288માંથી 29 બેઠક પર ગઠબંધનોના સાથીઓ સામસામે
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૦મી નવેમ્બરે થનારી ચૂંટણી મૈત્રીપૂર્ણ લડતની સાક્ષી બનવાની છે, કારણ કે ૨૮૮માંથી ૨૯ બેઠક પર મહાયુતિ અને મહાવિકાસ આઘાડીના ઉમેદવારો આમનેસામને લડવાના છે. જોકે મૈત્રીપૂર્ણ લડત ખાસ કરીને એમવીએ માટે માથાનો દુખાવો બની રહેવાની છે, જે કેન્દ્રમાં પણ નાના પક્ષોને લઇને ઈન્ડિની રચના કરવામાં આવી છે.
Also read: કૉંગ્રેસની ગેરંટીનો લાભ પ્રજા કેવી માણી રહી છે એ જોવા પધારો અમારાં રાજ્યોમાં…
સત્તાધારી મહાયુતિનના સાથીપક્ષો ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી છ બેઠક પર આમનેસામને લડવાના છે. આ બેઠકોમાં માનખુર્દ શિવાજીનગર (મુંબઈ), અશ્તિ (બીડ), સિંધખેડ રાજા (બુલઢાણા), કાતોલ (નાગપુર), મોરશી (અમરાવતી), દિંડોરી (નાશિક) શ્રીરામપુર (અહમદનગર) અને પુરંદર (પુણે)નો સમાવેશ થાય છે.
Also read: ચૂંટણી જીતવા કૉંગ્રેસ જૂઠાણું ફેલાવી રહી છે: સ્મૃતિ ઇરાની…
બીજી બાજુ એમવીએમાં શિવસેના (યુબીટી) એનસીપી (શરદ પવાર) અને કોંગ્રેસે પણ ૨૧ બેઠક પર પોતાના ઉમેદવારોને આમનેસામને ઊભા રાખ્યા છે. જોકે આ તમામ બેઠકોમાં સૌથી મોટી લડત નાંદેડ નોર્થ ઈસ્ટ ખાતેની બેઠક પર જોવા મળશે, જ્યાં કોંગ્રેસના અબ્દુલ ગફુરનો સામનો શિવસેના (યુબીટી)નાં ઉમેદવાર સંગીતા પાટીલ સાથે થવાનો છે.
(એજન્સી)