મંત્રાલયની ‘સેફ્ટી નેટ’માં હવે કોણે પડતું મૂક્યું?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના સચિવાલયમાં મંગળવારે ભારે ડ્રામા જોવા મળ્યો હતો. એક યુવાને હાઈ સિક્યોરિટી ધરાવતી ઈમારતની સુરક્ષા જાળી પર પડતું મુક્યું હતું.
પ્રથમ દૃષ્ટિએ આ યુવાન રાજ્ય સરકાર સમક્ષ પોતાની નારાજી વ્યક્ત કરી રહ્યો હતો, એમ સત્તાવાળાઓ પાસેથી જાણવા મળ્યું છે.
આપણ વાંચો: મહારાષ્ટ્રના અનેક પ્રધાનોને સરકારી બંગલો નહીં મળતા સરકાર સામે બજેટ પૂર્વે ‘સંકટ’
પ્રાથમિક માહિતી મુજબ આ યુવાન બપોરે ચાર વાગ્યાની આસપાસ મંત્રાલયમાં પહેલે માળે બાંધવામાં આવેલી સુરક્ષા જાળી પર પડ્યો હતો.
પોલીસના કર્મચારીઓએ તેને જાળી પરથી દૂર કર્યો હતો અને તેને મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો, એવી માહિતી અધિકારીઓએ આપી હતી.
મંત્રાલયમાં પહેલે માળે સુરક્ષાના પગલાંને ધ્યાનમાં રાખીને જાળી લગાવવામાં આવી હતી, જેથી સંભવિત આત્મહત્યાના પ્રયાસોને રોકી શકાય, એવી માહિતી પણ તેમણે આપી હતી.