મેટિની

ઇન્ટરનેશનલ ફિલ્મ એવોર્ડ બૉલિવુડ મૂક દર્શક કેમ?

વિશેષ – ડી. જે. નંદન

ગત્ત 18 ફેબ્રુઆરી 2024ના રોજ લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં 77મા બ્રિટિશ એકેડમી ફિલ્મ એવોર્ડ્સ (બાફ્ટા)ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે અને હંમેશાની જેમ બોલિવૂડ તાળીઓ પાડનાર દર્શકોની લાઇનમાં જ રહ્યું હતુ. જોકે, ફંક્શનમાં હાજર દીપિકા પાદુકોણને લાઇમલાઇટ મળી પરંતુ વિજેતા તરીકે નહી પરંતુ ફંક્શનમાં હાજર સુંદર મહેમાન તરીકે મળી હતી. પ્રથમ બાફ્ટા એવોર્ડ સમારોહ 1949ના રોજ આયોજી કરવામાં આવ્યો હતો ત્યારથી લઇને અત્યાર સુધી અપવાદ સ્વપે એ ચાર ભારતીયો સિવાય હજુ સુધી કોઇ કલાકારે બોલિવૂડ ફિલ્મોમાં કામ કરીને આ એવોર્ડ જીત્યો નથી. એ ચાર ભારતીયોએ બ્રિટિશ અથવા હોલિવૂડ ફિલ્મોમાં કામ કરીને આ એવોર્ડ જીત્યા હતા.
અત્યાર સુધીમાં જે ચાર ભારતીયોએ આ એવોર્ડ મળ્યો છે તેમાં પ્રથમ નામ રોહિણી હટ્ટંગડીનું નામ છે જેણે વર્ષ 1982માં 36મા બાફ્ટા એવોર્ડ દરમિયાન રિચર્ડ એડનબરોની ફિલ્મ ગાંધી’માં બેસ્ટ સપોટિગ એક્ટે્રસની ભૂમિકા નિભાવવા માટે આ એવોર્ડ મળ્યો હતો. બીજો જે ભારતીયને આ પુરસ્કાર મળ્યો છે તેનું નામ શેખર કપૂર છે. વર્ષ 1998માં 52મા બાફ્ટા એવોર્ડ દરમિયાન શેખર કપૂરને ફિલ્મ એલિઝાબેથ’ માટે આઉટ સ્ટેન્ડિંગ બ્રિટિશ ફિલ્મ કેટેગરી હેઠળ મળ્યો હતો. તે સિવાય વર્ષ 2008માં 62મા બાફ્ટા એવોર્ડ દરમિયાન ફિલ્મ સ્લમડોગ મિલિનિયર’ માટે રસૂલ પોકુટ્ટીને બેસ્ટ સાઉથ અને એઆર રહેમાનને બેસ્ટ ઓરિજનલ મ્યૂઝિક માટે આ એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ હજુ સુધી કોઇ ભારતીયનને આ પુરસ્કાર મળ્યો નથી. જોકે, વધુ 12 ફિલ્મો એવોર્ડ માટે નોમિનેટ જર થઇ હતી પરંતુ તેમાં સત્યજિત રેની પાંથેર પાંચાલી’, અપરાજિતો’, અપૂર સંસાર’, નરેશ બેદીની મેન ઇટિગ ટાઇગર, મીરા નાયરની ફિલ્મ સલામ બોમ્બે’, ફિલ્મ માનસૂન વેડિગ’, લીલા ભણશાલીની ફિલ્મ દેવદાસ’, રાકેશ ઓમપ્રકાશ મેહરાની રંગ દે બસંતી’, રિતેશ બતરા અને અનુરાગ કશ્યપની ધ લંચ બોક્સ’, આદર્શ ગૌરવની ધ વ્હાઇટ ટાઇગર’ અને શૌનક સેન તથા અમન માનની ફિલ્મ આલ ડેથ બ્રીથ્સ’ માટે નોમિનેશન મળ્યું હતું.
જ્યાં સુધી આ વર્ષના બાફ્ટા એવોર્ડની વાત કરીએ તો સાત બાફ્ટા એવોર્ડ ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ ઓપેનહાઇમર’ને મળ્યા છે. જેમાં ક્રિસ્ટોફર નોલનને બેસ્ટ ડિરેક્ટર, કિલિયન મર્ફીને બેસ્ટ એક્ટર,
રોબર્ટ ડાઉની જૂનિયરને બેસ્ટ સપોટિગ એક્ટર માટે નવાજવામાં આવ્યા હતા. ઓપનહાઇમર બાદ ફિલ્મ પુઅર થિંગ્સને પાંચ એવોર્ડ મળ્યા છે. જેમાં એમ્મા સ્ટોનને બેસ્ટ એક્ટે્રસનો એવોર્ડ મળ્યો હતો. પુઅર થિંગ્સને 11 કેટેગરી માટે નોમિનેશન મળ્યું હતું. બાફ્ટાને દુનિયાના ચાર સૌથી મહત્વપૂર્ણ એવોર્ડ્સ ગણવામાં આવે છે જેમાં બોલિવૂડ એક્ટે્રસ સાડીઓ પહેરીને સામેલ તો થાય છે પરંતુ ઓસ્કર એવોર્ડની જેમ આ ફિલ્મ એવોર્ડ સમારોહમાં ભારતીય કલાકારો ફક્ત દર્શકોની શોભા વધારે છે. સવાલ એ છે કે આખરે ભારતીય ફિલ્મો અને ભારતીય કલાકારોને બાફ્ટા કે ઓસ્કર એવોર્ડ કેમ મળતા નથી.
ભારત માટે ઓસ્કર એવોર્ડ મેળવવો હંમેશા સપનું રહ્યું છે. અત્યાર સુધી જે ઓસ્કર એવોર્ડ આપણને મળ્યા હતા. તે સત્યજિત રે જેવા નિર્દેશકને તેમના આખા જીવનના કામને સન્માનિત કરવા માટે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે અથવા એઆર રહેમાન અને ગુલઝારને બ્રિટિશ ફિલ્મ સ્લમડોગ મિલેનિયર માટે મળ્યો છે. અત્યાર સુધી ઇતિહાસમાં 95થી વધુ ઓસ્કર એવોર્ડ સમારોહમાં ભારતીયોને તેના મૂળ કામ અને ભારતની કોઇ પણ ફિલ્મ માટે ગયા વર્ષે ફક્ત બે પુરસ્કાર મળ્યા હતા.જેમાં કાર્તિકી ગોસ્લાવ્સ અને પ્રોડ્યુસર ગુનીત મોંગાની ફિલ્મ ધ એલિફેન્ટ વ્હીસ્પરર્સને શોર્ટ ડોક્યુમેન્ટરી કેટેગરીમાં અને એસએસ રાજામૌલીની તેલુગુ ફિલ્મ આરઆરઆરના ગીત નાટુ, નાટુ, નાટુ માટે ઓરિજનલ ગીત કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો. 1957થી લઇને અત્યાર સુધીમાં ભારતમાં બનેલી કોઇ ભારતીય ફિલ્મને આ એવોર્ડ મળ્યો નથી. હા અત્યાર સુધીમાં 54થી વધુ ફિલ્મો મોકલી છે જેમાં સૌ પ્રથમ મધર ઇન્ડિયા હતી જે એવી ભારતીય ફિલ્મ હતી જે બેસ્ટ ફોરેન ફિલ્મ કેટેગરીના અંતિમ નંબરે પહોંચી હતી.
ત્યાર બાદ મીરા નાયરની સલામ બોમ્બે’ અને આશુતોષ ગોવારિકરની ફિલ્મ લગાન’ જ અહી સુધી પહોંચી શકી છે નહી તો કોઇ ફિલ્મ ઓસ્કર એવોર્ડ જીતવાનું તો દૂર અંતિમ ક્રમ સુધી પહોંચી શકી પણ નથી. વર્ષ 1958મા ફિલ્મ મધર ઇન્ડિયાને બેસ્ટ ફોરેન લેગ્વેન્જ ફિલ્મ કેટેગરીમાં ફક્ત એક મતથી ઇટાલીના ફિલ્મકાર ફેડરિકો ફેલિનીની ફિલ્મ નાઇટ્સ ઓફ કેબિરિયા’એ પછાડી હતી. આ જ રીતે 1989માં મીરા નાયરની ફિલ્મ સલામ બોમ્બેને ડેન્માર્કના વિલે આગસ્ટની ફિલ્મ પેલે ધ કંક્વેરર’ અને વર્ષ 2002માં આશુતોષ ગોવારિકર અને આમિર ખાનની ફિલ્મ લગાન’ને સર્બિયાના ડેનિસ તેનોવિકની ફિલ્મ નો મેન્સ લેન્ડે’ પછાડી હતી. આ રીતે અત્યાર સુધી બોલિવૂડની કોઇ ઓજિનલ ફિલ્મને ઓસ્કર એવોર્ડ મળ્યો નથી.
વર્ષ 1983માં ફિલ્મ ગાંધી’ માટે જર ભાનુ અથૈયાને કોચ્યુમ ડિઝાઇન માટે અને બાદમાં વર્ષ 2009માં રિચર્ડ એડનબરોની ફિલ્મ સ્લમડોગ મિલેનિયર માટે ગુલઝાર, રહમાન અને રસૂલ પોકુટ્ટીને ઓસ્કર એવોર્ડ મળ્યા પરંતુ જોવામાં આવે તો આ પુરી રીતે ભારતીય પ્રતિભાને સન્માન કરતા એવોર્ડ નથી કારણ કે તેમાં કોઇના કોઇ વિદેશી કોઇના કોઇ પમાં સામેલ છે અને જે ભારતીયોને સન્માનિત કરવામાં આવ્યા છે તેમાં સત્યજિત રેની કોઇ ફિલ્મને નહી પરંતુ એક રીતે સાંત્વના એવોર્ડ આપવામાં આવ્યો હતો. સવાલ એ છે કે આખરે ભારતીયોને ફિલ્મોના વૈશ્વિક એવોર્ડ કેમ નથી મળતા? જો તમે ભારતીય કલાકારો સાથે વાત કરો છો તો તે આનું કારણ ભેદભાવ બતાવશે પરંતુ જો ભેદભાવ હોય તો તેમને ત્યારે કેમ એવોર્ડ મળે છે જ્યારે તેઓ કોઇ વિદેશી ફિલ્મનો હિસ્સો હોય છે. તેનો અર્થ એ છે કે તેમને એટલા માટે આ એવોર્ડ મળતા કારણ કે આ એવોર્ડમાં જે સ્તરની ઓરિજનલિટીની માંગ છે ક્નટેન્ટના સ્તર પર આ ઓરિજનલિટી ભારતીય ફિલ્મો આપી શકતી નથી. આ સંબંધમાં ચોક્કસ પર વિચાર કરવો જોઇએ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત