહુ સારો પ્રતિસાદ મળ્યો છે. મુંબઈના નાગરિકો માટે હવે બેસ્ટે વધુ પાંચ એસી ઈ-ડબલડેકર બસ લીધી છે, જે શુક્રવારે, ૨૪ નવેમ્બરથી સવારના ૮.૪૫ વાગ્યાથી દર ૩૦ મિનિટના અંતરે રૂટ નંબર એ-૧૧૫ પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી એન.સી.પી.એ વચ્ચે ચાલુ કરવામાં આવી છે. તો ગુરુવારથી ૧૦ નવી સિંગલ એસી ઈ બસ પણ બેસ્ટના કાફલામાં જોડાઈ ગઈ હતી. આ બસ મુંબઈ સેન્ટ્રલ ડેપોમાંથી દોડાવવામાં આવે છે. બસ નંબર એ-૩૫૧ મુંબઈ સેન્ટ્રલ ડેપોથી ટાટા પાવર સ્ટેશન (માહુલ) દરમિયાન દોડાવવામાં આવી રહી છે. આ બસો પર્યાવરણને અનુરૂપ હોઈ બસમાંથી કોઈ પણ પ્રાકરનો અવાજ અથવા વાયુપ્રદૂષણ થતું નથી. એસી ડબલડેકર બસમાં બંને બાજુએ ઓટોમેટિક દરવાજા ચે, એ સિવાય સુરક્ષાની દ્દષ્ટ્રિએ બસમાં સીસીટીવી કેમેરા બેસાડેલા છે. ઉ