પશ્ચિમ રેલવેમાં શુક્ર/શનિ નાઈટ જમ્બો બ્લોકઃ 275થી વધુ ટ્રેન રદ્દ થશે
લોકલ ટ્રેન સાથે મુંબઈ અને અમદાવાદ વચ્ચેની મેલ-એક્સપ્રેસ ટ્રેનસેવા પર થશે અસર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આ અઠવાડિયાના અંતમાં પશ્ચિમ રેલવેમાં વિશેષ બ્લોકને કારણે લોકલ ટ્રેન સહિત લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનસેવાને અસર થશે. પશ્ચિમ રેલવેમાં માહિમ અને બાંદ્રા સ્ટેશનના પુલ નંબર 20 એબેટમેન્ટને કારણે મેજર બ્લોકને લોકલ ટ્રેનો સહિત લાંબા અંતરની અમુક ટ્રેનો રદ રાખવામાં આવી છે, જ્યારે અમુક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.
આ પણ વાંચો: પશ્ચિમ રેલવેના પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, વીકએન્ડમાં ‘મેજર નાઈટ’ બ્લોક
પશ્ચિમ રેલવે દ્વારા માહિમ અને બાંદ્રા સ્ટેશનની વચ્ચે બ્રિજના મહત્ત્વના કામકાજને ધ્યાનમાં રાખીને આવતીકાલે શુક્રવારે રાતના 11.00 વાગ્યાથી સવારના 8.30 વાગ્યા સુધી અપ એન્ડ ડાઉન સ્લો લાઈન તથા રાતના 12.30 વાગ્યાથી સવારના 6.30 વાગ્યા સુધી ડાઉન ફાસ્ટ લાઈનમાં બ્લોક રહેશે. આ ઉપરાંત, અપ એન્ડ ડાઉન સ્લો લાઈનમાં શનિવારના રાતના 11.00 વાગ્યાથી સવારના સાડા આઠ વાગ્યા સુધી અપ એન્ડ ડાઉન સ્લો લાઈન તથા અપ ફાસ્ટ લાઈનમાં રાતના અગિયાર વાગ્યાથી સવારના સાડા સાત વાગ્યા સુધી બ્લોક રહેશે. પશ્ચિમ રેલવે દ્વારા હાથ ધરવામાં આવનારા બ્લોકને કારણે 250થી વધુ ટ્રેન રદ્દ રહેશે, જ્યારે 150થી વધુ લોકલ આંશિક રીતે રદ્દ રહેવાથી વીકએન્ડમાં ટ્રાવેલ કરવાનું પ્રવાસીઓ માટે મુશ્કેલ બની શકે છે. બ્લોકને કારણે પ્રવાસીઓ નિયત શેડયૂલને ધ્યાનમાં રાખીને પ્રવાસ કરવાનું ફાયદાકારક બની શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
સબર્બનમાં નાઈટ બ્લોકને કારણે 275થી વધુ લોકલ રદ્દ રહેશે
- આવતીકાલે રાતના ચર્ચગેટથી વિરાર જનારી લાસ્ટ લોકલ રાતના 11.58 વાગ્યાની રહેશે
- આવતીકાલે રાતના અગિયાર વાગ્યા પછી ચર્ચગેટથી રવાના થનારી તમામ સ્લો ટ્રેન મુંબઈ સેન્ટ્રલ અને સાંતાક્રુઝ વચ્ચે ફાસ્ટ લાઈનમાં દોડાવવામાં આવશે, જેથી મહાલક્ષ્મી, લોઅર પરેલ, માટુંગા રોડ અને ખાર સ્ટેશન પર હોલ્ટ રહેશે નહીં.
- એ જ રીતે આવતીકાલે રાતના અગિયાર વાગ્યા પછી વિરાર, ભાયંદર અને બોરીવલીથી ચર્ચગેટની ટ્રેનોને સ્લો કોરિડોરમાં સાંતાક્રુઝ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ફાસ્ટ લાઈનમાં દોડાવાશે, જેથી ખાર રોડ, માહિમ, માટુંગા રોડ, પ્રભાદેવી, લોઅર પરેલ અને મહાલક્ષ્મી સ્ટેશનમાં હોસ્ટ મળશે નહીં.
- બ્લોક વખતે ગોરેગાંવ અને બાંદ્રાથી મધ્ય રેલવેમાં હાર્બર લાઈનની ટ્રેનની સર્વિસ ઉપલબ્ધ રહેશે. 25 જાન્યુઆરીના શનિવારે સવારના વિરાર, નાલાસોપારા, વસઈ રોડ, ભાયંદર અને બોરીવલીની સ્લો અને ફાસ્ટ ટ્રેન અંધેરી સુધી દોડાવવામાં આવશે.
- બ્લોક પછી ચર્ચગેટ માટેની પહેલી ફાસ્ટ ટ્રેનની સર્વિસ વિરારથી સવારના 5.47 વાગ્યે રવાના થશે, જે 7.05 વાગ્યે ચર્ચગેટ પહોંચશે.
- બ્લોક પછી પહેલી ડાઉન ફાસ્ટ લાઈનની ટ્રેન ચર્ચગેટથી સવારના 6.14 વાગ્યે રવાના થશે.
- બ્લોક પછી પહેલી ડાઉન સ્લો લાઈનની ટ્રેન ચર્ચગેટથી 8.03 વાગ્યે ટ્રેન રવાના કરશે.
- આવતીકાલે રાતથી શનિવાર સવાર સુધીમાં 127 લોકલ અને 60 ટ્રેન આંશિક રદ્દ રહેશે
25મી જાન્યુઆરીના બ્લોકથી ટ્રેનસેવાને થશે અસર - બ્લોકની કામગીરી પછી ચર્ચગેટ અને દાદર વચ્ચે ફાસ્ટ લાઈનમાં દોડાવાશે
- શનિવારના રાતથી રવિવારની સવાર સુધી વિરાર, નાલાસોપારા, વઈસ રોડ, ભાયદંર અને બોરીવલીની સ્લો અને ફાસ્ટ લોકલ અંધેરી સુધી દોડાવાશે
- ગોરેગાંવ અને બાંદ્રા સ્ટેશનની વચ્ચે પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેની અમુક ટ્રેનો હાર્બર લાઈનમાં દોડાવાશે.
- અપ ફાસ્ટ લાઈનમાં લાસ્ટ લોકલ વિરારથી ચર્ચગેટની રાતના 10.07 વાગ્યે રહેશે, જ્યારે અપ સ્લો લાઈનમાં બોરીવલી-ચર્ચગેટની બોરીવલીથી રાતના 10.22 વાગ્યાની રહેશે.
- ડાઉન ફાસ્ટ લાઈનમાં લાસ્ટ લોકલ ચર્ચગેટથી બોરીવલીની રાતના 10.33 વાગ્યાની રહેશે, જ્યારે ડાઉન સ્લો લાઈનમાં લાસ્ટ લોકલ ચર્ચગેટથી ભાયદંર માટે 10.26 વાગ્યની રહેશે.
- શનિવાર રાતના બ્લોકને કારણે 150 ટ્રેન રદ્દ રહેશે, જ્યારે 90 ટ્રેન આંશિક રીતે રદ્દ રહેશે.