મેટિની

વેર વિખેર

પ્રકરણ – 8

કિરણ રાયવડેરા

ફરક છે મિસ… ફરક છે….આપણાં બંનેના નિર્ણય વચ્ચે ઘણો તફાવત છે. જિંદગી તમારી આગળ ચાલે છે, જ્યારે મારી જિંદગી મારી પાછળ રહી ગઈ છે. મેં મારા હિસ્સાનું જીવી લીધું , જ્યારે તમે તો હજી જીવવાની શરૂઆત કરી છે..!

`કાકુ, મારે પહેલાં આત્મહત્યા કરવી છે!’
યુવતીના આ શબ્દો કાને અફળાતા જગમોહન દીવાનને એવો જબરો આંચકો લાગ્યો કે એ જાણે ચક્કર ખાઈને પડી જશે.

આજે શું થવા બેઠું છે! જે મળે છે એ આપઘાતની કાં તો વાત કર છે અથવા આપઘાત કરવા નીકળી પડ્યા છે.
એ પોતે મરવા નીકળ્યો હતો અને હવે આ અજાણી છોકરી જીદ લઈને બેઠી છે કે એ જીવન ટૂંકાવી દેવા માગે છે ! . પોત્તે મરવાનો નિર્ણય કર્યો છે ત્યારથી મોત એક યા બીજી રીતે પાછળ ઠેલાતું રહે છે.

શુભ કાર્યમાં સો વિઘ્નો આવે એવું સાંભળ્યું હતું પણ, પણ અશુભ કાર્યમાં? આત્મહત્યાને તો અશુભ કાર્ય જ ગણાય ને!
ટે્રન જગમોહનની અડોઅડ આવીને ઊભી રહી ગઈ. એ છોકરીએ હજી જગમોહનનું બાવડું પકડી રાખ્યું હતું.
`લ્યો…મિસ પહેલે મૈં…પહેલે મૈં.. કરતાં આપણે બંને ટે્રન ચૂકી ગયાં…’ થોડી ખીજ અને થોડા રોષ સાથે જગમોહને કટાક્ષ કર્યો.
પેલી યુવતી આંખના ખૂણામાંથી પડું પડું થતાં આંસુને આંગળીથી અટકાવીને ક્ષોભપૂર્વક હસી પડી. ટે્રનથી ચડતાં-ઊતરતાં યાત્રાવાળુઓ બંનેને ધક્કે ચડાવતાં ગયાં.

જરા પાછળ ખસો... આ લોકો આપણને ધક્કો મારીને નીચે ફેંકી દેશે. મારે મરવું તો છે, પણ હું મરીશ મારી ઈચ્છાથી. ભીડમાં બેવકૂફની જેમ કચડાઈને મરવા નથી માગતો.' કહીને જગમોહને પેલી યુવતીને પાછળ હડસેલી. માફ કરજો કાકુ, મેં તમારો કાર્યક્રમ ડિસ્ટર્બ કર્યો.’ પેલીએ પાછળ ખસતાં કહ્યું.
બંને એક થાંભલા પાસે ઊભાં રહી ગયા. મને તો એવું લાગે છે જાણે આપણે કોમન બાથમની બહાર લાઈન લગાવીનેપહેલાં હું જઈશ’ની રઢ લેતાં હોઈએ.’ જગમોહન હજી ધૂંઆપૂંઆ થતો હતો.

`સોરી, વેરી સોરી… કાકુ, પણ સાચું કહું છું, તમે પહેલાં આત્મહત્યા કરી લેત તો મારો ચાન્સ બે-ત્રણ કલાકે આવત. કદાચ વધારે સમય પણ લાગત. અને હવે હું હવે એક મિનિટ પણ જીવતી રહેવા નથી માંગતી.’ છોકરી થાંભલાને અઢેલીને બોલી.

જગમોહને પાછળ જોયું. ટે્રન એક આંચકા સાથે શ થઈ અને જોતજોતામાં તો પ્લેટફોર્મ છોડીને આંખ સામેથી ઓઝલ થઈ ગઈ. ટે્રનનો અવાજ શમી જતાં પ્લેટફોર્મ પરનો ઘોઘાંટ પણ ઓસરવા લાગ્યો.
`તમે એક મિનિટ પણ જીવવા નથી માંગતા પણ બીજી ટે્રન હવે પંદર મિનિટ પછી આવશે. ત્યાં સુધી તો જીવવું પડશે. રાઈટ?’ જગમોહન બોલ્યો.

