થાણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે વિપક્ષના ‘ઇન્ડિયા’ ગઠબંધન પર નિશાન સાધતા કહ્યું હતું કે તેના સભ્યો તમિલનાડુના પ્રધાન ઉધયનિધિ સ્ટાલિનની કથિત સનાતન ધર્મ વિરોધી ટિપ્પણી પર તેમના મૌનને કારણે ખુલ્લા પડી ગયા છે.
ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાનું નામ લીધા વિના, તેમણે એ પણ યાદ કર્યું કે ભૂતકાળના વિવાદ દરમિયાન સેનાના સ્થાપક બાલ ઠાકરેએ કૉંગ્રેસના દિગ્ગજ નેતા મણિશંકર ઐયર સામે કેટલી મજબૂત પ્રતિક્રિયા આપી હતી. દહીં હાંડી (જન્માષ્ટમી)ની ઉજવણીમાં હાજરી આપ્યા બાદ અહીં મીડિયા સાથે વાત કરતા શિંદેએ કહ્યું કે ગમે તેટલા સ્ટાલિન આવે, તેઓ સનાતન ધર્મને નાબૂદ નહીં કરી શકે . ‘ઇન્ડિયા’ ગઠબંધનના આ સભ્યો હિંદુઓ, હિંદુત્વ વિરુદ્ધ એકઠા થયા છે, તેમના અસલી ચહેરાઓ હવે ખુલ્લા પડી ગયા છે. જો આજે બાળાસાહેબ ઠાકરે હોત, તો મણિશંકર ઐયર (એકવાર) સામે જેવો સામનો કર્યો હતો તેવો તેઓએ સામનો કર્યો હોત. પરંતુ કમનસીબે, તેઓ બધા ચૂપ છે. સ્વાતંત્ર્ય સેનાની અને હિન્દુત્વના વિચારક વિનાયક દામોદર સાવરકરનું અપમાન કરવા બદલ
ઐય્યરે ૨૦૦૪માં તત્કાલીન અવિભાજિત શિવસેનાના રોષનો સામનો કરવો પડ્યો હતો.
તેમને વિશ્વાસ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૨૪ની ચૂંટણીમાં ‘હાંડી તોડી નાખશે’ મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું ચંદ્રયાન-૩ મિશન ઈસરોના વૈજ્ઞાનિકોના પ્રયત્નોને કારણે સફળ થયું છે અને તે સફળતા પાછળ મોદીની પ્રેરણા હતી. (પીટીઆઈ)