એસટીના કર્મચારીઓ ૧૩મી સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

એસટીના કર્મચારીઓ ૧૩મી સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર

મુંબઇ: મહારાષ્ટ્ર એસટી કર્મચારી સંગઠન દ્વારા વિવિધ પ્રકારની ૨૯ આર્થિક વિલંબિત માગણીઓ માટે ૧૩મી સપ્ટેમ્બરથી આખા રાજ્યમાં અચોક્કસ મુદતની ભૂખ હડતાળ કરવાનો નિર્યણ લેવામાં આવ્યો છે. પરિણામે આખા રાજ્યમાં ફરી એકવાર લાલપરીની બસ સેવા ઠપ થવાની શક્યતાઓ વર્તાઇ રહી છે. ત્યારે બીજી બાજુ આ ભૂખ હડતાળની પાર્શ્ર્વભૂમી પર એસટી મહામંડળના સામાન્ય પ્રશાસન વિભાગના મહાવ્યવસ્થાપક અજિત ગાયકવાડે જે કર્મચારીઓ આ ભૂખ હડતાલમાં સામેલ થશે એવા કર્મચારીઓ પર ડિસિપ્લીનરી એક્શન લેવાની સૂચના રાજ્યના તમામ વિભાગ નિયંત્રકો ને આપી છે.

Back to top button