મેટિની

વો ભી ઈત્તેફાક કી બાત થી,યે ભી ઈત્તેફાક કી બાત હૈ

આનંદ બક્ષ્ાીએ કદાચ, સૌથી વધુ માતા (મા) પર ગીતો લખ્યાં, તેનું કારણ શું?

ફિલ્મનામા -નરેશ શાહ

સાત સમંદર પાર સે, ગુડિયો કે બાજાર સે, અચ્છી સી ગુડિયા લાના, ગુડિયા ચાહે ના લાના, પપ્પા જલ્દી આ જાના… તકદી૨ (૧૯૬૮)માં આનંદ બક્ષ્ાીએ ભાવુક કરી દેતું આ ગીત લખેલું તો આમને-સામને ફિલ્મનું એક ગીત હતું : કભી રાત દિન હમ દૂર થે, દિન-રાત કા અબ સાથ હૈ, વો ભી ઈત્તેફાક કી બાત થી, યે ભી ઈત્તેફાક કી બાત હૈ…

આ ગીતો યાદ ક૨વાનું ખાસ કારણ એ કે, તેમાં આનંદ બક્ષ્ાીની પોતાની અંગત લાગણી, પીડા અને દર્શન બયાન થાય છે. પહેલી વખત નિષ્ફળ ગયા પછી ફરી ફૌજ છોડીને ૧૯પ૬માં મુંબઈ આવ્યા પછી તેઓ સાત વરસ સુધી મુંબઈમાં એકલા, પરિવાર વગર રહ્યા હતા. પત્ની અને બાળકો પિયરના ઘરે રહેતા હતા. ફૌજ જેવી ગૌરવશાળી નોકરી (દાદા પંજાબની જેલના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ હતા તો પિતા બેંક મેનેજર) છોડીને ફિલ્મોમાં ગાયક-સંગીતકા૨-ગીતકા૨ બનવા આવેલા આનંદ બક્ષ્ાી જાણતા હતા કે પત્ની અને બાળકો સાસરામાં રહેશે તો પરિવારજનો મ્હેણાં મારીને જીવવું દુષ્કર કરી નાખશે. તેથી પત્ની અને બાળકોને તેના પિયર મૂકીને મુંબઈમાં સ્ટ્રગલ કરવા પહોંચી ગયા હતા. સાત વરસ સુધી તેઓ પરિવારથી દૂર રહ્યા. ૧૯પ૯માં તો સસરા અમ૨સિંહે પત્ર લખીને કડક શબ્દોમાં લખ્યું કે પત્ની અને બાળકોના પાલનપોષ્ાણની જવાબદારી પતિ તરીકે તમારી છે. તમે લખનઉ આવીને તેમને (મુંબઈ) લઈ જાવ.

…પણ હું ત્રણ ચા૨ વરસ સુધી લખનઉ નહોતો જઈ શક્યો કારણકે મારી પાસે એટલાં પૈસા જ નહોતા. અંગત ડાયરીમાં આવા શબ્દો લખનારી આનંદ બક્ષ્ાીએ ‘તકદીર’ અને ‘આમને-સામને’ ફિલ્મના ગીતમાં (ફરી વાંચી જૂઓ) પોતાની જ વેદના ઠાલવી હતી. તેમને લાગતું કે દીકરી સુમન જ કહી ૨હી છે: પાપા જલ્દી આ જાના.

આખ૨ે સાત વરસ પછી, ૧૩ મે, ૧૯૬૩ના દિવસે તેઓ પત્ની કમલા, પુત્રી સુમન અને દીકરા રાકેશને મુંબઈ પોતાની સાથે લઈ આવ્યા. તેમનું નસીબ તો ચમક્યું (‘જબ જબ ફૂલ ખીલે’ ફિલ્મ સાથે) ૧૯૬પમાં. એ પહેલાં જોકે ચમકારી જેવા ‘ચાંદ આહે ભરેગા’, ‘ફૂલ દિલ થામ લેંગે’ (ફૂલ બને અંગારે) ‘મેરે મહેબુબ ક્યામત હોગી’ આજ રુસવા તે૨ી ગલિયોં મેં મોહબ્બત હોગી’ (મિસ્ટ૨ એક્સ ઈન બોમ્બે) ગીતો આનંદ બક્ષ્ાી આપી ચૂક્યા હતા, પરંતુ ‘જબ જબ ફૂલ ખીલે’ ફિલ્મના તમામ ગીતો (આજની જબાનમાં-આખું આલ્બમ) જબ૨દસ્ત લોકપ્રિય થયા અને કહી શકાય કે, આનંદ બક્ષ્ાીની ગાડી નિકલ પડી…

…પછી તો ચા૨-ચા૨ દશકા સુધી આનંદ બક્ષ્ાીનું નામ ચલણી સિક્કા જેવું રહ્યું અને એ વાત તરફ કોઈનું ધ્યાન પણ ગયું નહીં કે બક્ષ્ાીની સાચી અટક બખ્શી હતી. પ્રથમ ફિલ્મ ભોલા આદમીમાં સરતચૂકથી આનંદ બખ્શીની બદલે આનંદ બક્ષ્ાી લખાયું અને એ જ નામે તેમની ઓળખ બની ગઈ. અલબત્ત, તેઓ પોતાની ઓફિશ્યિલ સિગ્નેચ૨ અને નામમાં કાયમી બખ્શી જ લખતાં. એ વાત પણ ધરબાઈ ગઈ કે તેમનું સાચું નામ પ્રકાશ મોહન હતું. માતા સુમિત્રાજી તેને નંદ કહીને બોલાવતાં. પરિવારજનો નંદો કહેતા. પિતા પુત્રને અઝીઝ કહેતા. નેવી અને ફૌજમાં તેમણે આ જ નામ અપનાવી લીધું: આનંદ પ્રકાશ બખ્શી.

