મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ જયંતીની જોરદાર ઉજવણી
મુંબઈ: ભારત અને મહારાષ્ટ્રના મહાન શાસક છત્રપતિ શિવાજી મહારાજની 349મી જન્મ જયંતિએ દેશ સહિત આખા રાજ્યમાં જોશભેર ઉજવણી કરવામાં આવી હતી.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમ જ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ થયો તે શિવનેરી કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. આ ઉપરાંત શિંદેએ ચેમ્બુર ખાતે પણ શિવાજી મહારાજની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
મુંબઈ ઉપરાંત હિંગોળી, નાશિક, કોલ્હાપુર, સાંગલી, પુણે જેવા વિવિધ શહેરો અને જિલ્લામાં રેલીઓ કાઢીને અને વિવિધ કાર્યક્રમો યોજીને ઢોલ-નગારાં સાથે શિવાજી જયંતી ઉજવવામાં આવી હતી.
11 કિલ્લાઓનું વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે નામાંકન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના 11 કિલ્લાઓને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવા માટે નામાંકિત કર્યા એ વાત રાજ્ય માટે ગર્વની વાત હોવાનું જણાવતા કિલ્લાઓની જાળવણીની જરૂરિયાત પર શિંદેએ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં આવેલા કિલ્લાઓનું સંરક્ષણ અને જાળવણી કરવી એ આપણી જવાબદારી છે. આ કિલ્લા આપણો વારસો અને સંસ્કૃતિ છે. ઉ