ઘાટકોપરમાં પૂ. શ્રી ધીરગુરુદેવના અનુગ્રહથી આનંદમંગલ હોલ નૂતનીકરણનો પ્રારંભ
શ્રી ઘાટકોપર સ્થાનકવાસી જૈન મોટા સંઘહિંગવાલા લેન ખાતે આયંબિલ ભવનમાં બીજા માળે પૂ. શ્રી ધીરગુરુદેવના અનુગ્રહથી આનંદમંગલ હોલના નૂતનીકરણના શુભારંભ પ્રસંગે સ્વસ્તિક વિધિમાં તીર્થંકર તકતીનાં લાભાર્થી નયનાબેન રૂપાણી, ભારતીબેન ગોપાણી, વનિતાબેન જસાણી, પારૂલ ઉર્વિશ વોરા, એક શાસનપ્રેમી, પ્રવીણાબેન ઠક્કર, દક્ષાબેન કામદાર, યોગેશભાઇ બાવીસી, ચાંદનીબેન મહેતા, પ્રીતિબેહન મહેતા, કીર્તિભાઇ કોઠારી, અનિલભાઇ કામાણી, રંભાબેન દોશી, સ્મિતાબેન પારેખ, જયાબેન કોઠારી, કીર્તિદાબેન મહેતા, પ્રસનભાઇ ટોલીયા, ભામિનીબેન મોદી, નરેશભાઇ સંઘવી, હરસુખલાલ પુનાતર, લતાબેન ખંધાર વગેરે દાતા પરિવાર જોડાયા હતા. રૂ. ૫,૦૪,૦૦૦/માં નામકરણના આદેશમાં માત્ર ૪ દાતા આવકાર્ય છે. વધુ વિગત માટે મુકેશભાઇ કામદારનો સંપર્ક કરવો. કાયમી સાધર્મિક સહાયક ફંડમાં શ્રીમતી રાજલબેન નીતિનભાઇ કામદારની સ્મૃતિમાં રૂ. ૧૫ લાખનું અનુદાન અર્પણ કરાતાં ઉમંગ છવાયો હતો. અધ્યાત્મ સૌરભ પુસ્તકની વિમોચન વિધિ શ્રી ભરતભાઇ મહેતા, શ્રી શશીકાંતભાઇ ઉદાણીના હસ્તે કરવામાં આવેલ.