મેટિની

વધાઈ હો ભારતવાસીઓને વિશ્વ હિન્દી દિવસની!

શોભિત દેસાઈ

…ગજબનો ચાલી રહ્યો છે ને ભારત દેશનો સમય! વિશ્વ યોગા દિવસ પછી સમગ્ર વિશ્વ સમ્માન ધરી રહ્યું છે આવતી કાલે આર્યાવર્તને વિશ્વ હિન્દી દિવસની ઉજવણી રૂપે… ભારતની રાષ્ટ્રભાષા હિન્દી જગતભરમાં માન્યતા પ્રાપ્ત કરશે.

અને કેવો હિન્દી ભાષાનો! અમારામાંથી કેટલા બધા સ્કૂલમાં પ્રવેશ પરિચય કોવિદ અને સાહિત્ય રત્નની પરીક્ષા આપવા નિયમિત ભણતરની પરીક્ષાઓની જેમ જ થનગનાટ સાથે શનિ-રવિમાં જતા. સુશ્રી મહાદેવી વર્મા -પ્રેમચંદ – સૂર્યકાંત ત્રિપાઠી નિરાલા – રશ્મિરથી નામના મહાઅદ્ભુત કર્ણાખ્યાનના સર્જક રામધારીસિંહ દિનકર-જયશંકર પ્રસાદ-જ્યોતિન્દ્ર દવેના સમકક્ષ હાસ્યકાર હરિશંકર પરસાઈ અને આવી કાંઈ કેટલીય અમારા ચહેરે ફરી રહી છે આ વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે…એ પછી 1974થી તો ગઝલ લખતા થયા ને કેટલા બઘા સમર્થ હિંદી કવિ-સાહિત્યકાર સાથે જીવવા મળ્યું, સુંદર જીવવા મળ્યું. સૂર્યભાનુ ગુપ્ત આવી ગરમાગરમ ગોટા જેવી ગઝલ સંભળાવે ત્યારે મગજમાં તીખાં તમતમતાં મરચાં જેવી ચાટીઓ બોલે..

તમામ ઉમ્ર ભલે સુખી મરતે હૈં
ચઢી નદીમેં ઉતરનેસે લોગ ડરતે હૈં
હરેક લમ્હા કીસી હાદસે કા અંદેશા
દિલોં કે બીચસે અબ રાસ્તે ગુઝરતે હૈં
શોર કા તરજુમા હૈ ખામોશી
ઇસ સદીકી કથા હૈ ખામોશી
દીપ આવાઝસે જલાતી હૈ
બૈજુ કા હી ગલા હૈ ખામોશી

હમ સબ ખુદ કે કાતિલ હૈં, સાહબ!
તીન દો દફા હૈ ખામોશી
થક કે લૌટ આયીં સારી ભાષાએં
લાપતોં કા પતા હૈ ખામોશી

તે વાત ત્યાં સુધી પહોંચી પછી તો કે ભાષાના ભરપૂર ગર્વમાં મદોન્મત્ત ઉર્દૂ કવિઓ શાયરો પણ માન્યતા અને પૈસા રળવાના આવેશમાં ઉર્દૂ ઓછી કરી હિંદી વઘારવા માંડ્યા.. મહાન સર્જક દુષ્યંતકુમારથી પ્રેરાઈને…

યે સારા જિસ્મ કર બોઝ સે દોહરા હુઆ હોગા
મૈ સઝદે મેં નહીં થા, આપકો ધોખા હુઆ હોગા
યહાં તો સિર્ફ ગૂંગે ઔર બહરે લોગ બસતે હૈં
ખુદા જાને યહાં પર કીસ તરહ જલસા હુઆ હોગા
હરેક લમ્હેંસે ઝોંકે ગઝલ કે આતે હૈં
અકેલી રાત હૈ, ચલીએ! ટહલકે આતે હૈં
અજીબ હાલ ચહરે બદલકે આ ગયે ફિર
વો કહ ગયે થે કી કપડે બદલકે આતે હૈં

  • રાહત ઇન્દોરી
    ઔર બાઝાર સે ક્યા લે જાઉં?!
    પહલે બારીશ કા મઝા લે જાઉં…

રોઝ કહેતા હૈ હવા કા ઝોંકા,
‘આ! તુઝે દૂર ઉડા લે જાઉં

આજ ફિર મુઝસે કહા દરિયાને
‘ક્યા ઈરાદા હૈ? લે જાઉં?!

જેબમેં કુછ તો રહેગા ‘અલ્વી’
લાઓ, તુમ સબકી દુઆ લે જાઉં.

  • મોહમ્મદ અલ્વી

ઈતના ઝોર સે નાચે નકલી બંદર
કી ધોખા ખા ગયે ખુદ રામચંદર
અયોધ્યા મેં આ કર કુછ બંદર અલગ છાંટે ગયે
ઔર ઉનમેં અલગ અલગ મંત્રીપદ બાંટે ગયે.

  • ઘનશ્યામ અગરવાલ

ડેમોક્રેસી કે પરિણામ નજર આતે હૈં
ચોર ખાદીમેં ખુલેઆમ નઝર આતે હૈ
જો ન તોલા થે ન માશા થે ન રત્તી થે
વોહી કુર્સી પે કિલોગ્રામ નઝર આતે હૈ

  • શૈલ ચતુર્વેદી

શામ તક સુબહ કી નઝરોં સે ઉતર જાતે હૈં ઈતને સમઝૌતે પે જીતે હૈં કી મર જાતે હૈં

  • બરેલવી
    અને એમાંય મારા અતિપ્રિય વાચક! અછાંદસ કવિતાના સાંપ્રતકાલના વેદવ્યાસનું બિરુદ આપી શકાય એવા સુદામા પાંડે ધૂમિલની કવિતાઓને શ્રેષ્ઠતાનું કોઈ બિરુદ જ ન આપી શકાય એવી પરમશ્રેષ્ઠ છે. MRTP Act દેખાડવા પૂરતો સરકારે રાખેલો પણ આખી ય અર્થવ્યવસ્થા એવી જડબેસલાક Protected બનાવી દેવામાં આવેલી કે 6ઠ્ઠો દાખલ જ ન પાંચ પરિવારોને જ લીલાલહેર… અને ધૂમિલ વીજળી વહાવે છે, બધા પાંચિયાઓના લાંચિયાપણા પર. એક વો હૈ જો રોટી બેલતા હૈ (મજૂર) દુસરા વો હૈ જો રોટી પકાતા હૈ (મધ્યમ નોકરિયાત) તીસરા વો હૈ જો રોટી સે ખેલતા હૈં (પાંચિયાઓ) યે તીસરા આદમી કૌન હૈ, મેરે દેશકી સંસદ મૌન હૈ… સમય મળે ત્યારે નહીં, અત્યારે જ તરત જ ‘ધૂમિલ’ની ‘સંસદ સે સડક તક’ મેળવીને વાંચી જજો. શુદ્ધ કવિતા અને પદ્ય સતર્કતા કોને કહેવાય એનું કેવળજ્ઞાન થઈ જશે… આદિકાળથી લઈને તુલસીદાસ અને કબીરના કાળ સુધી ફેલાયેલા દોહાને અણીશુદ્ધ ઉર્દૂ અદ્ભુતયોગના શ્રી નીદા ફાઝલી ઉવાચ કેટલી લવચિકતાથી સમકાલીન હિન્દીમાં મૂકે છે, સદીના માનવજીવનના વ્યથા-વિલાસ વ્યક્ત કરતાં… પૂજા સબકી એક હૈ, અલગ અલગ હર રીત મસ્જિદ જાયે મૌલવી, કોયલ છેડે ગીત મૈ રોયા પરદેસમેં, ભીગા મા કા પ્યાર દુ:ખને દુ:ખસે બાત કી, બિન ચિઠ્ઠી બિન તાર બચ્ચા બોલા દેખકર મસ્જિદ આલીશાન અલ્લાહ! તેરે એક કો ઈતના બડા મકાન!

આ લખતી વેળાએ જાન્યુઆરીએ સાંજે અદ્ભુત વડીલ સન્મિત્ર શરદ જોશીનો રાજીવ ગાંધીની ઠેકડી ઉડાડતો લેખ કે ભારતીય પતિઓંકી હિલને ડૂલને કી આઝાદી આસનસોલ નામનો લેખ, હરિશંકર પરસાંઈનો હાસ્યલેખ ‘સમય પર ન મિલનેવાલે’, આસકરન અટલના ચૂટકુલાઓ ને બીજું ઘણું બધું સ્મરણસંદુકમાં ઝબકારા/ લબકારા લઈ રહ્યું છે… પણ એ બધામાં બહુ રાચીએ તો આજ બાર વાગ્યા પછી ચોવીસ કલાકનો જે શુભકાલ છે એ ચૂકી જવાય. માટે અત્યારે તો ઉર્દૂના આદિશાયર (નરસિંહ મહેતા જેવા) નઝીર અકબરાબાદીની અપ્રતિમ કૃષ્ણપ્રેમ દર્શાવતી અને ગઝલના જ છંદમાં રચાયેલી એક ભવ્ય કવિતાનો લિબાસ પહેરીને પૂરા ચોવીસ કલાક મહાલીએ!!!

यारो, सुनो दधिके लुटैयाका बालपन
औ मधुपुरी नगर के बसैयाका बालपन
मोहन सरुप नृत्य करैयाका बालपन
बनबन के ग्वाल गौवैं चरैयाका बालपन
ऐसा या बांसुरी के बालपन
क्या क्या कहूं मैं कृष्ण कन्हैयाका बालपन
उनको तो बालपनसे न था काम कुछ जरा
संसार की जो रीत थी उसको रखा वजा
मालिक थे वोह तो आपी उन्है बालपनसे क्या?
वाँ बालपन खवानी बुढापा सब एक था – एसा था…

पाटी पकड के चलने लगे जब मदनगोपाल
तमाम हो गई एक आनमें निहाल
वासुकि चरन छुअनको चले छोडके पाताल
आकास पर भी धूम मची देख उनकी चाल – ऐसा था…
करने लगे ये धूम तो गिरधारी नंदलाल
इक आप और दूसरे साथ उनके ग्वाल बाल
माखन दहीं चूराने लगे सबके देखभाल
दी अपनी दूध चोरीकी घर-घरमें डाल… ऐसा था…

गर चोरी करते आ गई ग्वालिन कोई वहाँ
औ उसने आ पकड लिया तो बोले उससे वाँ
मैं तो तेरे दही की उडाता था मक्खियाँ
खाता नहीं मैं उसको निकाले था चींटियां.

ईक रोज मॅुंह मे कान्हने माखन छिपा लिया
पूछा जसोदाने तो वहा मुँह बना
मुँह खोल तीन लोकका आलम दिखा दिया
इक आनमें दिखा दिया और फिर भुला दिया

सब मिलके यारो कृष्णमुरारीकी बोलो जै
गोबिंदकुंज छैलबिहारीकी बोलो जै
दधिचोर, गोपीनाथ, बिहारीकी बोलो जै
तुम भी ‘नजीर’ कृष्णमुरारीकी बोलो जै

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button