આમચી મુંબઈ

મુંબઈમાં ઉકળાટ અમુક જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં વરસાદ ફરી સક્રીય થયો છે ત્યારે મુંબઈમાં વરસાદનું જોર ઓછું થયું છે, પણ બફારો અને ઉકળાટ અસહ્ય બની રહ્યો છે. આગામી અમુક દિવસોમાં વરસાદનું જોર રહેશે એવી આગાહી હવામાન ખાતાએ કરી છે, જેમાં 16 સપ્ટેમ્બર માટે રાજ્યના અમુક જિલ્લામાં ઑરેન્જ અને રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હોઈ અતિવૃષ્ટિની શક્યતા છે. મુંબઈ માટે યલો એલર્ટ યથાવત્‌‍ છે.

શુક્રવારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ રહ્યો હતો. જોકે મુંબઈમાં દિવસ દરમિયાન વરસાદ ગાયબ રહેતા ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધુ જણાયું હતું. હવામાન ખાતાના કહેવા મુજબ
આગામી દિવસોમાં મુંબઈમાં વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન ખાતાએ મધ્ય મહારાષ્ટ્રના અમુક જિલ્લા માટે રેડ ઍલર્ટ જાહેર કર્યું છે, તેથી અહીં અતિવૃષ્ટિની શક્યતા હોઈ કામ વગર ઘરની બહાર નહીં નીકળવાની અપીલ પણ સ્થાનિક પ્રશાસન દ્વારા કરવામાં આવી છે.

હવામાન ખાતા તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ શુક્રવારે રાજ્યના અનેક જિલ્લાાં મુશળધાર વરસાદ રહ્યો હતો અને આગામી ચારથી પાંચ દિવસ વરસાદનું જોર રહેશે. મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણના અમુક ભાગમાં પણ વરસાદનું જોર વધશે.
મુંબઈ હવામાન ખાતાના જણાવ્યા મુજબ થાણે, પાલઘર અને રાયગઢમાં 16 અને 17 સપ્ટેમ્બરના ઓરેન્જ ઍલર્ટ તો 18 સપ્ટેમ્બરના યલો ઍલર્ટ રહેશે. તો મુંબઈ, રત્નાગિરી, સિંધુદુર્ગમાં 16 અને 17 યલો ઍલર્ટ રહેશે. જ્યારે ધુલેમાં 16 સપ્ટેમ્બરના ઑરેન્જ અને 17 સપ્ટેમ્બરના યલો ઍલર્ટ રહેશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત