મેટિની

સ્ટાર્સમાં પોતાનાં સંતાનોને સુપર સ્ટાર તરીકે જોવાની છે કમજોરી

વિશેષ -ડી. જે. નંદન

શાહરૂખ ખાન લાંબા સમય સુધી દિવસ અને રાત આર્યન ખાનને પોતાનાથી મોટો સ્ટાર બનાવવાનું સપનું જોતો રહ્યો છે. જોકે આર્યન ખાને પોતાના પિતા સમક્ષ અગાઉ સ્પષ્ટ કરી દીધું હતું કે તેને તેમની જેમ એક્ટિંગમાં કોઇ રસ નથી અને એક સમય બાદ અંતે શાહરૂખ ખાને પણ માની લીધું. જ્યારે શાહરૂખ ખાને પોતે ડેવિડ લેટરમેનના ટોક શોમાં કહ્યું હતું કે તેમનો દીકરો આર્યન કદાચ એક્ટર બની શકશે નહીં. જ્યારે પૂછવામાં આવ્યુ કે તેમને આવું કેમ લાગે છે ત્યારે શાહરૂખ ખાને થોડી નિરાશા સાથે કહ્યું હતું કે વાસ્તવમાં મને લાગે છે કે એક્ટર બનવાની ઇચ્છા અંદરથી આવે છે અને આર્યનમાં તે ઇચ્છા હું જોઇ રહ્યો નથી. જોકે બોલીવૂડમાં કિંગ ખાન તેને માયાનગરીની સ્ટારડમ બહાર જોવાની હિંમત એકઠી કરી શક્યા નહીં. એટલા માટે તેમણે આર્યન ખાનને કોઇક રીતે ડિરેક્શનના ફિલ્ડમાં કામ કરવાનું કહ્યું અને તાજેતરમાં જ આર્યન ખાને પોતાના ડિરેક્શનમાં પ્રથમ વેબ સિરીઝ પૂર્ણ કરી હતી તેની આ ડિરેક્શન ડેબ્યૂ સિરીઝ સ્ટારડમમાં તેના પિતા શાહરૂખ ખાન પોતે પણ એક કેરેક્ટર છે. સિરીઝમાં બોબી દેઓલ લીડ રોલમાં જોવા મળશે અને રણવીર સિંહ કેમિયોના રોલમાં દેખાશે. મતલબ સ્પષ્ટ છે કે શાહરૂખ ખાને હજુ પણ પ્રયાસો મુક્યા નથી કે એક્ટિંગ નહીં તો તેનો દીકરો ડિરેક્શન કરે.

બોલીવૂડ કિંગ ખાનની આ ઇચ્છા કોઇ અલગ નથી. બોલીવૂડના તમામ સુપર સ્ટાર તો છોડો એક સામાન્ય એક્ટર પણ આવું જ ઇચ્છે છે. તેની નહીં તો તેમના દીકરાની મુંબઇમાં ધાક રહે. એક તરફ જોઇએ તો આમાં કાંઇક ખોટું નથી. તમામ ક્ષેત્રમાં આવું હોય છે. તમામ રાજનેતા ઇચ્છે છે કે સત્તા તેના ઘરમાં જ રહેવી જોઇએ. એટલા માટે કોઇ પાર્ટીના ચીફ પોતાના પછી કોઇ પાર્ટીના સભ્યને એ પદ આપતા નથી, પરંતુ પોતાના સંતાન અથવા પોતાના કોઇ નજીકના સંબંધીને એ પદ માટે યોગ્ય સમજે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનું ક્ષેત્ર સૌથી ગ્લેમરસ અને સૌથી વધુ આકર્ષિત કરનારું છે. એટલા માટે કોઇ બહાર નીકળવા માગતું નથી અને ત્યારે આ સ્થિતિ વધુ મજબૂત થઇ જાય છે. જ્યારે કોઇ સુપર સ્ટાર હોય છે. રાજેશ ખન્ના દુર્ભાગ્યથી એવા સુપર સ્ટાર હતા જેમનો કોઇ દીકરો તેમનું સ્થાન લેવા માટે હાજર નહોતો અને છોકરીઓ પણ માતાની સાથે રહેતી હતી. એટલા માટે તે પિતાથી પ્રભાવિત નહોતી. જે રીતે રજનીકાંતે પોતાની દીકરીઓને બનાવવા માગી ખાસ કરીને સૌદર્યાને. કદાચ આ કારણ છે કે રાજેશ ખન્નામાં એક ઉંમર બાદ તે નિરાશા, હતાશા છલકે છે જ્યારે તેમને અહેસાસ થાય છે કે હવે તે ઇન્ડસ્ટ્રીઝના સુપર સ્ટાર નથી. આ તાજ કોઇ અન્યના એટલે કે અમિતાભ બચ્ચના માથા પર સજાઇ ગયો છે. પરંતુ આ અગાઉ રાજેન્દ્ર કુમાર જેમને બોલીવૂડના જયુબિલી કુમાર ગણવામાં આવે છે. જેમની ભલે રાજેશ ખન્નાની જેમ સતત ૧૫ ફિલ્મો સુપર હિટ ના રહી હોય, પરંતુ લગભગ સતત તેમની બે ચાર નહીં, પરંતુ ૨૫ ફિલ્મોએ સફળતાનો સ્વાદ ચાખ્યો હતો. આ અલગ વાત છે કે વચ્ચે વચ્ચે તેમની કેટલાક ફ્લોપ ફિલ્મો પણ આવી હતી. પરંતુ જ્યારે જયુબિલી કુમારને લાગ્યું કે હવે તેઓ પોતાની ખુરશીથી જ નહી પરંતુ બોલિવૂડમાંથી જ વિદાય લેવાના છે તો તેમણે પોતાના દીકરા કુમાર ગૌરવને બોલીવૂડના સુપર સ્ટાર નહી પરંતુ સ્ટારના રૂપમાં જમાની ચિંતા સતાવવા લાગી હતી. જોકે, તેમને આ અહેસાસ હતો કે દીકરો એક્ટિંગના મામલામાં શૂન્ય છે તો તેમણે કુમાર ગૌરવને એક્ટિંગના બદલે ડિરેક્શન શીખવવા માટે ચિરોરી કરીને બે વર્ષ સુધી રાજકપૂર સાથે રાખ્યો અને પછી પોતાનો એક બંગલો ગિરવે મૂકીને કુમાર ગૌરવને લોન્ચ કરીને એક ખૂબ સુંદર અને સફળ પટકથા લખી હતી. તેમની સ્ટોરી ખૂબ સફળ રહી હતી. ‘લવ સ્ટોરી’ કુમાર ગૌરવની બ્લોક બસ્ટર ફિલ્મ સાબિત થઇ અને શરૂઆતમાં એ લાગ્યું કે જેમ રાજેન્દ્ર કુમાર પોતાના મિશનમાં સફળ રહ્યા હતા પરંતુ તેમ છતા એ બધુ સરળ નહોતું. કુમાર ગૌરવની સતત ફિલ્મો ફ્લોપ થવા લાગી અને વર્ષો બાદ તેના ખાતામાં ફરીથી એક સુપર હીટ ફિલ્મ નામ’ આવી હતી. કુમાર ગૌરવ રાજેન્દ્ર કુમાર બાદ પોતાના પિતાના સ્ટારડમ સંભાળી શક્યા નહી. બાદમાં આવી જ સ્થિતિ સુનીલ દત્ત અને પછી અમિતાભ બચ્ચની થઇ હતી. સુનીલ દત્ત પણ ઇચ્છતા હતા કે સંજય દત્ત બોલીવૂડનો સુપર સ્ટાર બને જે પોતે સ્થાન હાંસલ કરી શક્યા નથી. તે દીકરો હાંસલ કરે પરંતુ સુનીલ દત્ત કરતા સંજય દત્તની માતા નરગિસની ઇચ્છા હતી. જોકે, સંજય દત્ત બીલકુલ ફ્લોપ નહોતા તેમના હિસ્સામાં અડધો ડઝનથી વધુ સુપર હિટ ફિલ્મો છે. તે આગામી સુપર સ્ટાર ના બન્યો તેનું કારણ પર્સનાલિટીમાં ગુનાહિત પ્રવૃતિ હતું.

પરંતુ સમય રહેતા સંજય દત્તને સમજણ આવી ગઇ હતી કે આજ આટલી ઉંમર પછી પણ તેની વેલ્યૂ ઇન્ડસ્ટ્રીઝમાં સફળ એક્ટરોમાં થાય છે. પરંતુ અમિતાભ બચ્ચન આટલા ભાગ્યશાળી નથી. જોકે, અભિષેક ખરાબ અભિનેતા નથી અને તેમને અનેક સુપરહિટ ફિલ્મો આપી. ખાસ કરીને ગુરુ જેવી હિટ ફિલ્મો આપી હતી. પરંતુ તે અમિતાભ બચ્ચન જેવો સુપર સ્ટાર બનવાનું સપનું પુરુ કરી શક્યો નહીં. ઇચ્છવા છતાં તે પોતાના પિતાનું સ્થાન લઇ શકયો નહીં. હવે તો તેની માંગ પણ ઓછી છે. જોકે બચ્ચન પરિવાર બોલીવૂડનો પ્રથમ પરિવાર ના હોય પરંતુ તેની આર્થિક તાકાત પ્રથમ પરિવારોથી પણ સારી છે અને આર્થિક જ નહીં સામાજિક અને રાજકીય સ્થિતિમાં અમિતાભ બચ્ચનના કારણે બચ્ચન પરિવાર બોલીવૂડનો પ્રથમ પરિવાર છે. આજે પણ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરમાં તેમની ઇજ્જત બીજા ફિલ્મ એક્ટરો કરતા વધુ છે.

શાહરૂખ ખાન કરતા અગાઉ પણ પોતાના જમાના અનેક સુપર સ્ટાર્સ પોતાના હિસ્સાના સ્ટારડમને પોતાના પરિવારમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો. પછી તે મનોજ કુમાર હોય કે શશિ કપૂર અથવા વિનોદ ખન્ના પરંતુ આ ત્રણેય દીકરાઓ એકાદ ફિલ્મમાં પોતાની ચમક બતાવી પરંતુ પિતાના વારસાને સાચવી શક્યા નહીં. જોકે અનેકના નસીબમાં પિતા કરતા વધુ સફળતા આવી છે. રણબીર કપૂર પોતાના પિતા ઋષિ કપૂર કરતાં અનેક ગણો મોટો સ્ટાર છે. આ રીતે રણધીર કપૂરની દીકરી કરીના કપૂર પણ પોતાની મમ્મી પપ્પા બંન્ને કરતા વધુ હિટ સાબિત થઇ છે. તેના પતિ સૈફ અલી ખાન પણ પોતાની માતા શર્મિલા ટાગોરથી ઓછો લોકપ્રિય નથી. એ સપનું તમામ સિતારાઓનું રહ્યુ છે કે તેમના પછી તેમના ઘરમાં સ્ટારડમ રહે. જેમ તમામ રાજનેતાઓના દીકરાઓ તેમના બરોબરના કદ સુધી નથી પહોંચી શકતા એવી જ રીતે બોલિવૂડમાં તમામ સુપર સ્ટારના દીકરાઓ પણ તેમની ખુરશી સંભાળી શક્યા નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