જગમોહનને સમજાતું નહોતું કે એને છોકરી પર સહાનુભૂતિની થવી જોઈએ કે ગુસ્સો ચડવો જોઈએ?
કેટલા અધિકારથી એણે જગમોહનનું બાવડું પકડીને એને કૂદતાં અટકાવી દીધો હતો. મજાની વાત તો એ હતી કે એને કેમ ખબર પડી કે પોતે- જગમોહન આત્મહત્યા કરવાની પેરવીમાં હતો.

કદાચ બંને સમદુ:ખિયાં હતાં એટલે એકબીજાની હરકત બરાબર પીછાણી શકતાં હશે, પણ તો પછી જગમોહન કેમ સમજી શકતો નથી કે એ છોકરી શું કરવા માંગે છે? હજી એનો ચહેરો રડમશ લાગતો હતો. આંખ લાલ થઈ ચૂકી હતી પણ ચહેરા પર સુખી ઘરના બાળકોના ચહેરા પર હોય એવી ચમક અને તેજ વાર્તાતાં હતાં.

આ નિર્દોષ બાળકીને એવું શું દુ:ખ આવી પડ્યું કે એ એક મિનિટ પણ જીવવા નથી માંગતી! એને કુતૂહલ થયું.
રહેવા દેજે જગમોહન, તું તારી મુસીબતોનો ઉકેલ નથી લાવી શક્યો અને હવે બીજાના પ્રોબ્લેમ જાણવાની જિજ્ઞાસા તારા જ માટે ભારપે બની જશે…’ જગમોહને એના મનને ટપાર્યું.
`હા’ તમારી વાત સાચી છે, ગમે કે ન ગમે પંદર મિનિટ તો જીવવું જ પડશે!’ પેલીએ નિસાસો નાખ્યો.

મિસ...તમને કેવી રીતે ખબર પડી કે હું ટે્રક પર કૂદી પડવાનો પ્લાન બનાવતો હતો?' જગમોહનથી કુતૂહલવશ પુછાઈ ગયું. સિમપ્લ, કાકુ વેરી સિમપ્લ, તમે જે રીતે મનોમન તૈયારી કરતા હતા હું પણ એ જ રીતે હિંમત એકઠી કરવામાં ગુંથાયેલી હતી. વાસ્તવમાં તમને જોઈને મને ડર લાગ્યો કે, આ વ્યક્તિ મારા પ્લાનને અપસેટ કરશે.’ છોકરી એટલી સહજતાથી વાત કરતી હતી જાણે કોઈ ફિલ્મ જોવાના પ્રોગ્રામની ચર્ચા કરતી હોય.

`પ્રોગ્રામ તો તમે મારો બગાડી નાખ્યો. હું અહીં પહેલાં આવ્યો હતો એટલે પહેલો હક મારો બનતો હતો.’ જગમોહન પણ એટલી જ સ્વભાવિકતાથી વાત કરતો હતો. હવે જ્યારે ખતમ થવાનો નિશ્ચય કરી નાખ્યો છે તો પછી મન પર નાહકનો ભાર શા માટે રાખવો? શા માટે હળવા થઈને મોતને ન ભેટવું, એકદમ રિલેક્સ થઈને? પંદર મિનિટમાં શું ખાટુંમોળું થઈ જવાનું છે?

હક તમારો બનતો હતો એ વાત સાચી, પણ મેં તો માત્ર રિકવેસ્ટ કરી હતી. તમને જોઈને લાગ્યું કે તમે ભલા માણસ છો.' યુવતીએ કપાળ પર વારંવાર સરકી આવતી લટને હથેળીથી પાછળ ખસેડતાં કહ્યું. આ છોકરીમાં કંઈક ગજબનું આકર્ષણ અને ખેંચાણ છે, એ ચોક્કસ. જગમોહને વિચાર્યું પણ હવે કોઈ પણ આકર્ષક લાગતા ચહેરાની પાછળની જિંદગીમાં ડોકિયું નથી કરવું. હવે ખૂબ જ મોડું થઈ ગયું છે. હવે કોઈ પ્રશ્નો નથી પૂછવા. કોઈ પણ પ્રકારની જિજ્ઞાસા એને નહીં પાલવે. દરેક આત્મહત્યા કરનારા માણસ ભલા જ હોય, દુષ્ટ માણસ આત્મહત્યા ન કરે, એ ખૂન કરવાનું વિચારે.’ જગમોહનના સ્વરમાં અજાણતાં કડવાશ ભળી ગઈ.

કોને ખબર કેમ પણ મને તો હંમેશા એમ જ લાગ્યું છે કે ભલા માણસો નહીં, પણ નબળા માણસો સમય પહેલાં મરવાનું પસંદ કરે’
એ છોકરી શઆતથી જગમોહનને આશ્ચર્ય પમાડતી હતી. આ છોકરી જેટલી દેખાય છે એટલી માસૂમ તો નથી એવું વિચારીને જગમોહને અનિચ્છાએ પ્રશ્ન પૂછી નાખ્યો :
`જાણો છો તો પછી શા માટે તમે નબળા બનો છો? શા માટે જીવનને પૂં કરી દેવા માંગો છો?’
પ્રશ્નો પૂછ્યા બાદ જગમોહનને લાગ્યું કે એ આદતવશ પેલી છોકરીના અંગત જીવનમાં ડોકિયું કરી રહ્યો હતો.

તમે પણ જીવનને પૂં કરવા જ નીકળ્યા છો ને!' પેલીએ સામે સવાલ કર્યો. હવે એ છોકરીની આંખમાં યાચના કે પરવશતા નહોતાં ઝલકાતાં. કદાચ જગમોહનને એમાં થોડી મસ્તી, થોડી શરારત દેખાતી હતી. ફરક છે મિસ… ફરક છે….આપણાં બંનેના નિર્ણય વચ્ચે ઘણો તફાવત છે. જિંદગી તમારી આગળ ચાલે છે, જ્યારે મારી જિંદગી મારી પાછળ રહી ગઈ છે. મેં મારા હિસ્સાનું જીવી લીધું , જ્યારે તમે તો હજી જીવવાની શઆત કરી છે.’ જગમોહન વાતચીતમાં ઘસાડતો રહ્યો.
`તમને કેવી રીતે ખબર પડી કે તમાં હજું કેટલું જીવન બચ્યું છે ? એ તો ઉપરવાળાનું કામ છે ને.’ પેલીના અવાજમાં સહેજ ઉગ્રતા પ્રવેશી ગઈ હતી..

એક મિનિટ...એક મિનિટ...મિસ,તમે થોડી વાર પહેલાં જ કહ્યું કે તમે એક મિનિટ પણ નથી જીવી શકતા અને હવે તમે જ ખુદકુશીને બદલે જિંદગીની તરફેણમાં બોલો છો. ઉપરવાળાના કામની એટલી જ ફિકર હોય તો પછી ઉપરાવાળાને એનું કામ કરવા દો. તમે શા માટે એનું કામ ઝડપથી પતાવી દેવાનો આગ્રહ રાખો છો?' ના, ના, મારો મરવાનો વિચાર તો એકદમ દૃઢ છે. માણસની સહનશક્તિ કરતાં પીડા વધી જાય ત્યારે આત્મહત્યા કરવાનો વિચાર આવે. મારા કેસમાં પણ કંઈક આવું જ બન્યું છે, પણ એનો અર્થ એ નથી કે હું નબળી છું અને ખોટી પણ છું.’ છોકરીના અવાજમાં ઘૂંટાતો આત્મવિશ્વાસ જગમોહનને સ્પર્શી ગયો.

કમાલ છો તમે… તમારા વિચારોમાં આટલી સ્પષ્ટતા છે, તમારા ખુદમાં આટલો આત્મવિશ્વાસ ભરેલો છે, સાચા-ખોટાનું જજમેન્ટ તમે લઈ શકો છો તો પછી તમારો પ્રોબ્લેમ ક્યાં છે? તમે મરવા શા માટે માંગો છો?’
જગમોહનને આ યુવતીમાં રસ પડવા લાગ્યો હતો. ગમે તે કહો, એના વ્યક્તિત્વમાં કંઈક એવું હતું કે જગમોહનને એની સાથે વાત કરવા ખેંચાયો હતો.
`થેન્ક યૂ, કાકુ. મારા અંગત જીવન વિશે
તમે મને નિખાલસભાવે પૂછી નાખ્યું એ એ મને ગમ્યું!’ પેલીએ ઉત્સાહમાં આવીને કહ્યું.
આ 22-23 વરસની છોકરી છે તો બુદ્ધિશાળી. મારા મનને એ પત્ર વાંચતી હોય એટલી સરળતાથી વાંચી લે છે. હું આપઘાત કરવાની પેરવીમાં હતો એ એણે મારા ચહેરા પરથી પારખી લીધું અને હવે હું એની અંગત વાતમાં મને જિજ્ઞાસા છે એ પણ જાણી ગઈ.

