મેટિની

ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-૬)

ગુનાની શરૂઆત એણે ખૂનથી જ કરી. નાસતા નાસતા એણે પોતાના ચાર સાથીઓને સાથે લીધા એક સાથી એના પરાક્રમની જાણ થયા બાદ હેતબાયો. એણે સાથે આવવાની આનાકાની કરી. બસ થઈ રહ્યું. ઝનૂને ચડેલા દિલાવરખાનની છૂરી બીજા ચોવીસ કલાક પૂરા થાય એ પહેલાં જ એ સાથીની છાતીમાં પુરેપૂરી ઊતરી ગઈ

કનુ ભગદેવ

વાસ્તવમાં પ્રીતિ સાથે મીની હોલમાં બેસીને મેં જે કંઇ જોયું હતુંતે કોઇ બ્લ્યુ ફિલ્મ નહોતી. પરંતુ ઋઢ હતું. એ ટુ-વે-મીરર (બન્ને તરફથી જોઇ શકાય એવા કાચવાળો અરીસા)ની કરામત હતી, જે કંઇ અમે જોયું, એ અમારી સામે નહિ, પણ કાચની દીવાલ પાછળનું ઋઢ જોયું હતું એ નાટક સાચેસાચ સ્ટેજની પાછળની કમરામાં ભજવાતું હતું અને તેનું પ્રતિબિંબ ટુ-વે-મિરરમાં પાસ કરીને દર્શકોને બનાવવામાં આવતું હતું, એ બીચારી માસૂમ યુવતીને સ્વપ્ને ય કલ્પના નહિ હોય કે પોતાની પ્રત્યેક હિલચાલને, પોતાના વસ્ત્રહીન દેહને એકસ થે લગભગ ૪૦ જેટલી આંખો ચુપચાપ, ચોરીછૂપીથી તાકી રહી છે. મારી સામે પણ એમ જ કરવામાં આવ્યું હતું, મારી તથા પ્રીતિની પણ પ્રત્યેક ગતિવિધિ પ્રત્યેક હિલચાલ આ રીતે ટુ-વે-મિરરમાં પાસ કરીને મીની હાલમાં બેઠેલા સજજનો સમક્ષ રજૂ કરવામાં આવી હશે.

હે ભગવાન…! પત્રમાં બીજી કોઇ જ વાત નહોતી. પરંતુ બે દિવસ પછી ફીયાન્સી પર એક ગુમનામ ફોન આવ્યો. ફોન કરનારે પચાસ હજાર રૂપિયાની માગણી કરી. સાથે જ એણે ધમકી આપી કે જો એને રૂપિયા નહિ મળે તો તસવીરની બીજી નકલો મારી દુકાનમાં. ઓફિસમાં તેમ જ મારા ઘરમાં ફેંકી દેવામાં આવે.

મને આખી પૃથ્વી ગોળ ગોળ ફરતી લાગી. મારું દિમાગ ચક્કર ખાતું હતું અને આંખો સામે કાળો ડીબાંગ અંધકાર છવાવા લાગ્યો માંડ-માંડ મેં સ્વસ્થતા પ્રાપ્ત કરી. મેં અનિચ્છાએ રકમ આપવાનો સ્વીકાર કર્યો. ફોન કરનાર માનવીએ પચાસ હજાર રૂપિયાની જૂની નોટો, બધી જ દસ દસ રૂપિયાવાળી હોવી જોઇએ એવી સૂચના આપી. એના હુકમ પ્રમાણે બીજે દિવસે રાત્રે નવવાગ્યે એક નાની બેગમાં રકમ ભરીને વાંદરાની ખાડી પર રેલવે પુલ નજીક મૂકી આવ્યો. બેગ મૂક્યો પછી મારે ચુપચાપ, પાછળ જોયા વગર ચાલ્યા જવાનું હતું. પોલીસને ખબર આપવાથી પરિણામ ખતરનાક આવશે. એવી ધમકી પણ એણે મને આપી હતી, અને મારા દોસ્ત બમનજી! આ રીતે છેલ્લાં દોઢ વર્ષથી દર મહિને હું એ બ્લેકમેઇલરને દસ દસ હજાર રૂપિયા તેની માગણી પ્રમાણે આપતો આવ્યો છું. અત્યાર સુધીમાં હું તેને બે લાખ રૂપિયા આપી ચૂક્યો છું. હવે હું મૂળ મુદ્દાની વાત પર આવું છું. પરમ દિવસે એ જ અવાજ વાળો ફોન આવ્યો. આ વખતે એણે રૂપિયાની નહિ, પણ મારી પુત્રીની માગણી કરી. હું એના કહેવાનો અર્થ સમજી ગયો. મેં ફોન પર ખૂબ ધમપછાડા માર્યા. પરંતુ એ નફટાઇથી હસતો રહ્યો, અને મને કહ્યું, ‘પ્રીતિ પણ તમારી પુત્રીની ઉંમર જેટલી જ હતી… શેઠ જાનકીદાસ! કાં તો તમારી પુત્રીને ચુપચાપ અમને સોંપી દો, અથવા તો પછી બેઇજજતી માટે તૈયાર થાઓ. યાદ રાખો પોતાની જ ઉંમરની એક યુવતીને તસવીરમાં તમારી સાથે કઢંગી હાલતમાં જો તમારી પુત્રી જુએ તો તેના પર શું અને કેવી અસર થશે?’

મેં એની પાસે વિચારવા માટે પંદર દિવસનો સમય માગ્યો. એણે મને પાંચ દિવસનો સમય આપ્યો. મારા મગજમાં એક પ્લાન ઘડાઇ ચૂક્યો હતો. એ રાત્રે મેં મારા મોટા પુત્રને બોલાવ્યો. મારા ખંડના દ્વાર સાઉન્ડપ્રુફ હતા અને અમારા બે સિવાય કોઇ જ નહોતું. મેં હૈયુ મજબૂત કરીને, માંડ માંડ બની શકે એટલી તેની મર્યાદા સાચવીને મારી પોઝીશન અંગે સાચી સ્થિતિથી વાકેફગાર કર્યો અને તેને કહ્યું, ‘બેટા, સંસ્કૃતમાં પુત્ર સોળ વર્ષની વયે મિત્ર ગણવાનું લખ્યું છે. આજે તારી પાસે મારું મસ્તક શરમથી ઢળી પડે છે પણ…’ મારો પુત્ર સમજદાર હતો તે આખી વાત પામી ગયો. એણે મને આશ્ર્વાસન આપ્યું, રાતના ત્રણ વાગતા સુધીમાં અમે પ્લાન નક્કી કરી લીધો. પણ આપઘાત કરવાનો મેં જે પ્લાન બનાવ્યો હતો એ મેં તેનાથી છૂપો રાખ્યો હતો, બીજે દિવસે મારા તમામ સંતાનો અમેરિકા જવા માટે ઊપડી ગયા. ત્યાંની બૅન્કમાં મારા ઘણા નાણાં હતાં. ઉપરાંત અહીં ખાતેની તમામ મિલકત પણ મેં તેઓના નામે જ ચડાવી દીધી છે. મારી પાસે આ સિવાય બીજો કોઇ માર્ગ જ નહોતો. આમ તો તેઓ મારી પુત્રીનું અપહરણ પણ કરી શક્તા હતા. પરંતુ એ સ્થિતિમાં મામલો પોલીસ સુધી પહોંચે તેમ હતો અને તેઓ કદાચ તેમ નહોતા ઇચ્છતા. એટલે જ એમણે મારી પાસે આવી બેહૂદી માગણી કરી હતી, તેમના ગયા પછી મેં મારો માર્ગ નક્કી કરી લીધો અને એ મુજબ સૌ પહેલાં આ કાગળ તમને ખુલ્લાં હદયે લખું છું, ‘દોસ્ત બમનજી! તમે એ અડ્ડો શોધી કાઢો. નહીં તો ઘણાં માણસો મારી જેમ બરબાદ થઇ જશે. મારા મરી ગયા પછી ભલેને યેઅ. તસવીરોને ફાવે તેટલી સંખ્યામાં ફાવે તેને આપતા ફરે…!’
લિ. તમારો મિત્ર,
જાનકીદાસ


કહે છે કે શયતાન ખૂબ જ ભયંકર છે…પરંતુ આજ સુધી કોઈએ તેને નજરે જોયો હોવાનું સાંભળ્યું નથી. અલબત્ત શયતાનની શયતાનિયત તેમજ તેની બર્બરતાભરી ક્રૂરતા, ભયાનકતા અને એની દયાહીન પ્રવૃત્તિઓ વિષે ઘણી ઘણી વાર જોયું છે, સાંભળ્યું છે અને વાંચ્યું પણ છે. પરંતુ જેણે શયતાનને ન જોયો હોય તેણે એકવાર દિલાવરખાનને જોઈ લેવો જોઈએ. પ્રત્યક્ષ નહિ તો એની તસવીર જોઈ લેવી જોઈએ.

-દિલાવરખાન…! સાક્ષાત્ શયતાનની પ્રતિકૃતિ ધરાવતો એક ખતરનાક ડાકુ…!
છેલ્લાં આઠ વર્ષમાં એણે પોતાની શયતાનિયતભરી કામગીરીથી સારાએ દેશનાં અનેક ગામડાં અને મોટાં મોટાં શહેરોમાં કાળો કેર અને હાહાકાર મચાવ્યો હતો.

આ દિલાવરખાન અંગે ખૂબીની વાત તો એ છે કે તે ભણેલ-ગણેલ હતો પરંતુ મેટ્રીક પાસ કર્યા પછી કે કુસંગતનો ભોગ બની ગયો. કોલમ્બીયા કુાં.ની અંગ્રેજી મારફાડની ફિલ્મો જોવાનો એને ઘણો શોખ હતો. વોર્નર બ્રધર્સ, પેરમાઉન્ટ પિક્ચર્સ, અમેરિકા અને બ્રિટનમાં ઊતરેલી, ખતરનાક મારામારીથી ભરપુર તેમ જ વેસ્ટર્ન ફિલ્મો જોવાનું એ કદાપિ ચૂકતો નહિ. આવી મારફાડની ફિલ્મો જોવાને કારણે એનું માથું ભમી ગયું, અને તે પોતાની જાતને સુધરેલો ડાકુ જ માનવા લાગ્યો.

એનો જન્મ જબલપુરમાં થયો હતો. મા-બાપ બચપણમાં જ મરી પરવર્યાં હતાં અને પોતાના એકના એક કાકાને ત્યાં રહીને એ જબલપુરમાં જ મોટો થયો હતો.

બાવીસ વર્ષની વયે, એણે પોતાના બાપદાદાની મિલકત અંગે કાકા સાથે ઝઘડો કર્યો, વાત વણસી ગઈઘ અને ધોળે દિવસે બપોરે એક વાગ્યે એણે કાકાનાં ફેફસામાં પાંચ ઈંચની ફણાવાળી ધારદાર છૂરી જરાએ દયા દાખવ્યા વગર એક જ ઘાએ પૂરેપૂરી ઉતારી દીધી. ફેફસું ચિરાઈ ગયું. પીડાની ચીસ ગળામાં જ ઘૂંટાઈ ગઈ, અને લોહીનો ધોધ છૂટ્યો. બે-ત્રણ મિનિટમાં એ કમનસીબ માનવી પોતાના જ લોહીમાં તરફડિયાં મારતો આળોટયો અને પછી હંમેશને માટે શાંત થઈ ગયો. નજર સામે લોહીનો ધોધ જોઈને દિલાવરખાનને ગભરાટને બદલે એક જાતનો અવર્ણનીય આનંદ થયો. એની આંખો કોઈક અજ્ઞાત તૃપ્તિથી ચમકી ઊઠી. ત્યારબાદ એ ઘર છોડીને નાસી છૂટ્યો.

-આ એનો પહેલો ગુનો ગુનાની શરૂઆત એણે ખૂનથી જ કરી. નાસતા નાસતા એણે પોતાના ચાર સાથીઓને સાથે લીધા એક સાથી એના પરાક્રમની જાણ થયા બાદ હેતબાયો. એણે સાથે આવવાની આનાકાની કરી. બસ થઈ રહ્યું. ઝનૂને ચડેલા દિલાવરખાનની છૂરી બીજા ચોવીસ કલાક પૂરા થાય એ પહેલાં જ એ સાથીની છાતીમાં પુરેપૂરી ઊતરી ગઈ. એ જીવે છે કે મરી ગયો છે. એની પરવા કર્યા વગર તે પોતાના બાકીના ત્રણેય સાથીઓ સહિત ઘોડા ઉપર નાસી છૂટ્યો.

આ એનો બીજો ગુનો.

સાંજ પડતાં સુધી તેઓ ચારેય ધનેરાની ગીચ જંગલમાં પહોંચી ગયા. જબલપુરથી ધનેરા લગભગ સો કિલોમીટર દૂર હતું. ધનેરાનું જંગલ એકદમ ખોફનાક, ખતરનાક અને ગીચ હતું. વિકરાળ અજગર અને ઝેરી સર્પોથી ભરપૂર હતું. હિંસક પ્રાણીઓ પણ ત્યાં હતા. આથી ધોળે દિવસે કોઈ જ ત્યાં જવાની હિંમત નહોતું કરતું.

દિલાવરખાનના સાથીઓ પણ ગુનો કરવાની ટેવવાળા ભયંકર અને ગામના ઉતાર જેવા હતા. તેઓ અવારનવાર નાનીમોટી લૂંટો કરતા અને પછી થોડા દિવસો સુધી ધનેરાના આ વિકરાળ જંગલમાં ભરાઈ રહેતા. તેઓ ત્રણેય એટલા બધા ખતરનાક અને અનાડી હતા કે કોઈ પણ તેમની સામે ઊંચી આંગળી કરી શકતું નહિ. વાતવાતમાં તેઓ પિસ્તોલ કે છૂરીનો ઉપયોગ કરતા. ધનેરાના જંગલમાં એક કુદરતી ગુફામાં તેઓ આશરો લેતા. ક્યારેક જરૂર પડ્યે વધુ સમય સુધી ગુફામાં ભરાઈ રહેવું પડે તો કામ લાગે, એવી ગણતરીથી એઓએ ત્યાં રેશનની પણ વ્યવસ્થા કરી હતી…એના ત્રણ સાથીઓમાંથી એકનું નામ જાલમસિંહ હતું. જાલમસિંહ પણ ભણેલો ગણેલો હતો. કોઈપણ દેશની ચલણી નોટો બનાવવામાં એનો જોટો નહોતો. ખૂબ સિફતપૂર્વક તે નોટો લાવતો આબેહૂબ સાચી લાગે એવી નોટો તે તૈયાર કરી શકતો: અને એના જ્ઞાનનો લાભ દિલાવરખાને પણ લીધો, નોટોની ડિઝાઈન કેવી રીતે બનાવવી, તેમ જ એ માટેના કાગળો કેવી જાતના પસંદ કરવા, કેમ છાપવી, ઉપર નંબર કઈ પદ્ધતિથી છાપવા, વિ. નાનીમોટી તમામ વિગતો એણે શીખી લીધી.

ધનેરાના જંગલમાં આશરો લીધા પછી થોડી નાનીમોટી લૂંટો ચલાવ્યા બાદ એ વધુ પડતો સાહસિક અને આત્મવિશ્ર્વાસ ધરાવતો થઈ ગયો. કાકાના ખૂન પછી બીજા મહિને એણે એક જાન લૂંટી, જાનૈયાઓ તથા ખુદ વરરાજાએ એ ચારેય ડાકુઓનો સામનો કર્યો. દિલાવરખાનની પિસ્તોલમાંથી એક ગરમાગરમ ગોળી છૂટીને અરમાનભર્યા વરરાજાની છાતીમાં ઊતરી ગઈ…એ ત્યાં જ ળી પડ્યો જાનમાં ગભરાટ વ્યાપી ગયો. સામનો કરવાનું પડતું મૂકીને તેઓ સૌ આડાઅવળા થઈ ગયા અને એકમાત્ર કોડભરી, આશાભરી નવોઢા, પતિની લાશના મસ્તકને પોતાના ખોળે લઈને અવાચક સ્થિતિમાં બેસી પડી. પતિના અણધાર્યા મોતથી એ નારીને કારમો આઘાત લાગ્યો. અને તે પણ આઘાતના કારણે ત્યાં જ મૃત્યુ પામીને પતિના મસ્તક પર ઢળી પડી. અને આમ બે અરમાનભર્યાં હૈયાઓ નંદવાઈ ગયાં…
દિલાવરખાને ખોફનાક અટ્ટહાસ્ય કર્યું અને પછી મૃત પતિ-પત્નીના દેહ પરથી ભયંકર બેરહમી સાથે દાગીના ઉતારી લીધા.

જાનૈયાઓ થરથરતા હતા. કેટલાક આડાઅવળા ગઈ ગયા હતા અને ીઓ છાતીફાટ રૂદન કરતી હતી. વરરાજાની માએ આંસુ સાથે ઊભા થઈને દિલાવરખાનને શ્રાપ વચનો ઉચ્ચાર્યાં.

‘સાલી કમજાત છોકરી…! તું પણ લેતી જા! દિલાવરખાન બરાડ્યલ અને પછી એક ગોળી એ બાઈની છાતીમાં પણ પ્રવેશી ગઈ.

