ટૂંકી મુસાફરી માટે ડ્રોન ટેક્સી
2026 સુધી નવી કલ્પના અમલમાં મૂકવાનો ગડકરીનો દાવો
મુંબઈ: હાઈવે અને ટ્રાન્સપોર્ટના વિકાસની વાત આવે ત્યારે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનું નામ આપોઆપ આગળ આવે છે. હવે ગડકરીએ વધુ એક મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે આવનારા સમયમાં શહેરમાં ઓછા અંતરની મુસાફરી કરવા માટે પેસેન્જર ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. આ ડ્રોનમાં ચાર લોકો મુસાફરી કરી શકશે. ખાસ કરીને સિટી સેન્ટરથી એરપોર્ટ સુધી આ સુવિધા ઉપલબ્ધ થશે.
એરક્રાફ્ટ મેન્ટેનન્સ રિપેર અને ઓવરહોલ ડેપો ખાતે એક કાર્યક્રમમાં બોલતા ગડકરીએ ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં મોટા ફેરફાર તરફ ઈશારો કરતા પેસેન્જર ડ્રોનનો વિચાર રજૂ કર્યો હતો. એમઆરઓ સેક્ટરના વિકાસ અંગે તેમણે કહ્યું કે તે ભવિષ્ય માટે ખૂબ જ ભરોસાપાત્ર ઉદ્યોગ છે. 2013થી વિંગ ડિઝાઇનમાં ફેરફારો પેસેન્જર ડ્રોન માટે માર્ગ મોકળો કરી રહ્યા છે. ફ્લેપિંગ વિંગ પ્રોપલ્શન સિસ્ટમ પણ ભવિષ્યમાં પેસેન્જર ડ્રોનનું સપનું સાકાર થવાની આશા વ્યક્ત કરી રહી છે.
હાલમાં મોટાભાગના કોમર્શિયલ ડ્રોનનો ઉપયોગ પેકેજ ડિલિવરી માટે કરવામાં આવે છે. તેમની ક્ષમતા મર્યાદિત હોય છે, પણ હવે આવા ડ્રોન બનવા લાગ્યા છે જે માણસોને પણ લઈ જઈ શકે છે. જો કે, તેઓ બજારમાં ઉપલબ્ધ નથી. આ સ્વપ્ન 2026 સુધીમાં સાકાર થઈ શકે છે. ઉ