એમને નંદ કહેનારી માતા સુમિત્રાજીનું એક સુવાવડ દરમિયાન મૃત્યુ થયું ત્યારે આનંદ બક્ષ્ાી છ વરસના હતા. ૨પ વરસના સુમિત્રાજીના અવસાન પછી પિતા મોહનલાલ વૈદ બખ્શીએ બીજા લગ્ન ર્ક્યા, યશોદા દેવી સાથે. માતા ગુમાવ્યા પછી આનંદ બક્ષ્ાીએ પિતાની બદલે બાઉજી (દાદા) અને બીજી (દાદી) સાથે રહેવાનું પસંદ ર્ક્યું, કારણકે દાદી નંદને માતા જેવો પ્રેમ-વહાલ-સ્નેહ કરતાં હતા, પરંતુ માતાની ગેરહાજરીની પીડાનો પીંડ આનંદ બક્ષ્ાીમાં ગંઠાતો જતો. પોતાના સંતાનો માતા સામે ઉગ્ર થઈ જતાં ત્યા૨ે કાયમ આનંદ બક્ષ્ાી કહેતાં કે, તમે માતાનો ખાલીપો અનુભવ્યો નથી એટલે આ રીતે માતા સાથે વર્તો છો… મેં એ (મા ન હોવાની) વેદના જીરવી છે અને મારી ઝખ્મ હજુ તાજાં જ છે.

આનંદ બક્ષ્ાીના દાદીની એક ફિલોસોફીમાંથી આપણને પણ ઘણો બોધ મળી શકે તેમ છે. બક્ષ્ાીના દાદી કહેતાં : બાળકોને પ્રેમ કરવાનો સૌથી સુંદર રસ્તો એ છે કે તેની (બાળકોની) માતાને પણ પ્રેમ કરો.

ઝખમો તો એ પછી પણ આનંદ બક્ષ્ાીના આંત૨ મનને છોલતાં રહેલાં, કારણકે ૧૯૪૭ના ભાગલાં વખતે તેમણે રાવલપિંડી છોડીને દિલ્હી આવી જવી પડયું. બધા પરિવા૨જનોએ સાથે લઈ શકાય એવો કિંમતી ઉપયોગી સામાન સાથે લઈ લીધો હતો. દિલ્હી પહોંચીને પરિવારજનોએ પૂછયું કે, ‘તું (૨ાવલ) પિંડીથી સાથે શું શું લાવ્યો છે?’ આનંદ બક્ષ્ાીએ બધા સામે સ્વર્ગસ્થ માતા સુમિત્રા દેવીના ફોટા ધરી દીધા ત્યા૨ે ઘરના બધા ઉદાસ (ઉપયોગી વસ્તુની બદલે ફોટા લાવવા બદલ) થઈ ગયા હતા, પરંતુ માતાની ગેરહાજરી બક્ષ્ાીને સતત પજવતી હતી અને એટલે જ કદાચ, તેમણે લખ્યું : ચિઠ્ઠીના કોઈ સંદેશ, જાને વો કૌન સા દેશ, જહાં તુમ ચલે ગએ… (‘દુશ્મન’ ફિલ્મ).

મા ની ગેરહયાતિ અથવા મા વિહોણી જિંદગીને કારણે આનંદ બક્ષ્ાી કેવા પિલાણા હશે, તેનો અહેસાસ તેમણે લખેલાં માતા પરના ગીતો (સૌથી વધુ તેમણે જ લખ્યાં છે) કરાવે છે. એ ગીતોની ફેહરિસ્ત સાથે આ એપિસોડ પૂરો કરીએ: મા મુઝે અપને આંચલ મેં છિપા લે (છોટા ભાઈ), તું કિતની અચ્છી હૈ, તું કિતની ભોલી હૈ (રાજા ઔ૨ રંક), મૈંને મા કો દેખા હૈ, મા કા પ્યા૨નહીં દેખા (મસ્તાના), બડા નટખટ હૈ રે, કિસન કનૈયા (અમ૨ પ્રેમ), મા ને કહા થા ઓ બેટા, કભી દિલ કિસી કા ના તોડો (ચાચા ભતીજા) ઉપરાંત તેમણે આશરા, મા, આખરી રાસ્તા, અનોખી પહેચાન, અનુરાગ, શત્રુ, દર્દ કા રિશ્તા, ગાય ઔર ગૌરી, જૈસે કો તૈસા, જ્યોતિ (૧૯૭૯ અને ૧૯૮૧) જેવી ફિલ્મોમાં પણ મા અને બાળકોના સંબંધો પરના ગીતો લખ્યાં હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button