આમચી મુંબઈ

ડીઆરપીને આપેલા ₹ ૫૦૦ કરોડ મ્હાડાને પાછા મળ્યા

મુંબઈ: મ્હાડાએ ધારાવી રિહેબિલિટેશન પ્રોજેક્ટ (ડીઆરપી) માટે પોતાના ભંડોળમાંથી ૨૦૦ કરોડ રૂપિયા અને રેલવે સાઇટ હસ્તગત કરવા માટે મહારાષ્ટ્ર નિવારા ફંડમાંથી ૩૦૦ કરોડ રૂપિયા એમ કુલ ૫૦૦ કરોડ રૂપિયા આપ્યા હતા. આ ભંડોળ પાછું મેળવવા માટે મ્હાડા સતત પ્રયત્ન કરી રહ્યું હતું. ત્યારબાદ ડીઆરપીએ મ્હાડાને આ ૫૦૦ કરોડ રૂપિયાની રકમ પાછી આપી હતી.
મ્હાડાના દ્વારા રાજ્યભરમાં અનેક જગ્યાએ હાઉસિંગ પ્રોજેક્ટ્સ, રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં મુંબઈ મંડળ બીડીડી રિડેવલપમેન્ટ સહિત અનેક મોટા પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે. છેલ્લા અનેક મહિનાથી મ્હાડા પાસે આ કામોને પૂરું કરવા ભંડોળ ઓછું પડી રહ્યું છે તેથી હવે મ્હાડાએ સરકારી એજન્સીઓ પાસેથી આર્થિક મદદની માગણી કરી છે. મ્હાડાએ સમૃદ્ધિ હાઇવેના કામ માટે ૧,૦૦૦ કરોડ અને ડીઆરપીને રેલવે સાઇટ હસ્તગત કરવા માટે ૫૦૦ કરોડ આપ્યા હતા.
મ્હાડા અધિકારી માહિતી આપી હતી કે ડીઆરપીને આપેલી ૫૦૦ કરોડની રકમ પરત કરવામાં આવી છે.
અધિકારીએ જણાવ્યું હતું કે આ પછી મળેલી રકમને લીધે મુંબઈના બીડીડી અને મ્હાડાના બીજા પ્રોજેક્ટ્સને વેગ મળશે. અને સમૃદ્ધિ હાઇવે માટે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનને આપવામાં આવેલી ૧,૦૦૦ કરોડ રૂપિયાની રકમ પણ પાછી મેળવવા માટે મ્હાડા પ્રયત્ન કરશે એવું એક અધિકારી જણાવ્યુ હતું. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button