આમચી મુંબઈ

દિવાળી પહેલાં રસ્તાઓ પર ‘ક્લીન અપ માર્શલ’ કરાશે તહેનાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રસ્તા પર ગમે ત્યાં કચરો ફેંકવાની કે પછી થૂંકવાની આદત હોય તો સુધરી જજો! મુંબઈ મહાનગરપાલિકાએ દીવાળી પહેલા ફરી એક વખત મુંબઈના રસ્તા પર ગંદકી ફેલાવનારાઓ પર નજર રાખવા માટે ‘ક્લીન અપ’ માર્શલને તહેનાત કરવાની છે. મુખ્ય પ્રધાનના નિર્દેશ બાદ મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે. છતાં મુંબઈના અનેક વિસ્તારોમાં રસ્તા પર ગંદકી અને થૂંકવાની ફરિયાદો આવી રહી છે. તેથી દિવાળી પહેલા મુંબઈમાં ફરી એક વખત ‘ક્લીન અપ’ માર્શલોને તહેનાત કરવામાં આવવાના છે. તેઓ ગંદકી ફેલાવનારાઓ પાસેથી ૧૦૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીનો દંડ વસૂલશે.

મુંબઈમાં માત્ર કચરાને લગતી ફરિયાદો નોંધવા માટે શરૂ કરવામાં આવેલી વોટ્સઍપ ચેટ બોટ નંબર પર છેલ્લા ચાર મહિનામાં કચરાને લગતી ૫,૭૦૯ ફરિયાદ નોંધાઈ છે. આ દરમિયાન પાલિકાના અધિકારીઓને જણાઈ આવ્યું હતું કે અમુક સ્થળો એવા છે, જ્યાં વારંવાર કચરો નાખવામાં આવી રહ્યો છે.

પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ તેઓ જયાં સતત કચરો નાખવામાં આવતો હતો એ સ્થળોને તુરંત સાફ કરતા હતા. પરંતુ રસ્તા પર ફેંકવામાં આવતા કચરા સામે સખત નજર રાખવાની જરૂર છે. ઍજેન્સીઓ તરફથી પ્રતિસાદ નહીં મળતા માર્શલની નિમણૂક કરવાની પ્રક્રિયામાં વિલંબ થયો હતો. જોકે હવે એક ઍજેન્સી મળી ગઈ છે. પ્રશાસકની મંજૂરી બાદ દરેક વોર્ડ માટે માર્શલ નીમવામાં આવશે.
‘ક્લીન અપ’ માર્શલો પાસે થૂંકનારા, કચરો ફેંકનારા, રસ્તો પર કચરો અને ભંગાર ફેંકનારા, રસ્તા પર વાહનો અને કપડાં ધોનારા અને ખુલ્લામાં શૌચ ક્રિયા કરનારાઓ પાસેથી દંડ વસૂલવાની સત્તા રહેશે. મુંબઈના ૨૪ વોર્ડ માટે ૨૪ કૉન્ટ્રેક્ટર રહેશે અને દરેક વોર્ડમાં ૩૦ માર્શલ રહેશે. એટલે કે કુલ ૭૨૦ માર્શલો મુંબઈના રસ્તા પર રહેશે. આવશ્યકતા જણાઈ તો માર્શલોની સંખ્યા વધારવામાં આવશે એવુંં પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.

કોરોના સમયે માર્શલોએ વસૂલ્યો રૂ.૮૦ કરોડનો દંડ

નોંધનીય છે કે ‘ક્લીન અપ’ માર્શલની યોજના ૨૦૦૭માં અમલમાં લાવવામાં આવી હતી. જોકે માર્શલો માટે ભ્રષ્ટાચાર અને ખંડણી વસૂલતા હોવાની ફરિયાદ આવતા ૨૦૧૧માં આ યોજનાને બંધ કરવામાં વી હતી. ૨૦૧૬માં આ યોજનાને ફરી લાગુ કરવામાં આવી હતી અને ક્લીન અપ માર્શલોનો કૉન્ટ્રેક્ટ દર વર્ષે રીન્યુ કરવામાં આવતો હતો. કોરોના મહામારી દરમિયાન ૩૫ લાખ નાગરિકો પાસેથી ૮૦ કરોડ રૂપિયાનો દંડ માર્શલોએ વસૂલ કર્યો હતો. જોકે ફરી તેમની સામે ખંડણીની ફરિયાદો આવતા માર્ચ, ૨૦૨૨માં આ યોજનાને ફરી બંધ કરવામાં આવી હતી.

સૌથી વધુ અસ્વચ્છ અંધેરી
પાલિકાના સોલિટ વેસ્ટ મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના આંકડા મુંબઈ સાત જૂનથી નવ ઑક્ટોબર સુધીમાં પાલિકાને ૭,૪૮૫ જેટલી ફરિયાદો આવી હતી. તેમાંથી સૌથી વધુ ૫૫૩ ફરિયાદ અંધેરી (પશ્ર્ચિમ)માંથી આવી હતી. બીજા નંબરે મલાડમાં ૪૭૪ ફરિયાદ આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા