ક્રિકેટ વર્લ્ડ કપમાં સંભળાશે ફિલ્મની ગર્જના, ભારત-પાકિસ્તાન મેચમાં ફિલ્મનું પ્રમોશન થશે
સાંપ્રત -દીક્ષિતા મકવાણા
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર ૩’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે દિવાળીના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે. હવે યશ રાજ ફિલ્મ્સે ‘ટાઈગર ૩’ને પ્રમોટ કરવા માટે બ્રોડકાસ્ટ નેટવર્ક, સ્ટાર સ્પોર્ટ્સ સાથે માર્કેટિંગ એસોસિએશનમાં પ્રવેશ કર્યો છે, જે અગાઉ ક્યારેય બન્યું ન હતું. જે ક્રિકેટ વર્લ્ડ કપના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું ફિલ્મ એસોસિએશન કહી શકાય.
સમગ્ર ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ટાઇગરની ગર્જના સંભળાશે કારણ કે નિર્માતાઓએ એક માર્કેટિંગ એસોસિએશન બનાવ્યું છે જેનો અગાઉ ક્યારેય પ્રયાસ કરવામાં આવ્યો ન હતો, જેમાં યશરાજ ફિલ્મ તમામ ભારતીય રમતો અને આ પ્રતિષ્ઠિત વૈશ્ર્વિક એક દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટની તમામ મુખ્ય મેચોમાં ટાઇગર ૩નો પ્રચાર કરશે.
સૂત્રોએ જણાવ્યું કે ‘ટાઈગર ૩’ ભાર
ત વિરુદ્ધ પાકિસ્તાન મેચને કેપ્ચર કરશે. સલમાને સમગ્ર ટૂર્નામેન્ટ અને સમગ્ર ભારતમાં અન્ય મહત્વપૂર્ણ મેચો માટે ક્રિકેટ વર્લ્ડ કપ થીમ આધારિત કો-બ્રાન્ડેડ પ્રોમોઝ પણ શૂટ કર્યા છે.
વર્લ્ડ કપ માટે આ અત્યાર સુધીનું સૌથી મોટું ફિલ્મ માર્કેટિંગ એસોસિએશન છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ૨૦૧૯ વર્લ્ડ કપની મેચો ૫૦૦+ મિલિયનથી વધુ દર્શકો સુધી પહોંચી હતી. ૨૦૧૯માં ભારત અને પાકિસ્તાનની મેચ લગભગ ૨૦૦ મિલિયનથી વધુ દર્શકો સુધી પહોંચી હતી. તેથી કોઈ માત્ર કલ્પના કરી શકે છે કે ૨૦૨૩ માં ટુર્નામેન્ટ ખગોળીય પહોંચ ધરાવે છે અને ટાઇગર ૩ તેનો મોટા પાયે લાભ લેશે.
મનીષ શર્મા દ્વારા દિગ્દર્શિત અને આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત, ટાઇગર ૩ આ દિવાળીએ રિલીઝ થવાની તૈયારીમાં છે. તે યસરાજ ફિલ્મની સ્પાઇ યુનિવર્સની સૌથી નવી ફિલ્મ છે અને તેમાં સલમાન ખાન સાથે કેટરિના કૈફ છે. હવે જોવાનું રહેશે દર્શકોના દિલમાં આ ફિલ્મ કેવી છાપ જોડશે અને પઠાનની જેમ આ ફિલ્મ પણ બ્લોકબસ્ટર થશે કે શે?
યસરાજ ફિલ્મની સ્પાય બ્રહ્માંડની ચારેય ફિલ્મો સુપર હિટ રહી છે અને હિન્દી સિનેમાની આ અનોખી ફ્રેન્ચાઈઝીએ બોક્સ ઓફિસ પર ૧૦૦ ટકા બ્લોકબસ્ટર પરિણામો આપ્યા છે. આ ફ્રેન્ચાઈઝીની વધુ બે ફિલ્મો ‘વોર ૨’ અને ‘ટાઈગર વર્સીસ પઠાણ’ પર પણ કામ શરૂ થઈ ગયું છે. આ સિવાય આ બ્રહ્માંડમાં મહિલા રૉ એજન્ટની એન્ટ્રી પણ નક્કી થઈ ગઈ છે, આ પાત્ર આલિયા ભટ્ટને ગયું છે. આ પહેલા કેટરિના કૈફ અને દીપિકા પાદુકોણને આ બ્રહ્માંડમાં મહિલા જાસૂસ તરીકે જોવામાં આવી છે, પરંતુ તે બંને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ સાથે સંબંધિત હતા.