આમચી મુંબઈ
વસઇમાં દેવાના બોજ હેઠળ ભાઇ-બહેને કરી આત્મહત્યા
![Sageera took the final step as mother scolded him](/wp-content/uploads/2024/12/Suicide-1.webp)
પાલઘર: પાલઘર જિલ્લાના વસઇમાં કુટુંબ પરના વધતા જતા દેવાને કારણે 40 વર્ષના શખસે તેની બહેન સાથે આત્મહત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
વસઇના હાઉસિંગ કોમ્પ્લેક્સમાં ફ્લેટમાંથી સોમવારે બપોરે હનુમંત શ્રીધર પ્રસાદ અને તેની બહેન યમુના (45)ના મૃતદેહ મળી આવ્યા હતા.
બંને ભાઇ-બહેન વધતા જતા દેવાને કારણે તાણ હેઠળ હતાં અને તેમણે ઝેર ગટગટાવી આત્મહત્યા કરી હતી, એવું પરિવારના સભ્યોએ તેમનાં નિવેદનમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : પાલઘરમાં ઇયરફોન પહેરીને રેલવે ટ્રેક ક્રોસ કરતા 16 વર્ષની સગીરાનું મોત
બંને જણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસને ફ્લેટમાંથી કોઇ સુસાઇડ નોટ મળી આવી નહોતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)