ઑનલાઈન શૅર ટ્રેડિંગમાં મહિલા સાથે 1.92 કરોડ રૂપિયાની છેતરપિંડી | મુંબઈ સમાચાર

ઑનલાઈન શૅર ટ્રેડિંગમાં મહિલા સાથે 1.92 કરોડ રૂપિયાની છેતરપિંડી

થાણે: નવી મુંબઈમાં ઑનલાઈન શૅર ટ્રેડિંગમાં 40 વર્ષની મહિલા પાસેથી 1.92 કરોડ રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરવા બદલ પોલીસે નવ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

નવી મુંબઈના સાયબર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર ગજાનન કદમે જણાવ્યું હતું કે શૅર્સના ઑનલાઈન ટ્રેડિંગમાં આકર્ષક વળતરની ખાતરી આપી આરોપીએ નવી પનવેલમાં રહેતી મહિલાને રોકાણ કરવા લલચાવી હતી.
આરોપીઓની સૂચનાને અનુસરી મહિલાએ ડિસેમ્બર, 2023થી વિવિધ બૅન્ક ખાતાઓમાં 1.92 કરોડથી વધુ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જોકે બાદમાં મહિલાને કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નહોતું અને રોકાણ કરેલી રકમ પાછી આવવામાં પણ આનાકાની કરવામાં આવી હતી.

આ પ્રકરણે આરોપી પાસેથી કોઈ સંતોષકારક જવાબ ન મળતાં મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મંગળવારે નવ જણ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420, 406 અને 34 તેમ જ ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટની જોગવાઈ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)

Back to top button