ફિલ્મ ‘જોધા-અકબર’ને બિરબલ સાથે શું લાગેવળગે ?!
ફિલ્મનામા -નરેશ શાહ
શાહરૂખ ખાને અશોકાનું કિરદાર ભજવતી વખતે યાદ રાખેલું કે…
ત્રણ-ત્રણ નેશનલ એવોર્ડ મેળવી ચૂકેલાં મધુર ભંડારકર પોતાની ફિલ્મોના ઓથેન્ટિક એટમોસ્ફિયર માટે હંમેશાં વખણાયા છે. ‘ટ્રાફિક સિગ્નલ’નો ધબકતો ચોક હોય કે ફેશન ઈન્ડસ્ટ્રીઝનું ચળક્તું
ગ્લેમર હોય કે ચાંદનીબારનો ડાન્સ ફલોર હોય….. કોર્પોરેટ ફિલ્મ બનાવતી વખતે જો કે મધુરને જરા વધારે દિક્કત થઈ હતી, કારણકે કોર્પોરેટમાં નામ પ્રમાણે બધાના હાવભાવમાં, વાતચીતમાં અને
વસ્ત્રોમાં પૈસાનો ઠસ્સો અને સફળતાનું ગુમાન છલકાવું જોઈએ અને એટલે જ આ ફિલ્મના કોસ્ચ્યુમ ડિઝાઈનમાં એમને લાંબી ભેજાંમારી થઈ હતી….
સામાન્ય રીતે, ફિલ્મોના મેકિંગ જુઓ ત્યારે સમજાય કે એક ફિલ્મ બનાવવી એ એક કંપની ચલાવવા કરતાં અઘરું કામ છે. મધુર ભંડારકર ફિલ્મો ભલે ઈન્ટેન્સ, ગંભીર અને તીવ્રતાથી ભરપૂર બનાવે પણ શૂટિંગ વખતે આ માણસ સૌથી વધારે હળવાશથી કામ કરતો
હોય છે.
ઘણી વાર પડદા પર ન દેખાતી વાતો ફિલ્મોના મેકિંગમાંથી જાણવા મળતી હોય છે. ડીવીડીનો યુગ હતો ત્યાં સુધી તો અનેક ફિલ્મ મેકર ફિલ્મની સાથે તેનું મેકિંગ અને ડિલેટેડ સીન પણ મૂક્તા હતા.
હવે આવા ‘બિહાઈન્ડ ધ સીન’ યુ ટયુબ પર મૂકી દેવામાં આવે છે, પણ ફિલ્મોના મેકિંગ ઘણી વખત બોર કરનારા ય હોય છે.
દાખલા તરીકે, ઓમકારા વિશાલ ભારદ્વાજ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના પ્રથમ પાંચ પૈકીના ઉત્તમ ગણાય એવા સર્જક છે, પણ ઓમકારાના મેકિંગમાં તમને કશું જાણવા મળતું જ નથી.
અનિલ કપૂર અને ફિરોઝ ખાન (કૂરબાની ફિલ્મવાળા નહીં)ની ગાંધી, ‘માય ફાધર’ના મેકિંગમાંથી કમ સે કમ આપણને ખબર પડે
છે કે ફિલ્મમાં મહાત્મા ગાંધી બનનારા ગુજરાતી અદાકાર
દર્શન જરીવાલાને જોઈને અનિલ કપૂર ઠરી ગયો હતો. એણે ડિરેકટર
ફિરોઝ ખાનને પૂછયું કે, આ એકટરને લોકો ગાંધીજી તરીકે
સ્વીકારશે ખરાં?
જો કે અઢાર કિલો જેટલું વજન ઉતારીને દર્શન જરીવાલાએ
પરદા પર બહુ સરસ રીતે ગાંધીજીને પેશ ર્ક્યા હતા. બેશક,
ગાંધીજીના સમયકાળને આર્ટ ડિરેકટર નીતિન દેસાઈએ કેવી
રીતે સજીવ ર્ક્યો હતો એ વિષ્ો મેકિંગમાંથી તમને કશું જાણવા
મળતું નથી.
