મેટિની

અગસ્ત્ય ‘નાના’ જેવો મોટો સ્ટાર બનશે?

સ્ટારકિડ્સનું બોલીવૂડનું ગણિત અલગ જ હોય છે. ધ આર્ચીઝ નામની ફિલ્મમાં બોલીવૂડના સુપરસ્ટારના સંતાનો જ છે અને આ ફિલ્મ લોકોને કંઈ ખાસ ગમી નથી, પણ ફિલ્મમાં અમિતાભના દોહિત્ર વિશે જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે ભવિષ્યવાણી કરી નાખી છે. જાવેદ અખ્તર બોલવામાં પૂરાં છે અને આલોચક પણ છે આથી તેમની ટીપ્પણી ગંભીરતાથી લેવામાં આવે છે ત્યારે દોહિત્ર અગત્સ્ય નંદા માટે તેમણે કહેલી વાત બચ્ચન અને નંદા પરિવાર માટે ખુશીની લહેર સમાન છે.

હાલમાં જ રિલીઝ થયેલી નેટફ્લિક્સની ફિલ્મ ધ આર્ચીઝ સમાચારોમાં છવાયેલી છે. આ ફિલ્મ સ્ટોરીથી લઈને સ્ટાર કિડ્સ સુહાના ખાન, અગસ્ત્ય નંદા અને ખુશી કપૂરના ડેબ્યૂ સુધી ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે. જોકે ધ આર્ચીઝ મામલે ફિલ્મ વિવેચકો ખાસ સારો અભિપ્રાય આપી રહ્યા નથી.

ઝોયા અખ્તરની આ ફિલ્મના અમુકે વખાણ કર્યા હતા તો કેટલાકે નબળી વાર્તા અને અભિનયને કારણે તેની ટીકા કરી હતી. ઘણા લોકો સ્ટાર કિડ્સની એક્ટિંગને પચાવી શકતા નથી. ઘણી જગ્યાએ તમામ કલાકારો ખૂબ જ બાલિશ એક્ટિંગ કરતા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં ઝોયા અખ્તરના પિતા અને દિગ્ગજ ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે અમિતાભ બચ્ચનના દોહિત્ર વિશે કહેલી વાત સૌના ધ્યાનમાં આવી છે.

એક ઈન્ટવ્યુમાં તેમણે ફિલ્મ ’ધ આર્ચીઝ’ વિશે વાત કરી અને અગસ્ત્યની પ્રશંસા કરતા કહ્યું કે આજકાલ આપણે માચો અને ટોક્સિક હીરોનો ટ્રેન્ડ જોઈ રહ્યા છીએ, પરંતુ અગસ્ત્ય નંદા એક નિર્દોષ હીરો છે, જે શોઓફની દુનિયાથી દૂર છે. દર્શકોએ બોબીના ઋષિ કપૂર પછી આટલો નિર્દોષ હીરો જોયો ન હતો. ૫૦ વર્ષ પહેલા ઋષિના ડેબ્યૂ પછી અગસ્ત્ય નંદા એક ચળકતી પ્રતિભા છે. તમામ યુવક-યુવતીઓને તે ખૂબ જ ગમશે, તેમ કહી તેમણે અગત્સયને સીધો રીષી કપૂર સાથે સરખાવી દીધો.

તેમણે એમ પણ કહ્યું કે ધ આર્ચીઝના પ્રીમિયરમાં મેં અગસ્ત્યની માતા શ્વેતા બચ્ચન નંદાને કહ્યું હતું કે તમારો પુત્ર સ્ટાર બનશે. દર્શકોએ છેલ્લા ૫૦ વર્ષથી અગસ્ત્ય જેવો હીરો જોયો નથી. આ વાત શ્ર્વેતા સહિત આખા પરિવારને મજા કરાવી દે તેવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button