આમચી મુંબઈ

અમિત શાહને ફરિયાદ કરવાને બદલે શિંદે સીધી અજિત પવાર સાથે કરે વાત: મુગંટીવાર

મુંબઈ: રાજ્યની મહાયુતિના ગઠન પછી સતત સાથી પક્ષમાં આંતરિક મતભેદો વધી રહ્યા છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાન સુધીર મુગંટીવારે એકનાથ શિંદે માટે મહત્વનું નિવેદન આપ્યું હતું. રાજ્યની મુલાકાતે આવેલા ગૃહ પ્રધાન અમિત શાહને કોઈ ફરિયાદ કરવાને બદલે એકનાથ શિંદેએ અજિત પવારની સાથે વાત કરવા અનુરોધ કર્યો હતો.

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે રાજ્યના શાસક જોડાણને લગતા વિવાદાસ્પદ મુદ્દા ઉઠાવ્યા હોવાની ચર્ચા વચ્ચે ભાજપના નેતા સુધીર મુનગંટીવારે એકનાથ શિંદેની ફેવરમાં નિવેદન આપ્યું હતું.

મંત્રાલયોની કેટલીક ફાઇલો ડેપ્યુટી સીએમ અને નાણાં પ્રધાન અજિત પવાર વિલંબ કરતા હોવાથી એકનાથ શિંદેની શિવસેના નારાજ છે. અગાઉની એકનાથ શિંદે સરકાર દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયો સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ ઉથલાવી નાખ્યા હોવાથી પર શિવસેનાના નેતાઓ મુખ્ય પ્રધાનથી નારાજ છે એવી અટકળો ચાલી રહી છે.

આ પણ વાંચો: એકનાથ શિંદેએ અજિત પવારની ફરિયાદ કરી અમિત શાહને નાણાં ખાતું ફાઇલ ક્લિયર કરવામાં સતત વિલંબ કરે છે એવી રાવ

જોકે, અમિત શાહ શનિવારે મહારાષ્ટ્રની મુલાકાતે આવી તેમણે છત્રપતિ શિવાજી મહારાજની 345મી પુણ્યતિથિ નિમિત્તે રાયગઢ કિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આજે ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ પ્રધાન મુનગંટીવારે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે શિંદે સારા નેતા છે. અમિત શાહ સમક્ષ હવે આવી રીતે ફરિયાદો નહીં કરે અને સીધી અજિત પવાર સાથે જ વાત કરે. અહીં એ જણાવવાનું કે અમિત શાહ- એકનાથ શિંદેની આ બેઠક વિશે ભાજપના કોઈ નેતાએ પહેલી વાર વાત કરી છે.

જૂન 2022માં એકનાથ શિંદે જૂથે બળવો કર્યા પછી ભાજપની આગેવાનીમાં સરકાર બનાવી હતી. એના પછી વિધાનસભાની ચૂંટણીમાં એકનાથ શિંદે, અજિત પવારની એનસીપી અને ભાજપની આગેવાનીમાં ભવ્ય જીત પછી મહાયુતીએ સરકાર બનાવી હતી, જેમાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન અને શિંદે અને અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાન બન્યા હતા.

(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button