આમચી મુંબઈ

ગેરકાયદે બેનરો અને પોસ્ટરો સામે પાલિકાની કાર્યવાહી

મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનના નિર્દેશ પ્રમાણે, પાલિકાએ પહેલી સપ્ટેમ્બર, 2023થી મુંબઈમાં ગેરકાયદેસર પોસ્ટરો, બેનરો, ફ્લેગ્સ અને બોર્ડ સામે કાર્યવાહી શરૂ કરી છે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં, પહેલીથી છઠ્ઠી તારીખ સુધી પાલિકાએ મુંબઈમાં 8325 પોસ્ટર્સ અને બેનરો હટાવ્યા છે. જેમાં 3558 ધાર્મિક અને સામાજિક, 621 કોમર્શિયલ અને 3564 રાજકીય પોસ્ટરો, બેનરો અને ધ્વજ હતા.
ગેરકાયદેસર બેનરો અને પોસ્ટરોના કારણે મુંબઈ કદરૂપુ બની રહ્યુ છે એટલે મુખ્ય પધાન શિંદેએ પાલિકાને કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી પહેલી સપ્ટેમ્બરથી મુંબઈમાં ગેરકાયદેસર પોસ્ટરો અને બેનરો વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
પાલિકાના એક અધિકારીએ જણાવ્યું કે મુંબઈમાં અનધિકૃત બેનરો, પોસ્ટરો અને બોર્ડ લગાવવા પર પ્રતિબંધ છે. આ હોવા છતાં તેઓ મોટા પાયે ઉપયોગમાં લેવાય છે. તેમાં મોટાભાગે ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યક્રમોના બેનરો અને પોસ્ટરોનો સમાવેશ થાય છે. પાલિકાને ફરિયાદ મળ્યા બાદ તેમને દૂર કરે છે. તાજેતરમાં એક ધાર્મિક તહેવાર પસાર થયો હોવાથી આખા મુંબઈમાં ગેરકાયદેસર પોસ્ટરો અને બેનરો જોવા મળે છે. આથી મુખ્યપ્રધાનની સૂચનાથી કાર્યવાહી તેજ કરવામાં આવી હતી. અંધેરી પૂર્વ અને પશ્ચિમ, બાન્દ્રા પૂર્વ, ભાંડુપ, ખાર પૂર્વ, વિલે પાર્લે પૂર્વ વગેરે જેવા વિસ્તારોમાં મહત્તમ કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકા દ્વારા ગેરકાયદેસર પોસ્ટરો અને બેનરો સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં 1937 રાજકીય બેનરો, 1520 બોર્ડ અને 107 પોસ્ટરોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે 502 કોમર્શિયલ બેનર, 97 બોર્ડ અને 22 પોસ્ટર છે. ધાર્મિકમાં 2192 બેનરો, 1145 બોર્ડ અને 221 પોસ્ટરોનો સમાવેશ થાય છે. વર્ષ 2011માં હાઈકોર્ટે તમામ હોર્ડિંગ્સ સામે કાર્યવાહી કરીને તેને હટાવવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ તમામ રાજકીય પક્ષોએ કોર્ટમાં સોગંદનામું આપ્યું હતું કે તેઓ પરવાનગી વિના પોસ્ટર અને બેનરો નહીં લગાવે. તેમ છતાં ધાર્મિક તહેવારો અથવા રાજકીય કાર્યક્રમો દરમિયાન મુંબઈ પોસ્ટરો અને બેનરોથી ઢંકાયેલું રહે છે. ઉ

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker