આમચી મુંબઈ

મલાડમાં બે દાયકાથી રહેલા અતિક્રમણનો સફાયો

છ એકરના પ્લોટ પર બનશે થીમ પાર્ક

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલાડમાં છ એકરના પ્લોટ પર બહુ જલદી વેદિક થીમ પાર્ક બનાવવામાં આવવાનો છે. મલાડ (પશ્ર્ચિમ)માં માર્વે માર્ગ પર અથર્વ કૉલેજ સામે આવેલા છ એકર ક્ષેત્રફળના પ્લોટ પર છેલ્લા બે દાયકાથી રહેલા અતિક્રમણ સામે ગુરુવારે કાર્યવાહી કરીને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા તેને તોડી પાડવામાં આવ્યા હતા.

થોડા દિવસ પહેલાં જ મનોરંજન અને રમતગમતના મેદાન માટે આરક્ષિત આ પ્લોટને કલેકટરની ઑફિસ દ્વારા મુંબઈ મહાનગરપાલિકાને હસ્તાંતર કરવામાં આવ્યો હતો. ગુરુવારે પ્લોટ પર રહેલી ૬૩ દુકાનો અને ઝૂંપડાઓને તોડી પાડવામાં આવ્યા હતા. તેથી ૬.૯૧ એકરનો આ પ્લોટ હવે પાર્કની જગ્યા માટે ઉપલબ્ધ થઈ ગયો છે. આ જગ્યા પર હવે વેદિક થીમ પાર્ક બનાવવામાં આવવાનો છે.
છેલ્લા બે દાયકાથી આ પ્લોટ પર અતિક્રમણ થયું હતું. આ જગ્યા પર થીમ પાર્ક ઊભો કરવાના પ્રોજેક્ટ માટે ગેરકાયદે દુકાન અને ઝૂંપડાને તોડી પાડવા આવશ્યક હતા. આ અતિક્રમણ તોડી પાડવા માટે જુલાઈ, ૨૦૨૩ના સંબંધિત દુકાનો અને ઝૂંપડપટ્ટીઓને નોટિસ મોકલવામાં આવી હતી. કલેકટર ઓફિસ દ્વારા આ જમીન પાલિકાને સોંપવામાં આવી હતી, પરંતુ અહીં રહેલા અતિક્રમણ હટાવવા પાલિકા માટે પડકારજનક રહ્યું હતું. યોગ્ય દસ્તાવેજો રહેલી આઠ દુકાનને પર્યાયી જગ્યા અથવા આર્થિક વળતર કરી આપવામાં આવવાનું હોવાની પી-ઉત્તર વોર્ડના આસિસ્ટ કમિશનર કિરણ દિઘાવકરે કહ્યું હતું.

આ અતિક્રમણ નિર્મૂલન કાર્યવાહીમાં ૧૪ ઍન્જિનિયર અને ૬૨ કર્મચારીઓ જોડાયા હતા. ત્રણ જેસીબી, એક પોકલેન અને ૬૦ ડંપર પણ હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે