આમચી મુંબઈ

મહારાષ્ટ્ર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહાયુતિનો ભવ્ય વિજય

ભત્રીજાએ કાકાને આપી મોટી માત

ભાજપની નરીમાન પોઈન્ટ ખાતેની ઓફિસે ઉત્સવ મનાવતા કાર્યકરો. (અમય ખરાડે)

મુંબઈ: મહારાષ્ટ્રમાં રવિવારે બે હજાર ૩૬૯ ગ્રામ પંચાયત સીટો માટે ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. આ ચૂંટણીમાં શિંદે, ભાજપ અને અજિત પવાર જુથનો ઉમેદવારો મોટાપાયે ચૂંટાઈને આવ્યા છે. ચૂંટણીના પરિણામ પર પ્રતિક્રિયા આપતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શિવસેના (યુબીટી)નો પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. શિંદે એ કહ્યું તેમના વિશ્વાસ સાથે દગો કરનારાઓને મતદારો દ્વારા નકારવા પર ભાર મૂક્યો હતો.

શિંદેએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહાગઠબંધનના જીતનો ઉલ્લેખ કરતાં મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. શિંદેએ આ સફળતાનો શ્રેય વિકાસ પર સરકારના ધ્યાન અને મહા વિકાસ અઘાડી મવીઆ સરકારના કાર્યકાળ દરમિયાન અટકી ગયેલા
કામોને ફરી શરૂ કરવામાં આવનું અશ્વસન આપ્યું હતું.

શિંદેએ આગળ વધારતા કહ્યું અમારી મહાગઠબંધન સરકારે સામાન્ય નાગરિકો, ખેડૂતો, ઉદ્યોગપતિઓ, મહિલાઓ, યુવાનો અને કામદારો સહિત સમાજના વિવિધ વર્ગોને ન્યાય આપ્યો છે. સરકારે દરેક સુવિધાઓને મતદારોના ઘર સુધી પહોચાડી છે. હવે પક્ષના કાર્યકર્તાઓની જવાબદારી વધી ગઈ છે, અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનાવવા માટે ૪૫ થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપની રણનીતિ સફળ સાબિત થઈ હતી. રાજ્યની ૨૩૫૯ બેઠકોમાંથી ૨૨૦૫ બેઠકોના પરિણામ સાંજે ૫ વાગ્યા સુધી જારી કરી દેવામાં આવ્યા હતા. જેમાં ભાજપે ૭૧૬ ગ્રામ પંચાયતની સીટો પર જીતી મેળવી હતી. શિંદે જુથ, ભાજપ અને અજિત પાવર જૂથની મહાયુતિએ કુલ ૧૩૬૯ સીટો પર જીત મેળવી હતી. ઠાકરે જુથ, કોંગ્રેસ અને શરદ પવાર જૂથના મહાવિકાસ આઘાડીને માત્ર ૫૦૩ બેઠકોમાજ સંતોષ મેળવવો પડ્યો હતો.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સાંજે પાંચ વાગ્યા સુધી ભાજપે ૭૧૬ સીટો, અજિત પવાર જૂથે ૪૦૬, શિંદે જૂથે ૨૪૭, કોંગ્રેસે ૨૦૫, શરદ પવાર જૂથે ૧૮૫ અને ઠાકરે જૂથે ૧૧૩ એમ કુલ ૧૮૭૨ સીટોના પરિણામ જારી થયા હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત