ઝીનત અમાનની પરિણિત જિંદગી ત્રાસદાયક તો હતી જ
ઝીનત અમાન લવ લાઈફ
ઝીનત અમાન ભૂતકાળની ખૂબ જ સ્ટાઇલિશ અને બોલ્ડ અભિનેત્રી રહી છે. ભારતમાં જન્મેલી
ઝીનતે પોતાનો અભ્યાસ લોસ એન્જલસમાંથી પૂર્ણ કર્યો અને બાદમાં મિસ એશિયા પેસિફિકનો ખિતાબ
જીત્યો.
આ પછી તેણે મોડલિંગથી કરિયરની શરૂઆત કરી. ઝીનતને બોલિવૂડમાં ફિલ્મ ‘દમ મારો દમ’થી ઓળખ મળી હતી. અભિનેત્રીની માદક અને અલગ શૈલીએ ચાહકોને એટલા પ્રભાવિત કર્યા કે તેઓ ઝીનતના દિવાના બની ગયા. ઝીનત અમાન ફિલ્મોમાં ખૂબ જ બોલ્ડ સીન કરતી હતી, જેના કારણે તે હંમેશા વિવાદોમાં ઘેરાયેલી રહેતી હતી, પરંતુ તેની પર્સનલ લાઈફ પણ તેને હેડલાઈન્સમાં રાખતી હતી.
૭૦ના દાયકાની અભિનેત્રી ઝીનત અમાનનું બોલિવૂડ કરિયર ઘણું સફળ રહ્યું હતું. અભિનેત્રીએ તેની કારકિર્દીમાં ઘણી શાનદાર ફિલ્મો આપી અને ચાહકો તેની ફિલ્મોના દિવાના હતા. ઝીનતનું વ્યાવસાયિક જીવન જેટલું સફળ હતું, એટલું જ તેનું અંગત જીવન પણ કાંટાથી ભરેલું હતું. બે વાર લગ્ન કરનાર ઝીનતને સાચો પ્રેમ ન મળ્યો અને તેના બંને લગ્ન નિષ્ફળ સાબિત
થયા.
ઝીનતે હિન્દી સિનેમાનો ટ્રેન્ડ બદલી નાખ્યો
ઝીનતે ૧૯૭૦માં ફિલ્મ હંગામાથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. થોડા જ સમયમાં તેણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો આખો ટ્રેન્ડ બદલી નાખ્યો અને એક શાનદાર અભિનેત્રી તરીકે સિલ્વર સ્ક્રીન પર રાજ કરવાનું શરૂ કર્યું.
સૌથી બોલ્ડ અભિનેત્રીના ડ્રેસિંગની ખૂબ ચર્ચા થઈ
હતી. ઝીનતના પશ્ર્ચિમી અવતાર અને બિકીની દેખાવે બોલિવૂડ અભિનેત્રીઓને ઉકસાવી હતી અને તે સલવાર સૂટમાં જોવા મળતી અભિનેત્રીઓ માટે રોલ મોડેલ બની હતી.
ઝીનત અમાનને પરિણીત સંજય ખાન સાથે પ્રેમ થયો હતો
પોતાના કરિયરમાં ઘણી સફળ ફિલ્મો આપનારી અભિનેત્રી ઝીનત અમાનના અફેરની ઘણી ચર્ચા થઈ હતી. ઝીનતનું દિલ સંજય ખાન પર આવી ગયું હતું. પછી તેમના રોમાંસની વાતો અખબારો અને સામયિકોમાં હેડલાઇન્સ બનવા લાગી. જોકે સંજય ખાન પહેલાથી જ પરિણીત હતો અને તેને ચાર બાળકો હતા. પરંતુ ઝીનત સંજય ખાનને પાગલની જેમ પ્રેમ કરતી હતી. અબ્દુલ્લા ફિલ્મના શૂટિંગ દરમિયાન બંનેએ ગુપ્ત લગ્ન કર્યા હતા. જ્યારે તેમના ગુપ્ત લગ્નનું રહસ્ય ખુલ્યું તો બધા ચોંકી ગયા. જો કે, તેમના લગ્ન લાંબા સમય સુધી ન ચાલ્યા અને તેમની વચ્ચે ઝઘડા થવા લાગ્યા.
એકવાર ઝીનત અમાન એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતી, તે દરમિયાન તેને સંજય ખાનનો ફોન આવ્યો કે તેને ફિલ્મ ‘અબ્દુલ્લા’નું એક ગીત ફરીથી શૂટ કરવું છે. જોકે એ ગીતનું શૂટિંગ થઈ ચૂક્યું હતું. ઝીનત અમાને સંજય ખાનની વાત ન સાંભળી. પરંતુ જ્યારે તે તેને મળવા પહોંચી ત્યારે એવું કહેવાય છે કે સંજય ખાને હોટલના રૂમને તાળું મારીને ઝીનત અમાનને માર માર્યો હતો અને તેને લોહીલુહાણ કરી દીધું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે ઘટના બાદ ઝીનતની આંખોમાંથી લોહી વહેવા લાગ્યું અને તેનું જડબું પણ તૂટી ગયું. તેના ડૉક્ટરોએ એ પણ ખુલાસો કર્યો છે કે એકવાર સંજયે ઝીનત અમાનને એટલી જોરથી લાત મારી હતી કે તેની પાંસળીઓ પણ તૂટી ગઈ હતી. અભિનેત્રીએ તેની બાયોગ્રાફી ધ બિગ મિસ્ટેક ઓફ માય લાઈફમાં પણ આ વાતનો ખુલાસો કર્યો છે. સંજયે આ સંબંધનો અંત લાવ્યો જેના લીધે ઝીનતે મઝહર ખાન સાથે લગ્ન કર્યા.
સંજયના અત્યાચારોથી કંટાળીને ઝીનત અમાને સંજય ખાન સાથેના સંબંધોને ખતમ કરવાનું નક્કી કર્યું અને ૧૯૭૯માં તે તેનાથી સંપૂર્ણપણે અલગ થઈ ગઈ. આ પછી ઝીનત અમાને એક્ટર મઝહર ખાન સાથે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ તે પોતાના જીવનમાં ખૂબ જ ખુશ હતી. હાલમાં તે ફિલ્મોથી દૂર છે.
મઝહરે પણ ઝીનતને સાચો પ્રેમ ન આપ્યો.
ઝીનતે મઝહર સાથે લગ્ન કર્યા હતા પરંતુ આ પણ તેના જીવનની મોટી ભૂલ સાબિત થઈ. મઝહરે પણ તેને સાચો પ્રેમ ન આપ્યો અને અભિનેત્રીને તેના બીજા લગ્નમાં પણ યાતનાનો સામનો કરવો પડ્યો. આ પછી ઝીનતે મઝહરને પણ તલાક આપવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તે પહેલા જ મઝહરે આ દુનિયાને અલવિદા કહી દીધું. ઝીનતને મઝહરથી બે પુત્રો છે. ઝીનતે પાછળથી તેના નામમાં તેના પિતાની અટક ઉમેરી અને તે ઝીનત અમાન બની.
વર્ષે ૨૦૧૩માં એવી અફવાઓ હતી કે ઝીનતને ફરીથી પ્રેમ મળી ગયો છે અને તે મુંબઈના એક ખૂબ જ યુવાન ઉદ્યોગપતિ સાથે લગ્ન કરવા માંગે છે, પરંતુ પાછળથી તે માત્ર અફવાઓ સાબિત થઈ હતી.