મધરાતનો સમય હતો. આમેય એ ગાડા માર્ગ હતો, અને તે જંગલલી બાજુમાંથી જ પસાર થયો હોવાના કારણે ત્યાં કોઈની અવરજવર નહોતી રહેતી.

મધરાતના ઘોર સન્નાટામાં એ ચુપચાપ વિસ્તાર છાતીફાટ રુદનથી ખળભળી ઊઠ્યો. આ માર્ગથી ઉત્તર દિશાએ, એકાદ કિલોમીટર દૂર આવેલા એક નાના ગામડામાં આ શોરબકોરનો હળવો ધ્વનિ ફેલાઈ ગયો. લોકો બેબાકળા બનીને જાગી ગયા. ગામના થોડાક જુવાનિયાઓ, બરછી, કુહાડી અને કડિયાળી ડાંગ સાથે કાલાહલ તરફ જવા લાગ્યા. બે ગામડિયાઓના એક એક હાથમાં મશાલો સળગતી હતી, અને તેના લાલચોળ પ્રકાશમાં તેઓ આગળ વધતા હતા. પરંતુ તેઓ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે નરાધમો પોતાનું કામ પૂરું કરીને પલાયન થઈ ગયા હતા.

ત્યાંનું ભયંકર દૃશ્ય જોઈને અબુધ, ભોલા-ભાલા ગામડિયાઓની છાતી ફાટી પડી. તેમણે તાબડતોબ ધીંગાણામાં છવાએલાઓજે જેમતેમ કરીને ગામ ભેગા કર્યા. પોલીસ પટેલને ફરિયાદ લખાવવામાં આવી, પોલીસ પટેલ તાબડતોબ પોતાના ઘોડા પર સવાર થઈને શહેરમાં જવા માટે રવાના થઈ ગયો.

બીજે દિવસે આ કમકમાટીભર્યા ખૂન અને લૂંટની વિગતો વર્તમાનપત્રોમાં પ્રગટ થઈ.

મધ્ય પ્રદેશની પોલીસ પૂરી સરગર્મીથી ચારેય આરોપીને શોધવા લાગી. ધનેરાનાં જંગલમાં ભરી બંદુકે લગભગ એકસો જેટલા પોલીસો ચાર ઈન્સ્પેક્ટરોની આગેવાની હેઠળ દાખલ થયા અને જંગલમાં ચારે તરફ ફેલાઈ ગયા તેઓએ ડાકુઓની ગુફા શોધી કાઢી પણ પંખીઓ ઊડી ગયાં હતાં.

કેટલાએ દિવસો સુધી એ ચારેય ડાકુઓની તસવીરો અખબારમાં પ્રગટ થતી રહી. અને પોલીસે એ લોકોને ગિરફતાર કરી શકાય એવી બાતમી આપવાને માટેનું પચાસ હજારનું ઈનામ જાહેર કર્યું પરંતુ વ્યર્થ…! તેઓનો પત્તો ક્યાંયથી ન લાગ્યો.

  • * *
    પોલીસની ભીંસ વધી હોવાથી એ ચારયને હવે ગુફામાં જવામાં સલામતી ન લાગી. લૂંટનો તમામ માલ એ લોકોએ એકઠો કરીને એક પોટલામાં બાંધી લીધો. જંગલની બીજી તરફ પહોંચીને તેઓ એક કાચઅ રસ્તા પર આવ્યા ત્યારે વહેલી સવારના ચાર વાગ્યા હતા. ચાલતાં ચાલતાં તેઓ રેલવે લાઈન પાસે આવી પહોંચ્યા. એમના સદ્ભાગ્યે સિગ્નલ ડાઉન નહિ હોવાના કારણે એક માલગાડી ગોકળગાયની ગતિએ ધીમે ધીમે આગળ વધતી હતી સુમસામ સન્નાટામાં અને ફેલાયેલા અંધકારમાં એ ચારેય માલગાડીના એક ઉઘાડા વેગનમાં ટપોટપ કરતા ચડી ગયા. વેગનમાં તેઓ લાંબા થઈને સૂઈ ગયા અને માલગાડીને સિગ્નલ કલીનર મળી જતાં તે ગતિમાં આવીને દોડવા લાગી.
  • * *
    એ આખો દિવસ તેઅ ચુપચાપ વેગનમાં જ પડ્યા રહ્યા…
    વચ્ચે કલાક-બે કલાકના અંતરે માલગાડી જુદા જુદા સ્ટેશને ઊભી પણ રહી. તેઓ જે વેગનમાં છુપાયા હતા ત્યાં કોઈ જ આવ્યું નહિ. માલગાડી પોતાની મજલ કાપતી આગળ વધતી રહી. રાત્રે બાર વાગ્યે તે વીજળિક રોશનથી ઝળહળતા એક જંકશન સ્ટેશનના વિશાળ પ્લેટફોર્મમાં આવીને થોભી, એ ચારેય ચુપકીથી પાછળની લાઈન પર ઊતરી ગયા અને લપાતા-છુપાતા ગાડી આવી હતી એ દિશામાં જવા લાગ્યા. થોડે દૂર જતાં જ શહેરનું સડકવાળું ફાટક આવ્યું. ચારેય બાજુના સાઈડડોરમાંથી બહાર નીકળીને સડક પર આવી ગયા અને ત્યાં ફાટક બંધ હોવાના કારણે લાઈનબંધ ઊભી રહી ગયેલી ટ્રકો તથા અન્ય વાહનોની આડમાં આગળ વધવા લાગ્યા. થોડે દૂર જતાં જ એમણે એક પબ્લિક પાર્ક જોયો. ચારેય ઊભા ઊભા ત્યાં મસલત કરી અને પછી સાંજે એક ચોક્કસ બેન્ચ પર ભેગાં થયું એ રીતે નક્કી કરીને ત્યાંથી છૂટા પડ્યા.

ચારેયે અલગ અલગ હેરકટીંગ સલુનોમાં જઈને દાઢી-મૂછ મૂંડાવી નાંખ્યાં, તૈયાર વો ખરીદ્યાં અને શહેરની સામાન્ય હોટલમાં આશરો લીધો.

ગામડિયો પહેરવેશ દૂર થયો હવે તેઓ શહેરી પોશાકમાં હતા. દાઢી-મૂછને બદલે ક્લીનશેવ ચહેરો હતો. બુશશર્ટ અને પેન્ટમાં તેઓ હવે તદ્દન જુદા જ લાગતા હતા.
એ દિવસે તેઓ ચારેય સાંજે એકઠા થયા
અને પછી એમ શાંત વિસ્તારમાં મકાન શોધી કાઢ્યું ધીમે ધીમે કરીને તેઓએ બે-ત્રણ માસમાં દાગીનાઓ વેચી નાખ્યા. દેખાવ ખાતર એક ઓફિસ લીધી અને એકસ્પોર્ટ-ઈમ્પોર્ટનું પાટિયું મારી દીધું.

  • * *
    શરીફાઈની આડમાં તેઓ પોતાની પ્રવૃત્તિ ચલાવવા લાગ્યા…
    એક વખત તેઓ ધોળે દહાડે એક બૅન્ક પર ત્રાટક્યા પરંતુ ત્યાં સફળ થવાને બદલે તેમણે ખિસિયાણા થઈને નાસભાગ કરવી પડી. પોલીસ સાથે ઝપાઝપી થઈ. એક ગોળી દિલાવરખાનના ગાલ સાથે ઘસાઈ, લાંબો ઘસરકો પાડીને પસાર થઈ ગઈ. તેઓ ધડાધડ ગોળીઓ છોડતા નાસી છૂટ્યા. પોલીસ સાથે થઈ રહેલા ધીંગાણા વખતે બૅન્ક સામેની ઈમારતના પહેલા માળ પર પોતાનો સ્ટુડિયો ચલાવતા એક ફોટોગ્રાફરે તેઓની તસવીર ખેંચી લીધી.
  • * *
    પોલીસની ભીંસ વધતી ગઈ. દિલાવરસિંહ પોતાના સાથીઓ સાથે એક શહેરમાંથી બીજા શહેરમાં ભટકતો રહ્યો. એના નામ પરનું ઈનામ, હવે તેની છેલ્લી તસવીર સાથે એક લાખ રૂપિયાનું જાહેર કરવામાં આવ્યું.

દિલાવરખાન હવે મરણીયો થયો હતો. પોલીસમાં પોતે ઝડપાશે તો અચૂક ફાંસી થવાની એ વાત તે બરાબર સમજતો હતો. સારાએ દેશમાં એને ભયંકરતા સાથે તે પ્રસિદ્ધ થઈ ગયો હતો અને અનેક શહેરો તથા ગામડાંઓની પોલીસ તેને શોધતી હતી. એના અવગુણોના તેમજ એની પ્રવૃત્તિઓનો ખ્યાલ આવતાં વિસ્તારપૂર્વક અહેવાલો દરરોજ એના ફોટાઓ સાથે દેશભરનાં વર્તમાનપત્રોમાં છપાતા હતા અને દેશના ખૂણેખૂણે એનું નામ છપાઈ ગયું હતું. એના ઉત્પાતથી લોકો ત્રાસી ગયા હતા.

એક પછી એક દિવસ આ શયતાન ડાકુ મુંબઈમાંથી અચાનક જ પોલીસના હાથે ઝડપાઈ ગયો અગાઉ મુંબઈમાં પણ તે કાળોકેર વર્તાવી ગયો હતો.

પોલીસ વિભાગની મશિનરી જોરશોરથી ઘૂમવા લાગી. તાબડતોબ એની ફાઈલ તૈયાર કરવામાં આવી. એના ત્રણ સાથીઓ હજુ સુધી અદૃશ્ય જ હતા. તેઓનો પત્તો ક્યાંય નહોતો.

લગાતાર ચાર મહિના એકધારો કોર્ટમાં તેનો કેસ ચાલ્યો. છેક ઉપરથી મુંબઈ પોલીસને કડક આદેશ હતો કે જેમ બને તેમ દિલાવરખાનનો કેસ જલ્દી પૂરો કરવો બીજા શહેરની પોલીસ તથા કાયદાને તેની શોધ હતી. પરંતુ ત્યાં એજે લઈ જવાનો સમય જ ન આવ્યો.

અને આજે…?
-આજે દિલાવરખાનના કેસનો અંતિમ ચુકાદો હતો.

અને ન્યાયધીશો એકસો એકાવન પાનાના લાંબા ચુકાદામાં જણાવ્યું :
‘પિંજરામાં ઊભેલો શખસ કાનૂન તથા જ્યુરીના સદ્ગૃહસ્થોની નજરે સંપૂર્ણ ગુનેગાર છે અને તેથી તે મૃત્યુ ન પામે ત્યાં સુધી હું તેને ફાંસીના ગાળીએ લટકાવી રાખવાનો હુકમ કરું છું.’
કોર્ટમાં ગણગણાટ વ્યાપી ગયો.

સૌની નજર આરોપીના પિંજરામાં ઊભેલા દિલાવરખાન પર સ્થિર થઈ.

પ્રેક્ષકોની આગલી હરૌળમાં નામાંકિત વકીલો, બેરિસ્ટરો, સી.આઈ.ડી. ચીફ ઈન્સ્પેક્ટર બમનજી, નાગપાલ, દિલીપ અને બીજા અગ્રગણ્ય નાગરિકો બેઠા હતા.
દિલાવરખાનનો ચહેરો બેહદ ઊતરી ગયો હતો અને આંખોમાં આવનારા મોતના ઓછાયા તરવરતા હતા. ચહેરા પર કારમો ભય છવાયો હતો, હતાશા અને ઘેરી નિરાશાના કારણે એની આંખો ચકળવકળ થતી હતી.

સાથે જ એના ચહેરા પર ઊંડો પશ્ર્ચાત્તાપ છવાયેલો દેખાતો હતો. ફાંસીની સજાનો અમલ સત્તર તારીખે થવાનો હતો અને સત્તર તારીખને હજુ દશ દિવસની વાર હતી.
અચાનક કોર્ટરૂમમાં ફેલાયેલા ગણગણાટને કાપતો-ચીરતો મોઢેથી ધ્રુસકા ભરતો એક ઊંચો અવાજ બહાર ફેલાયો…
પ્રેક્ષકો, બમનજી અને નાગપાલ સુધ્ધાં ચમકી ગયા.

‘સાહેબ, આપે મને ફાંસીની સજા કરી, મને એનો અફસોસ નથી. મને સો વખત સાંસીએ લટકાવો તો પણ એ સજા ઘણી ઓછી છે. હું નરાધમ છું, રાક્ષસ છું, જાનવર કરતાં વધુ બદતર છું. મારી આપને એક જ અરજ છે : નામદાર! મને આજે જ હમણાં જ મારી નાંખો. દશ દિવસ પછી આવનારા મોતની કલ્પના કરતો કરતો હું હું ક્યાંક પાગલ બની જઈશ. હે ખુદા! મેં આ શું કર્યું ? નહિ, હું જીવવાનો લાયક જ નથી…મને મારી નાંખો, મારી નાંખો, મારી નાંખો…
એનાં ધ્રુસકાં અને રૂદન વધતાં ગયાં. આંખોમાંથી આંસુની ધાર ખરબચડા, ઝખળવાળી પર વહેતી હતી. એનો દેખાવ કોઈને પણ તેના પ્રત્યે કરુણા ઉપજાવનારો હતો.
અચાનક એણે હાથે બંધાયેલી હાથકડીને જોરથી પોતાના જ કપાળમાં ઝીંકી. કપાળમાંથી લોહીની ધાર વહેવા લાગી. કોર્ટમાં ખળભળાટ વ્યાપી ગયો.
આજુબાજુમાં ઊભેલા બે સિપાહીઓએ તેના બંને હાથ પકડી લીધા.

‘ઓર્ડર…ઓર્ડર!’ ન્યાયધીશે ટેબલ પર હથોડી અફાળી.

વળતી જ પળે કોર્ટમાં ચુપકીદી ફેલાઈ ગઈ.

‘કેદીને અહીંથી લઈ જાઓ’ ન્યાયધીશે હુકમ કર્યો.

બન્ને પોલીસોના પહેરા હેઠળ દિલાવરખાનને આરોપીના પિંજરામાંથી બહાર લાવવામાં આવ્યો. ચાલતાં ચાલતાં અચાનક દિલાવરખાનનો પગ લથડ્યો અને તે જમીન પર ગબડી પડવાની પોઝિશનમાં આવી ગયો. પોલીસોએ તેના બાવડા પકડવા માટે હાથ લંબાવ્યા.
અને પછી એક અણધાર્યો બનાવ બન્યો. દિલાવરખાન અચાનક ઊછળ્યો આંખના પલકારામાં એણે એક પોલીસના હાથમાંથી ભરેલી બંદૂક આંચકી લીધી. કોઈને કશોયે ખ્યાલ આવે એ પહેલાં જ તે એક જ કૂદકે ન્યાયધીશની પાછળ પહોંચી ગયો, અને ગરદન પાછળ બંદુકની નાળ ભરાવી દીધી.
‘ખબરદાર…!’ એણે જોરથી ત્રાડ પાડી, ‘જો કોઈ પણ મને શુટ કરવાનો કે પકડવાનો પ્રયાસ કરશે તો પછી મારું જે થવાનું હોય તે થાય, પણ ન્યાયધીશસાહેબની લાશને હું અહીં જ ઢાળી દઈશ…’
લોકો અવાક બની ગયા.

ફક્ત ગણતરીની સેકંડોમાં મામલો પલટાઈ ગયો હતો.
પળભરમાં પહેલાંના ગરીબ-ગાય જેવા દિલાવરખાનનો દેખાવ અને દિદાર બન્ને બદલાઈ ગયા હતા.

એની આંખો હિંસક રીતે ચપરાશ મારતી હતી.

ઘડી પહેલાં જે આંખો પારાવાર પશ્ર્ચાતાપથી ઊભરતી હતી, ત્યાં હવે વરૂ જેવી ખૂની ચમક છવાયેલી અતી. ચહેરો કે જે નિરાધાર અને અનાથ જેવો હતો, તે અત્યારે ભયંકર પિચાશ જેવો બની ગયો હતો.

ચાર-પાંચ પોલીસો ભરી બંદુકે આગળ વધ્યા. પરંતુ એમને બમનજી તથા નાગપાલે અટકાવી દીધા. નાગપાલ કિંકર્તવ્યમૂઢ જેવો બની ગયો હતો. શું કરવું ને શું નહિ, એની જ મૂંઝવણમાં જાણે તે અટવાતો હોય એવું લાગતું હતું. અલબત્ત મનોમન ધૂંધવાતા રોષના કારણે ચહેરો ખેચાયેલો હતો અને આંખોમાં લોહી ઊતરી આવ્યું હતું.

‘ખબરદાર…’ એણે બંદૂકની નાળને જોરથી ન્યાયધીશની ગરદનમાં ભરાવી દીધી. પછી ગરજતા અવાને બરડ્યો. ‘મને અહીંથી જવા દેવામાં જ ન્યાયધીશસાહેબની સલામતી છે.’ એણે બંદુકના ઘોડા પર આંગળી ગોઠવી.

એના ચહેરા પર દૃઢ નિશ્ર્ચયની રેખાઓ સ્પષ્ટ રીતે ચમકતી હતી અને એ જોતાં ખૂબ જ સરળતાથી સમજી શકાય એવી વાથ હતી કે તે જે કંઈ બોલે છે તેનો અમલ કરતાં લગીરે નહિ અચકાય. મુંબઈના ઈતિહાસમાં કદાપિ ન બન્યો હોય એવો બનાવ બની ગયો હતો.
‘દિલાવરખાન…!’ બમનજીએ બરાડો નાંખ્યો.

‘બુમો ના પાડ જાડિયા!…તારા પર તો મને જૂની દાઝ છે. પરંતુ અત્યારે તારી સાથે હિસાબ ચૂક્તે કરવાનો મને સમય નથી, ભવિષ્યમાં વાત…!’
એ જ પળે નાગપાલ કાળઝાળ રોષથી થરથરતો ઊભો થયો…
દિલાવરખાનની બંદૂકમાંથી ધડાકો થયો…અને પછી લોકોએ જોયું. નાગપાલ કપાળ દબાવતો નીચે ફસડાઈ પડ્યો. ગોળી એના લમણાને ઘસાઈને અલોપ થઈ ગઈ હતી. નાગપાલને થયેલા જખમ માંથી લોહી નીકળતું હતું.
દિલીપ એક જ કૂદકે ઊભો થયો.

‘ખબરદાર…!’
આ વખતે અવાજ અદાલતના ખંડના પ્રવેશદ્વાર તરફથી આવ્યો હતો. પછી આંખના પલકારામાં પણ લાંબા તંગા ભીમકાય માનવીઓ પોતાના હાથમાં રિવોલ્વરો અથડાવતા ધરી આવ્યા.
‘જાલમસિંહ…’
‘વિક્રમ…’
‘મન્સુર…’
ટપોટપ કરતા એક સાથે ત્રણ નામો એમ પોલીસ ઈન્સ્પેક્ટરના મોંમાંથી સરી પડ્યાં, બમનજી ઊભો થઈને બરાડ્યો :
‘પકડીલો…એ બદમાશોને!…તેઓ દિલાવરખાનના સાથીઓ છે અને…’
‘એય પારસા…’ દિલાવરખાન જોરથી બરાડ્યો, ‘જીભડો મોંમાં રાખી લે નહિ તો સૌથી પહેલાં હું તને જ તારા ખોદામજી પાસે મોકલી આપીશ.’
એ જ પળે જાલમસિંહ ન્યાયાધીશના ટેબલ સમક્ષ ધસી આવ્યો. એણે દિલાવરખાને કહ્યું, ‘દિલાવર તું બહાર જા. અહીંનો મામલો હું સંભાળી દઈશ.’ અને પછી તેના કાનમાં તે કશુંક ગણગણ્યો.
દિલાવરખાને પેલા સિપાઈને પોતાની બેડીઓ ખોલવાનો હુકમ કર્યો. તે બેડી પહેરેલી સ્થિતિમાં બન્ને હાથે બંદુકને પકડીને આગળ વધ્યો. કોર્ટમાં મોજૂદ રહેલા એક એક માનવી, જાણે તેમના પર કોઈક ગેબી જાદુની લાકડી ફરી ગઈ હોય એ રીતે યત્રવત્ બેસી રહ્યા હતા. કોઈનામાં સામનો કરવાના હોશ નહોતા, હિંમત નહોતી અને જો એનો પ્રયાસ કરવામાં આવે તો ન્યાયાધીશસાહેબનો જીવ જોખમાય તેમ હતું. આ સ્થિતિ પોલીસ પણ બરાબર સમજતી હતી. એટલે તેઓ મનોમન ક્રોધનો ઘૂંટડો ગળીને લાચારવશ બેસી રહ્યા હતા.

દિલાવરખાન ખસ્યો કે તરત જ તેનું સ્થાન જાલમસિંહે લીધું. જાલમસિંહની રિવોલ્વરની નળી મેજિસ્ટ્રેટની ગરદન પાછળ ભરાઈ ગઈ. મેજિસ્ટ્રેટ થરથરતા હતા અને તેમનો જીવ તાળવે બંધાયો હતો. આંખો ચકળવકળ થતી હતી… અને ચહેરા પર આવી પડનારા મૃત્યુની આશંકા છવાયેલી હતી.

એકમાત્ર તેઓનો જીવ બચાવવા માટે જ દિલીપ, બમનજી તથા બીજા પોલીસો મનોમન સમસમમીને બેસી રહ્યા હતા. નાગપાલને વાગેલી ગોળીથી તે લગભગ બેહોશ જેવો થઈ ગયો હતો એની આંખો ચકળવકળ ફરતી હતી અને એનું માથું દિલીપના ખોળામાં હતું.

દિલાવરના બન્ને સાથીઓમાંથી એક દિલાવરખાનના હાથની બેડીઓ પેલા સિપાઈએ પોલી નાખી કે તરત જ તે હાથમાં બંદૂક સાથે કુદ્યો અને ઝપાટાબંધ દ્વાર તરફ નાઠો. કોઈએ તેને રોક્યો નહિ…કોઈએ તેને ટોક્યો નહિ.

વંટોળિયાની જેમ તે હરણફાળ ભરતો બહાર નીકળીને કોર્ટના કમ્પાઉન્ડમાં આવ્યો. એ જ પળે સામેથી આવી રહેલો એક ઈન્સ્પેક્ટર તેની સામે ધસ્યો.

દિલાવરખાનની આંખોમાં જનૂન ઉભરાયું. એની આંગળી બંદુકના ઘોડા પર દબાઈ અને એક પ્રચંડ ધડાકો થયો. વળતી જ પળે સામેથી ધસી આવતો ઈન્સ્પેક્ટર બન્ને હાથે પેટ દબાવતો નીચે ફસડાઈ પડ્યો. એના બન્ને હાથ તથા પેટ લોહીલુહાણ થઈ ગયા. કદાચ ગોળી પેટમાં વાગી હતી. કમ્પાઉન્ડમાં ફેલાયેલા માણસોમાં નાસભાગ થઈ પડી.

દિલાવરખાને સામે ઊભેલી એક મોટર તરફ દોટ મૂકી. એની એની આંખો પ્લેટ પર જડાઈ ગઈ, “ઇઈ.ડ-૨૯૯૯ ઇે બબડ્યો. એના સાથીઓ એના કાનમાં આ મોટર વિષે જ તેને સૂચના આપી હતી. કદાચ તેઓ તેને છોડાવવા માટે જ કોર્ટમાં ધસી આવ્યા હતા.
દિલાવરખાને ઝડપથી બારણું ઉઘાડ્યું. બંદુકને એણે બાજુમાં રાખી. સ્ટાર્ટર-કી ઘુમાવીને એણે સેલ્ફ દબાવ્યું.
કાર એક આંચકા સાથે સ્ટાર્ટ થઈ અને પછી હીચકોલ ખાતી આગળ વધીને કમ્પાઉન્ડની બહાર નીકળી સડક પર આવી ગઈ. દિલાવરે વળતી જ પળે ગીઅર બદલ્યા… કાર ભયાનક રીતે આંચકા ખાઈને રાક્ષસી ગતિએ સડક પર ધસમસવા લાગી.

  • * *
    ધડાધડ કરતી એની રિવોલ્વરમાંથી ગોળી છૂટવા લાગી. ત્રણેય ગોળીઓ દિલાવરખાનના સાથીઓના હાથને આબાદ રીતે નિશાન બનાવી ગઈ, તેઓના હાથમાંથી રિવોલ્વરો સરડી પડી બમનજી જંગલી ગેંડાની જેમ બેહદ ઉશ્કેરાયેલો હતો. કદાચ દિલાવરખાન છટકી ગયો હોવાથી તે ઉશ્કેરાઈ ગયો હતો. જાલમસિંહ પર નિશાન તાકતી વખતે એણે એટલો વિચાર ન કર્યો કે જો જરા પણ ગફલત થશે તો ગોળી જાલમસિંહને બદલે ન્યાધીશને વાગી જશે. પરતું સદ્ભાગ્યે ગોળી જાલમસિંહને જ વાગી.

ત્રણેયના હાથમાંથી રિવોલ્વરો સરકી જવાથી તેઓ હેબતાઈ ગયા. પછી તેઓ નાસવા લાગ્યા. પરંતુ ત્યાં સુધીમાં તે પ્રેક્ષકો તેમજ પોલીસોનું ટોળું તેમના તરફ ધસી ગયું. ત્રણેયને પકડી લેવામાં આવ્યા, આ દરમિયાન દિલીપે નાગપાલના જખમ પર પાટો બાંધી દીધો હતો.

તે હવે સ્ફૂર્તિમાં લાગતો હતો…
બંને ઊભા થઈને જાલમસિંહ પાસે પહોંચ્યા. ત્રણેયના હાથમાં બેડી પહેરાવી દેવામાં આવી હતી. થોડી પળો સુધી નાગપાલ ચુપચાપ જાલમસિંહ સામે આંખોમાંથી આગ વરસાવતો ઊભો રહીને તાકી રહ્યો. પછી એનો હાથ ઊંચો થઈને હવામાં લહેરાયો. વળતી જ પળે એ હાથ એક પોલાદી મુક્કામાં ટ્રાન્સફર થઈને જાલમસિંહના જડબા પર લોખંડી હથોડાની ચોટની ગરજ સારતો, ધડામ કરતો ભીષણ પ્રહારના રૂપમાં આંધીના વેગથી વીજળિક ગતિએ ઝીંકાયો.

તીવ્ર અને ગહન પીડાના કારણે જાલમસિંહના કંઠમાંથી ચીસ સરી પડી. એની આંખો સામે ધડીભર અંધકાર છવાઈ ગયો. આજ સુધી એને ઘણીવાર આવા પ્રસંગોમાંથી પસાર થવું પડ્યું હતું અને કેટલીએ વાર માર ખાધો હતો. પરંતુ નાગપાલ તરફથી રસીદ થયેલા મુક્કાઓ તેને ખળભળાવી મૂક્યો…
એનું જડબું મૂળમાંથી હચમચી ગયું. બન્ને દંતાવલિ વચ્ચે એની જીભ દબાઈ અને પછી લોહી નીતરતી હાલતમાં ચાર-પાંચ દાંત એના ઉઘાડા મોંમાંથી બહાર ફેકાયા.

બમનજી તે ઘડાઘડ કરતો એ લોકોને મેથીપાક જ જમાડવા લાગી ગયો હતો. માંડ માંડ એને તથા એના ક્રોધને શાંત પાડવામાં આવ્યો. દિલાવરખાન પાછળ એની વર્ષોથી મહેનત હતી. એ કાળી મહેનત પર દિલાવરખાનના નાસી જવાથી પાણી ફરી વળ્યું હતું અને એટલે જ તે ઉશ્કેરાયો હતો.

કોર્ટ બરખાસ્ત કરવામાં આવી.

ન્યાયધીશસાહેબને પૂરતા સંરક્ષણ નીચે તેમના નિવાસસ્થાને લઈ જવાયા. એમને અણધાર્યા બનાવથી ઘણો માનસિક આઘાત થયો હતો.

જાલમસિંહ તથા તેના બન્ને સાથીદાર તાબડતોબ પોલીસલોકઅપમાં લઈ જવામાં આવ્યા.

આ દરમિયાન પોલીસ એક જોરદાર કામગીરી બજાવી. દિલાવરખાનની નાસી જવાની સૂચના ચારે તરફ ટેલિફોન તેમજ વાયરલેસથી આપવામાં આવી. જે ઈન્સ્પેક્ટરને દિલાવરખાને કોર્ટના કમ્પાઉન્ડમાં પેટ પર ગોળી મારી હતી, તેણે ત્રુટક અવાજે કારનો નંબર જણાવ્યો. પછી એ બેહોશ થઈ ગયો હતો. એને સારવાર માટે હૉસ્પિટલે લઈ જવામાં આવ્યો…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત