તુમ આ ગએ હો, નૂર આ ગયા હૈ…

ફિલ્મનામા -નરેશ શાહ
રાજુ ભા૨તન, હરીશ ભિમાણી, યતીન મિશ્ર સહિતના લેખકોએ આલેખેલા લતા મંગેશકર વિશેનાં પુસ્તકોમાંની અમુક વાતો આપણા ધ્યાને જ ચઢી
નથી.
દાખલા તરીકે, હેમા હર્દીક૨. લતાદીદીનું આવું નામ ગળે ઊતરેે છે ? લતા મંગેશક૨ની સાચી અટક હર્દીકર છે પણ એમના કલાકાર પિતા અને કલાસિકલ સિંગર દીનાનાથજીએ હર્દીકરની બદલે પોતાના નામમાં મંગેશકર લગાવવાનું શરૂ ર્ક્યું એટલે હર્દીકર અટક આપણને આંચકો આપે છે. મંગેશકર અટક પણ દીનાનાથજીએ પોતાના વતન મંગેશી (ગોવા નજીકનું ગામ)ના સંભારણા પેટે પસંદ ર્ક્યું હતું.
દીનાનાથ મંગેશકર મરાઠી હતા એ સાચું, પણ લતાદીદી મહારાષ્ટ્રમાં નહીં, પણ મધ્ય પ્રદેશના ઈન્દો૨માં જન્મ્યાં છે અને શરૂઆતમાં દીનાનાથજી અને માતા શેવંતી (શુભમતિ) એ એમનું નામ હેમા પાડ્યું હતું પણ પછી નામ લતા રાખવામાં આવ્યું. આ નામ પણ દીનાનાથજીના એક નાટક ‘ભાવબંધન’ ની મુખ્ય અભિનેત્રીના પાત્ર (લતિકા) પરથી એમણે પસંદ ર્ક્યું હતું.
નવ વ૨સની ઉંમ૨ે સ્ટેજ પર પરફોર્મન્સ આપનારેા લતા મંગેશકરે સિનેમા માટે પ્રથમ ગીત ગાયું ત્યારેે માત્ર તેરવરસના હતા. પચાસના દશકાના અંતમાં ગાયિકા તરીકે જાણીતા થયા એ પહેલાં તેમણે (અને આશાદીદીએ પણ) ૧૯૪પ માં માસ્ટર વિનાયકની ફિલ્મમાં નાનકડું કિરદારભજવ્યું હતું અને એ પછી ૧૯૪૯માં આયેગા આનેવાલા, આયેગા... ’ ગીત આપે છે.
નાના- મોટા વળગણો લગભગ કલાકારોને થતાં હોય છે. લતાજી પણ બાકાત નહોતા. શરૂઆતમાં પિતા દીનાનાથ મંગેશક૨ની હાથી દાંતની માળા પોતાના તમામ રેકોર્ડિંગમાં સાથે રાખતાં. લતાજીને લાગતું કે માળા સાથે હોય છે ત્યારે કામ સા૨ું થાય છે એ માળા તૂટી ગઈ પછી તેમણે સાથે રાખવાનું બંધ ક૨ી દીધું પણ લતાજી સ્વીકારે છે કે, નવી ઘડિયાળ, બૂટી કે બંગડી પહેરીને ગયા પછી મને લાગે છે કે આજે ગીત બ૨ાબરન ગવાયું તો પછી એ વસ્તુ હું ફરીવાર પહેરતી નથી.
એક વાર લતાજી અમેરિકા શો કરવા ગયાં હતાં. અમેરિકામાં એમનાં નવ શો હતા. પ્રથમ શોમાં એમણે નવી સાડી પહેરી અને કાર્યક્રમ સુપરહિટ ગયો. લતાજીએ રાતોરાત સાડી ડ્રાયક્લિન ક૨ાવીને એ જ સાડી સાથે તેમણે ચા૨-પાંચ કાર્યક્રમ આપ્યા એટલે આયોજકોએ કારણ પૂછ્યું.
એ સાડી પહે૨વાથી કાર્યક્રમો સરસ જાય છે એટલે લતાજી કહે છે : ઘણા લોકોને આવું થતું હોય છે અને એમાંથી હું પણ બાકાત નથી.
આપણે લતાજીનાં ગીતો પર ગમે એટલા ઓળઘોળ હોઈએ પણ ખુદ લતાજી ક્યારેય પોતાના ગીત વગાડીને સાંભળતાં નહોતાં. કોઈની કારમાં બેઠાં હોય અને વાગતું હોય તો બંધ કરવાનું કહી દેતાં.
લતાજી કહે છે, જાહેરમાં કે ઓછી જાણીતી વ્યક્તિ સમક્ષ્ા મારું ગીત વાગતું હોય તો પણ મારું ગીત સાંભળીને હું બહુ ખુશ થતી નથી. મને તો ગીતના રેર્કોડિંગ વખતે શું થયેલું, કોણ કોણ હાજર હતું, હું કેવી થાકી ગયેલી… એ બધું યાદ આવવા માંડે છે
ગીતોની જ વાત નીકળી છે તો લગે હાથોં એ પણ જાણી લો કે મન ડોલે, મેરા તન ડોલે, મૈં દેખું જીસ ઔર સખી રે, સામને મેરે સાંવિરયા (અનિતા), જાદુગરસૈયાં, છોડો મોરી બૈયાં(નાગિન) નાં ગીતો ખૂબ લોકપ્રિય થયા હતા પણ લતાજીને આ ગીત બહુ જ ઓછા પસંદ છે.
‘દો રાસ્તે’ ફિલ્મનું ‘બિંદિયા ચમકેગી, ચૂડી ખનકેગી’ ગીત તો સુપ૨ડુપરહીટ અને એવ૨ગ્રીન ભલે ગણાતું હોય લતાજીને આ ગીત બિલકુલ ગમતું નથી. ઈચ્છા થાય કે કોઈ જલ્દી આ ગીત બંધ કરી દે, કારણ કે એ સાંભળવું મને રતિભારપસંદ નથી કહીને લતાજી આવા ગીતના લિસ્ટમાં ‘જહોની મેરા નામનું’ એક ગીત ઉમેરે છે: ઓ બાબુલ પ્યારે…..
સત્યમ શિવમ સુન્દરમ્ ફિલ્મની પટકથા રાજકપૂરે લતાદીદીને ધ્યાનમાં રાખીને જ લખાવી હતી. એ પછી એમણે આગ્રહ રાખ્યો કે લતાદીદી જ તેનું મુખ્ય પાત્ર ભજવે કારણકે એમનો અવાજ જ પટકથાનો મુખ્ય આત્મા હતો જો કે લતાજીએ ના પાડી ભરોસો આપ્યો કે, હું એ ફિલ્મ માટે ગીત જરૂરગાઈશ, પણ પરેદા પરહું નહીં આવું વરસો પછી રાજકપૂરે એ ફિલ્મ ઝિન્નત અમાન સાથે બનાવી પણ ત્યારે શૃંગારરસ જ વધુ ચર્ચાયો
હતો.