`તમે શિક્ષિકા છો!’ જગમોહને સહેજ અણગમાથી પૂછી નાખ્યું. હવે એને ડર લાગવા માંડ્યો હતો. પોતે આત્મહત્યા કરવા નીકળ્યો હતો અને આ છોકરી એની સામે ફિલસૂફી ડહોળી રહી હતી. એણે જોયું બીજી ટે્રન આવવામાં પાંચ-છ મિનિટ બાકી હતી.

નૈ... કાકુ, હું માસ્તરાણી નથી. અને સાંભળો, પાંચેક મિનિટ પછી બીજી ટે્રન આવવાની છે. હવે કેવી રીતે કરશું? આપણા પ્રોબ્લેમનો તોડ કેવી રીતે કાઢશું?' છોકરીએ ફરી એક વાર એના મનનો તાગ મેળવી લીધો હતો. જો છોકરી, હવે બહુ થયું. કોઈ એવો કાનૂન નથી કે બે માણસો એક સાથે આત્મહત્યા ન કરી શકે. તું પણ ઝંપલાવ, હું પણ કૂદી પડું છું. બંને છૂટા… બંને મુક્ત!’

જગમોહન થોડો અકળાયો હતો. હવે વધુ સમય બગાડવો પોષાય તેમ નથી. એક વાર આ સમય ચુકાઈ જશે તો ભગવાન જાણે મરવાનો વારો ફરી ક્યારે આવશે. બની શકે કે બીજી વાર એ ફરી મન મજબૂત ન કરી શકે અને પછી બાકીની જિંદગી અણગમતા માણસો વચ્ચે ધીમું ઝેર પીતા હોય તેમ જીવવી પડશે.
`હા, કાકુ, એ તો મને સૂઝ્યું જ નહીં. હવે તો આપણે એકમેકને ઓળખીએ છીએ. આપણી વચ્ચે કોઈ ક્નફ્યુઝન નથી. ચાલો, કૂદી પડીએ!’

છોકરી ગમ્મત કરી રહી હતી કે ગંભીર હતી એ કળવું મુશ્કેલ હતું.
આપણે બંને એકબીજાને ક્યાં ઓળખીએ છીએ? ચાલો, હું મારો પરિચય આપું.' જગમોહને છોકરી તરફ હસ્તધૂનન કરવા હાથ લંબાવ્યો: માં નામ જગમોહન દીવાન!’ સહેજ થોભીને એણ્ણે વાક્ય પૂં કરયું :
ને મને થયા 47..' છોકરીએ બંને હોથથી જગમોહન હાથ પકડી લીધો. એ પકડમાં ઉષ્મા હતી, નવા સંબંધની તાજગી હતી. કાકુ, તમાં નામ કેટલું સરસ છે.
એવું લાગે જાણે કોઈ મોટા ઈન્ડસ્ટ્રિયાલીસ્ટનું નામ હોય- જગમોહન દીવાન. ખેર, માં નામ છે ગાયત્રી-ગાયત્રી મહાજન. ઉંમર 23 વરસ. બાય ધ વે, કાકુ પણ તમે તમારા નામ સાથે ઉંમર કેમ જોડી?’ ગાયત્રીએ પૂછ્યું.

કારણ તો મને ખબર નથી પણ કદાચ એટલા માટે કે હું કેટલા વરસે મરવા જઈ રહ્યો છું એ કહેવા માટે હું ઉંમર બોલ્યો હોઈશ’ જગમોહને કબૂલ્યું.
`સાચી વાત છે કાકુ. આજે આપણે
બંને એવી ક્ષણે મળ્યાં છીએ જ્યારે આ સંદર્ભમાં આપણી ઉંમરને એક નવો જ અર્થ મળી રહે છે. તમે હવે 48 વરસના
નહીં થઈ શકો અને હું ચોવીસ સુધી નહીં પહોંચી શકું.’ (ક્રમશ:)ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button