આમચી મુંબઈ

સ્થગિત કરવામાં આવેલા પ્રોજેક્ટ્સ પરની અસ્થાયી મનાઈ હટાવવા મહારેરાને વિનંતી

તો ૧૪૧ પ્રોજેક્ટ ૧૦મી નવેમ્બરે રદ થશે

મુંબઇ: સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં મહારેરા દ્વારા સ્થગિત કરાયેલા ૩૬૩ પ્રોજેક્ટ્સમાંથી, ૨૨૨ પ્રોજેક્ટ્સે મહારેરાને ફોર્મ સાથે દંડની રકમ ચૂકવીને બાંધકામ પર મૂકવામાં આવેલી અસ્થાયી બંદી હટાવવા વિનંતી કરી છે. જો કે આ ફોર્મની ચકાસણી બાદ માત્ર ૪૦ પ્રોજેક્ટની જ માહિતી સાચી હોવાની વાત સામે આવી છે અને બાકીના તમામ પ્રોજેક્ટને ખોટી માહિતી આપવા બદ્દલ તેમને ફરીથી માહિતી રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે. મહારેરા અધિકારીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ગ્રાહકને સશક્ત બનાવતી આ માહિતી યોગ્ય રીતે આપવામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રોજેક્ટ્સ પરની અસ્થાયી બંદી હટાવવામાં આવશે નહીં. આ સિવાય ૧૪૧ પ્રોજેક્ટ દ્વારા આ મામલે હજુ સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. મહારેરાને કોઈપણ જવાબ ન મળતા પ્રોજેક્ટસનું રજિસ્ટ્રેશન ૧૦ નવેમ્બર બાદ રદ કરવામાં આવશે.

સ્થાવર મિલકત અધિનિયમ મુજબ પ્રોજેક્ટ્સમાં વર્ષના ત્રિમાસિક ગાળામાં ફલેટની સંખ્યા, નોંધાયેલ ગેરેજ, પ્રાપ્ત કરવામાં આવેલી રકમ, થયેલો ખર્ચ, બિલ્ડિંગ પ્લાનમાં ફેરફાર વગેરેની માહિતી અને વિગતો આપતાં ફોર્મ એક, બે અને ત્રણ મહારેરાને સબમિટ કરી મહારેરાની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું જરૂરી હોય છે. પરંતુ ૨૨૨ માંથી ૧૮૨ પ્રોજેક્ટ માટે લાયક ત્રણ ક્વાર્ટરમાંથી કુલ નવ ફોર્મ એક થી ત્રણ સબમિટ કરવાની અપેક્ષા હતી અને કેટલાક આંશિક રીતે પણ સબમિટ કરવામાં આવ્યા હતા અને કેટલાક પ્રોજેકટ દ્વારા આ ફોર્મ્સને નિયત ફોર્મેટમાં સબમિટ ન કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે. અનેક સબમિટ કરેલા ફોર્મમાં પ્રોજેકટની ખોટી માહિતી આપવામાં આવી છે અને તે વિશે જવાબદાર વ્યક્તિને જાણ કરવામાં આવી રહી છે.

અસ્થાયી સ્થગિત કરવામાં આવેલા પ્રોજેક્ટ્સના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને તેમની તમામ જાહેરાત, માર્કેટિંગ, ફ્લેટના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહારેરાએ સંબંધિત ડેપ્યુટી રજિસ્ટ્રારને આ પ્રોજેક્ટમાં કોઈપણ વેચાણ માટેના કરાર અને ડિપોઝિટની નોંધણી ન કરવા અંગેની સૂચના આપી હોવાથી, આ પ્રોજેક્ટ્સની નોંધણી કરવામાં આવી નથી.

મહારેરાએ ૨૩ જાન્યુઆરીથી શરૂ થતા પ્રથમ તબક્કાથી નાણાકીય ક્વાર્ટર આધારિત પ્રોજેક્ટ પ્રોગ્રેસ રિપોર્ટિંગ સિસ્ટમનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું છે. તેના ભાગ રૂપે, મહારેરાએ જવાબદર ડેવલપર્સ સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.

રિયલ ઈસ્ટેટ એક્ટની કાયદાકીય જોગવાઈ અનુસાર હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરનારા ગ્રાહકને ઘરે બેઠા પ્રોજેક્ટ્સ વિશેની તમામ માહિતી ઉપલબ્ધ હોય કરવી ફરજિયાત હોય છે. રિયલ એસ્ટેટ એક્ટના સેક્શન ૧૧ રેગ્યુલેશનના નિયમ ત્રણ, ચાર અને પાંચ સિવાય, પાંચમી જુલાઈ ૨૦૨૨ના ઓર્ડર નંબર ૩૩/૨૦૨૨ની કલમ ત્રણ અને ચાર મુજબ, દરેક ડેવલપરે વેબસાઈટ પર વિવિધ નિયત સ્ટેટમેન્ટ ફોર્મને ત્રિમાસિક/વાર્ષિક ધોરણે અપડેટ ફરજિયાત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button