ખેર, ફિલ્મોમાં જૂનો સમય કે યુદ્ધના દૃશ્યો શૂટ કરવા સૌથી અઘરા છે. ટિકિટબારી પર ભપ્પ થઈ ગયેલી શાહરૂખ ખાનની ‘અશોકા’ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ આસામમાં કરાયું હતું,
પણ તેનાં યુદ્ધ દ્ર્શ્યો રાજસ્થાનમાં શૂટ થયા હતા. તમે ‘અશોકા’નું મેકિંગ જુઓ છો ત્યારે ખબર પડે છે કે ચાર હજાર લોકો,
પાંચસો ઘોડા, ઊંટ અને હાથી તેમજ તલવાર, બખ્તર જેવાં આયુધો સાથે લડાયેલું એ તોસ્તાન ફિલ્મી યુદ્ધ માત્ર ચાર દિવસમાં શૂટ
થયું હતું!
બાય ધી વે, હિન્દી ફિલ્મોમાં એકાદ આઈટમ સોંગનું
શૂટિંગ આઠ-દસ દિવસ ચાલે એ અતિ સામાન્ય વાત ગણાય
છે. ઘણી ફિલ્મોના મેકિંગની સાથે ડિલિટેડ સીન (કાપી નખાયેલાં દૃશ્યો) અને ગીત-સંગીતની પણ વિગતે વાત કરવામાં આવતી
હોય છે.
‘જોધા-અકબર’ ફિલ્મમાં બિરબલનાં દ્ર્શ્યો પણ શૂટ થયેલાં , પરંતુ એડિટિંગ ટેબલ પર કપાય ગયા હતા. ભવ્ય ‘જોધા-અકબર’ જોઈ હોય તો એ ફિલ્મમાં બિરબલ જોવા મળતો નથી, પણ ડિલિટેડ સીનમાં આ મજેદાર દ્ર્શ્યો છે.
રબને બના દી જોડી’માં આવાં દશ મિનિટનાં દ્ર્ર્શ્યો છે અને ગીતકાર જયદીપ સાહની સમજાવે છે કે ‘ડાન્સ પે ચાન્સ માર લે’ ગીત કેમ લખાયું અને આવું શા માટે લખાયું. ફલોપ ‘બિલ્લો બાર્બર’માં પ્રિયદર્શન સમજાવે છે કે શા માટે ઈરફાન ખાન વખતે ગામડું
અને શાહરૂખ ખાન વખતે ફિલ્મમાં ભારોભાર ગ્લેમર છાંટવામાં
આવ્યું છે.
અને ‘ગઝની’ માં શરીરને એઈટ પેક શેઈપ આપવા માટે આમીર ખાને કેટલી આકરી મજૂરી કરી છે એ જાણવું હોય તો એ
ફિલ્મના મેકિંગમાં આમીર ખાને એઈટ પેક કરવા માટે કરાયેલા વર્કઆઉટને દેખાડવામાં આવ્યું છે. ‘ધૂમ’ અને: જ્હોની ગદાર ફિલ્મના મેકિંગમાં તો તેના ઓલટરનેટિવ એન્ડ (વૈકલ્પિક અંત) પણ તમને જોવા મળે છે.
કેટલાંક મેકિંગમાં મૂવી અને પ્રોડકશન સ્ટીલ્સ (ફોટોગ્રાફ) પણ મૂક્વામાં આવે છે પણ… ફિલ્મોના મેકિંગ માત્ર મનોરંજન માટે હોય છે એવું માનવું ભૂલભરેલું છે. મેકિંગ જોવાથી અને જુદા જુદા મેકિંગ જોવાથી ફિલ્મ વિશેની દર્શકોની સમજણ પણ વધતી હોય છે.
સેમ્પલ તરીકે, શાહરૂખ ખાનની ‘અશોકા’ ફિલ્મ લો, આ ફિલ્મ હીટ નહોતી પણ પોતે અશોકા (સમ્રાટ અશોક) ને કેવી રીતે આત્મસાત ર્ક્યો છે એ સમજાવતાં શાહરૂખ ખાન કહે છે કે, સમ્રાટ અશોકમાં બાળક જેવી હઠ, આગ્રહ, અધિકારભાવ અને નિર્દોષ્ાતા તેમજ સંવેદનશીલતા પણ હતી. એ બધું જ તમને (મેં ભજવેલા) અશોકામાં દેખાશે.
આમ ફિલ્મોનું મેકિંગ એક યા બીજી રીતે પાઠશાળાનું કામ પણ કરે છે. આવા મેકિંગ અને ફિલ્મો જોઈને જ સાજીદ ખાન (હેય બેબી) ડિરેકટર બન્યો છે તેમ મેકિંગ જોવાથી આપણે સારા પ્રેક્ષક તો જરૂર બની જ શકીએ એની ગેરન્ટી.