આમચી મુંબઈ

મીરા રોડમાં હેવાનિયતની હદ!લિવ-ઈન પાર્ટનરની હત્યા પછી મૃતદેહના ટુકડા કરવાના કેસમાં પોલીસે આરોપનામું દાખલ કર્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મીરા રોડમાં લિવ-ઈન પાર્ટનરની હત્યા કર્યા પછી મૃતદેહના ટુકડા કરવાની હેવાનિયતભરી ઘટનામાં પોલીસે આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
નયાનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે જૂનના પ્રથમ સપ્તાહમાં બનેલી ઘટનામાં મંગળવારે ૧૨૦૦થી વધુ પાનાંનું આરોપનામું થાણેની મૅજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યું હતું. જોકે આરોપનામાની વિગતો અંગે સ્પષ્ટતા કરવાનો અધિકારીએ ઇનકાર કર્યો હતો.


સૂત્રોના જણાવ્યા મુજબ આરોપનામામાં ૬૨ સાક્ષીનાં નિવેદન નોંધવામાં આવ્યાં છે. એ સિવાય ઘટનાસ્થળેથી મળી આવેલા શબના ટુકડા મૃતક સરસ્વતી વૈદ્ય (૩૬)ના જ હોવાની ખાતરી કરવા કરાયેલી ડીએનએ ટેસ્ટના અહેવાલનો પણ આરોપનામામાં સમાવેશ થાય છે. ફોરેન્સિકના અન્ય અહેવાલોને પણ પુરાવા તરીકે જોડવામાં આવ્યા હોવાનું કહેવાય છે. મીરા રોડમાં નયાનગરની બાજુમાં આવેલા ગીતાનગરની ગીતા આકાશદીપ સોસાયટીમાં સાતમા માળે આવેલા ફ્લૅટમાં રહેતા આરોપી મનોજ સાને (૫૬)એ લિવ-ઈન પાર્ટનર સરસ્વતીની નિર્દયતાથી હત્યા કરી હતી. હત્યા બાદ તેના મૃતદેહને ટુકડા કરવામાં આવ્યા હતા. અમુક ટુકડા તેણે રખડતા શ્ર્વાનોને ખવડાવી દીધા હોવાનું તે સમયે ચર્ચાયું હતું.
ફ્લૅટમાંથી અતિશય દુર્ગંધ આવતાં પડોશીઓએ પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓને પણ ફ્લૅટમાંનું દૃશ્ય જોઈ આંચકો લાગ્યો હતો. ફ્લૅટમાંથી શબના કેટલાક ટુકડા મળી આવ્યા હતા. મોટા ભાગના ટુકડા કૂકરમાં બાફી નાખવામાં આવ્યા હતા તો માંસનો મિક્સરમાં ભુક્કો કરવામાં આવ્યો હતો. ફ્લૅટમાંથી મૃતદેહને ટુકડા કરવા વપરાયેલું લાકડાં કાપવાનું કટર મશીન પણ મળી આવ્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત