આમચી મુંબઈ

તાપમાનનો પારો ઊંચો અરબી સમુદ્રમાં ઓછા દબાણનો પટ્ટો નિર્માણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરા છેલ્લા થોડા દિવસથી ઑક્ટોબર હીટનો અનુભવ કરી રહ્યા છે, તેમાં પણ છેલ્લા બે દિવસથી મુંબઈમાં તાપમાનનો પારો પણ ઊંચો નોંધાઈ રહ્યો છે. ગુરુવારે સતત બીજા દિવસે તાપમાનનો પારો ૩૬ ડિગ્રીથી ઉપર નોંધાયો હતો.
ગુરુવારે દિવસભર ગરમી અને ઉકળાટભર્યો રહ્યો હતો. બુધવારે સાંતાક્રુઝમાં ૩૬.૪ ડિગ્રી જેટલું ઊંચુ તાપમાન
નોંધાયું હતું. જેે ચાલુ મોસમમાં ઑક્ટોબરનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. બુધવાર બાદ ગુરુવારે પણ સતત બીજા દિવસે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાનનો પારો ૩૬.૧ ડિગ્રી જેટલો ઊંચો નોંધાયો હતો. તો કોલાબામાં મહત્તમ તાપમાન ૩૩.૫ ડિગ્રી નોંધાયું હતું.

સામાન્ય રીતે ઑક્ટોબર સરેરાશ ૩૩.૬ ડિગ્રી જેટલું તાપમાન નોંધાતું હોય છે. જોકે છેલ્લા થોડા દિવસથી તાપમાનનો પારો સરેરાશ તાપમાન કરતા પણ ઊંચુ નોંધાઈ રહ્યું છે અને તાપમાનનો પારો નીચે ઉતરવા માટે થોડી રાહ જોવી પડશે.

નોંધનીય છે કે ઑક્ટોબરમાં અત્યાર સુધી સૌથી વધુ ગરમી ૧૭ ઑક્ટોબર, ૨૦૧૫ના નોંધાઈ હતી. એ દિવસે તાપમાનનો પારો ૩૮.૬ ડિગ્રી જેટલો ઊંચો નોંધાયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો…