મેટિની

આ બર્થ-ડે વુમન આજ કાલ શું કરે છે?

પ્રાસંગિક -નિધિ ભટ્ટ

ગઈકાલે જે અભિનેત્રીનો જન્મદિવસ છે તે આજની પેઢી માટે જાણીતી નથી કારણ કે તેણે ઘણા સમયથી બોલીવૂડને અલવિદા કહી દીધું છે અને વિદેશ જઈને સેટલ થઈ છે. તે પાછી નથી આવી કે નથી કોઈ રિયાલિટી શોની જજ બની કે કોઈ નાની મોટી ભૂમિકા તેણે તાજેતરમાં ભજવી નથી. એકાદ વર્ષ પહેલા તે એક રિયાલિટી શોમાં ગેસ્ટ તરીકે આવી હતી અને ત્યારે તેના પર ફિલ્માવેલા ગીતોને યાદ કરી લોકોએ ૮૦-૯૦ના દાયકાની આ અભિનેત્રીને યાદ કરી હતી. આ અભિનેત્રી એટલે હિન્દી ફિલ્મની એક ખૂબ જ બહેતરીન ફિલ્મ દામિની આપનારી મિનાક્ષી શેષાદ્રી.

૧૬ નવેમ્બરના રોજ તેનો જન્મદિવસ હતા.ે તે ૬૦ વર્ષની થઈ ચૂકી છે. અભિનેતા મનોજ કુમાર સાથે પેન્ટર બાબુથી શરૂઆત કરનારી મિનાક્ષીનું મૂળ નામ શશીકલા હતું. તે બદલી તેણે મિનાક્ષી કર્યું. જોકે તેને ઓળખ મળી સુભાષ ઘઈની ફિલ્મ હીરોથી. તે બાદ તેણે મેરી જંગ, શહેનશાહ, બડે ઘર કી બેટી, આવારગી, ગંગા જમના સરસ્વતી, ઘાતક જેવી ઘણી ફિલ્મો આપી. જોકે તેનું નામ સાંભળતા સૌને બળાત્કાર જેવા ગુના પર બનેલી ખૂબ જ સંવેદનશીલ ફિલ્મ દામિની યાદ આવી જાય. આ દામિનીના ડિરેક્ટર રાજકુમાર સંતોષી અને મિનાક્ષીના સંબંધો અને તેમની સમજદારી વિશે તમને જણાવીએ. મિનાક્ષીએ ઘણા વર્ષો બાદ આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું. આ બન્નેના અફેરની ચર્ચાઓ ચાલી રહી હતી અને તેઓ લગ્ન કરી લેશે તેમ મનવામા આવતું હતું. આ બધા વચ્ચે તેમની દામિની ફિલ્મ આવી ને ખૂબ ચાલી.

બન્નેએ નક્કી કર્યું કે તેઓ આ વિશે જાહેરમાં કોઈ ટીપ્પણી નહીં કરે. આ વચ્ચે થોડી સમસ્યાઓ પણ આવી, પરંતુ બન્નેએ મૌન સેવ્યું. એટલું જ નહીં આ ફિલ્મ બાદ બન્નેએ ઘાયલ અને ઘાતક ફિલ્મમાં સાથે કામ પણ કર્યું. જોકે આ તમામ દિવસો દરમિયાન તેઓ પોતાના સંબંધો વિશે ક્યાંય કઈ બોલ્યા નહીં. તે બાદ ૧૯૯૫માં મિનાક્ષીએ હરેશ મૈસૂર નામના ઈન્વેસ્ટર સાથે લગ્ન કર્યા અને તે અમેરિકામાં ઠરીઠામ થઈ ગઈ અને રાજકુમારે પણ મનાલી નામની એક મહિલા સાથે લગ્ન કર્યા. મિનાક્ષી ઓડિસી, ભારતનાટ્યમ અને કથક એમ ત્રણ નૃત્યોમાં પારંગત હતી અને તેણે અમેરિકામાં પોતાની ડાન્સ એકેડમી
ખોલી છે.

૬૦ વર્ષની મિનાક્ષી ઘણી બદલાયેલી છતા જાજરમાન લાગે છે.

તેને જન્મદિવસની શુભેચ્છા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button