આમચી મુંબઈ
અંડરગ્રાઉન્ડ મેટ્રોના બીજા તબક્કાનું કામ પૂરજોશમાં ચાલુ

મુંબઈ: કોલાબાથી સીપ્ઝ મેટ્રો-૩ લાઇનના બીકેસીથી કફ પરેડ સુધીના બીજા તબક્કાના માર્ગનું ૮૮.૧ ટકા કામ પૂર્ણ થયું છે. તથી જૂન, ૨૦૨૫ સુધી બીજા તબક્કાના માર્ગ પર મેટ્રો દોડવા લાગશે એવી આશા સેવાઇ રહી છે.
મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસી) દ્વારા ૩૩.૫ કિલોમીટર લાંબી મેટ્રો લાઇન બનાવવામાં આવી રહી છે જેમાં કુલ ૨૭ સ્ટેશન હશે. મેટ૩ો-૩ના પ્રથમ તબક્કાનો આરેથી બીકેસી સુધીનો માર્ગ ઓક્ટોબરથી શરૂ થઇ ગયો છે. આ માર્ગ પર ૧૦ સ્ટેશન છે. હવે બીજા તબક્કાનો માર્ગ પણ ટૂંક સમયમાં શરૂ કરવા માટે એમએમઆરસી દ્વારા પૂરજોશમાં કામ કરવામાં આવી રહ્યું છે. બીકેસીથી કફ પરેડ સુધીના ૨૦.૯ કિમીની લાઇનમાં ૧૭ સ્ટેશનો વચ્ચે મેટ્રો દોડશે.
આ પણ વાંચો : નવી મુંબઈમાં ગેરકાયદે વસવાટ: ત્રણ બાંગ્લાદેશી પકડાયા
ટૂંક સમયમાં મેટ્રો રેકની તપાસણી કરવામાં આવશે
- હાલમાં આ માર્ગના સ્ટેશનો અને ટનલનું ૯૯.૧ ટકા કામ પૂર્ણ થયું છે. એમએમઆરસી દ્વારા આ માર્ગ પર મશીનો બેસાડવાનું કામ ચાલી રહ્યું છે.
- આ કામ પૂર્ણ થયા બાદ આ માર્ગ પર મેટ્રો ટ્રેનોની તપાસણી શરૂ કરવામાં આવશે. સુરક્ષા પ્રમાણપત્ર મળ્યા બાદ મેટ્રો લાઇન પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે.