મેટિની

તું કૌન હૈ, તેરા નામ હૈ ક્યા, સીતા ભી યહાં બદનામ હૂઈ

…અને સ્ત્રીઓના માસિક ધર્મ પરની એક સિચ્યુએશન પર આનંદ બક્ષ્ાીએ ગીત લખવાનું આવ્યું

ફિલ્મનામા -નરેશ શાહ

વાત તો વન એન્ડ ઓન્લી આનંદ બક્ષ્ાીની જ થશે પણ પહેલાં થોડાં આંકડા જોઈ લઈએ. ભારતીય ફૌજમાંથી મુંબઈ આવ્યા પછી આનંદ બક્ષ્ાીએ લખેલાં ગીતોવાળી ફિલ્મ ભોલા આદમી રિલીઝ થઈ એ ૧૯પ૯ નું વરસ હતું. ભોલા આદમીના હીરો ભગવાન દાદા હતા. ર૦૦રમાં આનંદ બક્ષ્ાીનું અવસાન થયું ત્યારે ૠતિક રોશનની ‘મુઝ સે દોસ્તી કરોગ’ે રિલીઝ થઈ હતી, પરંતુ આનંદ બક્ષ્ાીએ લખેલાં ગીતોવાળી છેલ્લી ફિલ્મ ‘મહેબુબા’ (અજય દેવગણ) ર૦૦૮માં થિયેટરનું મ્હોં જોઈ શકી હતી. મતલબ તેંતાલીસ વર્ષ્ા દરમિયાન ગીતકાર તરીકે આનંદ બક્ષ્ાીએ છસ્સો ત્રીસથી વધુ ફિલ્મોના આશરે ચારેક હજાર ગીતો લખ્યાં હતાં: રસ્તા ચાહે કિતના લંબા હો, દરિયા કો તો બહેના પડતા હૈ…(અનુરાગ)

આનંદ બક્ષ્ાીના પુત્ર રાકેશ આનંદ બક્ષ્ાીએ તો પિતા પરના પુસ્તકમાં એટલો મજબૂત અભ્યાસ ર્ક્યો છે કે જાણીને આનંદ બક્ષ્ાી માટેનો અહોભાવ બેવડાઈ જાય : બિનાકા (પછી સિબાકા) ગીતમાલા કાર્યક્રમમાં બે હજાર ચોરાણું ગીતો ૧૯૬રથી ર૦૦૬ વચ્ચે વગાડવામાં આવેલાં, જેમાં આનંદ બક્ષ્ાીના ત્રણસો બાણું ગીત પ્રસારિત થયાં હતાં. આનંદ બક્ષ્ાીએ સાઈઠ સંગીતકારો માટે ગીતો લખ્યાં હતાં, જેમાં સૌથી વધુ લક્ષ્મીકાંત પ્યારેલાલ (૩૦૩ ફિલ્મ), રાહુલ દેવ બર્મન (૯૯ ફિલ્મ), કલ્યાણજી આણંદજી (૩૪ ફિલ્મ), અનુ મલ્લિક (ર૬ ફિલ્મ), સચિન દેવ બર્મન (૧૪ ફિલ્મો) અને રાજેશ રોશન (૧૩ ફિલ્મ)નો સમાવેશ થાય છે.

આનંદ બક્ષ્ાીનાં ગીતોએ સુપરસ્ટારને વધુ લોકલાડીલા બનાવ્યા હતા તેનો પુરાવો એ કે ધર્મેન્દ્રની સિત્તેર, જિતેન્દ્રની બાંસઠ, રાજેશ ખન્નાની પિસ્તાલીસ, અમિતાભ બચ્ચનની ચુમ્માલીસ, શશી કપૂર અને ૠષ્ાિ કપૂરની પાંત્રીસ અને પચ્ચીસ તો દિલીપકુમારની છ ફિલ્મોનાં ગીતો આનંદ બક્ષ્ાીએ લખ્યાં હતાં. આ યાદીમાં આપણે સંજય દત્તને યાદ નથી કર્યો, જેની ‘નામ’ ફિલ્મનું ગીત આજે ય સાંભળનારને ભાવુક બનાવી દે છે: તેરે બિન જબ આઈ દિવાલી, દીપ નહીં દિલ જલે હૈ ખાલી, તેરે બિન જબ આઈ હોલી, પિચકારી સે છૂટી ગોલી… ચિઠ્ઠી આઈ હૈ.

આપ વાચકસાહેબો એ તો જાણો જ છો કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સફળતાનો કળશ જ હોશે હોશે ઊંચકે છે. આનંદ બક્ષ્ાી પણ બીજા કોઈપણ ગીતકાર કરતાં વધુ લોકપ્રિય અને સફળ હતા અને એટલે જ સુભાષ્ા ઘઈ જેવા સુપર-સકસેસ શોમેન નિર્માતા-નિર્દેશકની ચૌદ (લગભગ બધી જ ‘ગૌતમ ગોવિંદા’થી ‘યાદેં’ સુધી) ફિલ્મોનાં ગીતો આનંદ બક્ષ્ાીએ જ લખ્યાં હતા. બક્ષ્ાીએ ૧૯૯૦ સુધી લખેલી ૩૦૯ ફિલ્મોનાં ગીતોમાંથી ૬૭૯ ગીતો લતા મંગેશકરે ગાયાં હતાં. આનંદ બક્ષ્ાીને ‘નન અધર ધેન’ની કેટેગરીમાં મૂકતું એક અચિવમેન્ટ પણ નોંધનીય છે. તેમણે છ સંગીતકાર પિતા-પુત્ર (એસ.ડી. બર્મન-આર. ડી. બર્મન, રોશન-રાજેશ રોશન, કલ્યાણજી આણંદજી-વીજુ શાહ, ચિત્રગુપ્ત-આનંદ મિલિંદ, નદીમ શ્રવણ-સંજીવ દર્શન (શ્રવણ રાઠોડનો પુત્ર) અને અનિલ બિસ્વાસ-અમર ઉત્પલ) સાથે કામ કર્યું અને નવી પેઢીના એ. આર. રહેમાન, નિખિલ-વિનય, સાજીદ-વાજીદ, ઈસ્માઈલ દરબાર અને વિશાલ ભારાદ્વાજ માટે પણ ગીતો લખ્યાં હતાં. એકદમ સાદા શબ્દો, ગૂઢ વિચાર-વાસ્તવિકતા બયાન કરવામાં આનંદ બક્ષ્ાી લાજવાબ હતા, તેનો નમૂનો ‘અમર પ્રેમ’નું આ ગીત છે : તું કૌન હૈ, તેરા નામ હૈ ક્યા, સીતા ભી યહાં બદનામ હૂઈ… કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના.

ગીતકાર શૈલેન્દ્રની જેમ બોલચાલની જબાનમાં આનંદ બક્ષ્ાી ગીતો લખતાં. તેમના ગીતોમાં રક્કાસા (મેરે નૈના સાવન-ભાદોં) જેવો શબ્દ જવલ્લે જ મળે. તેઓ માઝી કે ખલાસી કે મછવારાની વાત કરે ત્યારે જ પુરવૈયા (સાવન મહિના, પવન કરે શોર) જેવો તળપદો શબ્દ વાપરે. તેનું કારણ એ કે સિચ્યુએશન પર ગીત લખવાની મહારત આનંદ બક્ષ્ાીમાં સૌથી વધારે હતી. તેઓ ફિલ્મની વાર્તા એકદમ દિલ દઈને સાંભળતા અને પછી સિચ્યુએશનને વફાદાર રહીને જ ગીતો લખતાં. કર્મા- ફિલ્મનું એક ગીત હતું : દિલ દિયા હૈ, જાં ભી દેંગે, એ વતન તેરે લિએ… થોડી મિનિટોમાં જ આવું જબ્બરદસ્ત મૂખડું આપી દેનારા આનંદ બક્ષ્ાી પર ખુશ થઈને સુભાષ્ા ધઈએ સો રૂપિયાની નોટ પર લખ્યું : આનંદ બક્ષ્ાી કી કલમ કો મેરા સલામ઼… એ નોટ આનંદ બક્ષ્ાીએ જિંદગીભર કાળજીથી સાચવી રાખી હતી. ર૦૦૧માં લતાજીને પદ્મ વિભૂષ્ાણનો ખિતાબ મળ્યો ત્યારે એક કવિતા લખીને બક્ષ્ાીજીએ આપેલી: યૂં હી કાશ ગાતી રહે યે હંમેશાં, દુઆ આજ ખુદ, યે દુઆ ગા રહી હૈ.

દોસ્તી, પ્રેમ, નફરત, ધિક્કાર, હતાશા, આનંદ, પછડાટ જેવી ફિલિંગ માટે લખવું અઘરું કામ છે પણ કોઈ ચોક્કસ પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને લખવું કપરું, કઠીન અને અટપટું હોય છે. બોબી ફિલ્મમાં તમે હમ તુમ એક કમરે મેં બંધ હો ઔર ચાબી ખો જાએ એવું ગીત લખી ચૂક્યા હો પછી તમારે લિફટમાં પુરાઈ જતાં કમલ હસન- રતિ અગ્નિહોત્રી (એક દૂજે કે લીએ) માટે લખવું હોય તો? જવાબ આપણે આગળના હપ્તામાં જોયો, પરંતુ એક ગજબનાક સિચ્યુએશન પર આનંદ બક્ષ્ાીસાહેબ અટવાઈ ગયા હતા. ફિલ્મ હતી: આપ કી કસમ. સિચ્યુએશન એવી હતી કે માસિક ધર્મને કારણે પત્ની પતિને દૂર રહેવાનું કહે છે. નવપરિણીત યુગલ માટે આ ત્રણચાર દિવસો અગ્નિ પરીક્ષ્ાા જેવા હોય છે. જે. ઓમપ્રકાશજીએ આ સિચ્યુએશન માટે આનંદ બક્ષ્ાી પાસે એક ગીત માગ્યું હતું.
આનંદ બક્ષ્ાીએ કહેલું: મારા માટે આ પડકારજનક સિચ્યુએશન હતી, મારે એ વિષ્ાય પર વાત કરવાની હતી, જેના પર આપણે ત્યાં કોઈ વાત જ કરતું નથી. મારે એક એવા વિષ્ાય પર લખવાનું હતું કે જેના પર પરિવારમાં પણ ક્યારેય ચર્ચા નથી થતી… સોને પે સુહાગા એ કે ગીત રાજેશ ખન્ના-મુમતાઝ જેવા સ્ટાર પર ફિલ્માવવાનું હતું. લતા મંગેશકર જેવા મહાન ગાયિકા આ ગીત ગાવાના હતા.

બહુ વિચાર્યા પછી આનંદ બક્ષ્ાીએ સિચ્યુએશન પર ફિટ બેસે છતાં આછકલાઈ ન આવી જાય તેનું ધ્યાન રાખીને ગીત લખ્યું: પાસ નહીં આના, ભૂલ નહીં જાના, તુમ કો સોગંદ હૈ કી આજ મુહબ્બત બંધ હૈ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button