મુંજ્યા’નું બેચેનકુંવાં’ ભૂત…!
ફોકસ -એન. કે. અરોરા
આ વર્ષે 7 જૂન, 2024ના રોજ થિયેટરોમાં રિલીઝ થયેલી ફિલ્મ `મુંજ્યા’નું એક બેચેન `કુંવાં’ ભૂત હાલ સમાચારોમાં છવાયેલું છે! કારણ કે હોરર ફિલ્મોના ગંભીર વિચારકો આને `આનંદદાયક વિનાશ વેરનાર’ એટલે કે એવા મહારાષ્ટ્રિયન ભૂતના રૂપમાં ક્રમાંકિત કર્યું છે જે ઠંડા આતંકના હદ સુધી હાસ્યરસથી ભરપૂર છે. હકીકતમાં ફિલ્મ મુંજ્યાની વાર્તા મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રની એક દંતકથા પર આધારિત છે. જેના પરથી બનેલી આ હોરર કોમેડી ફિલ્મ આ વર્ષે સૌનું ધ્યાન ખેંચવામાં એટલા માટે સફળ રહી કારણ કે 25 કરોડ કરતાં ઓછા ખર્ચે બનેલી(જો કે તેના ખર્ચનો રિપોર્ટેડ દાવો 30 કરોડ રૂપિયા છે) આ ફિલ્મે પહેલા જ સપ્તાહમાં લગભગ 37 કરોડનો વકરો કર્યો અને બીજા સપ્તાહમાં પણ તેની કમાણીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો.
14 દિવસમાં નેટ 71 કરોડ રૂપિયાની કમાણી કરનાર આ ફિલ્મ જ્યારે પડદા પરથી ઉતરી ત્યાં સુધીમાં 130 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી હતી અને વર્ષ 2024ની 8મી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ચૂકી હતી. આ ફિલ્મમાં ન તો કોઇ સ્ટાર કાસ્ટ હતી કે ફિલ્મમાં એવા કોઇ કલાકારો ન હતા જેના ચાહકોની સંખ્યા કરોડોમાં હોય. અભય વર્મા, મોના સિંહ અને શરવરી વાઘ જેવા સામાન્ય કલાકારોની આ ફિલ્મે 300 કરોડની અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની ફિલ્મ `બડે મિયાં, છોટે મિયાં’ અને 200 કરોડની રિપોર્ટેડ બજેટની અજય દેવગનની `મૈદાન’ને મેદાનમાંથી ધકેલી મૂકી હતી. આટલે ન અટકતા કાર્તિક આર્યનની `ચંદૂ ચેમ્પિયન’ કરતાં પણ ઘણી આગળ નીકળી ગઇ હતી. ચંદૂ ચેમ્પિયનનું બજેટ પણ 100થી 120 કરોડ રૂપિયાનું હતું.
પરંતુ મુંજ્યા આટલી કમાણી કરવા છતાં સિનેમા સાથે ગંભીર નિસબત ધરાવનારાઓની નજરમાં આવી નહીં. હકીકતમાં આ ફિલ્મ વર્તમાનમાં ચર્ચામાં હોવાનું કારણ આ ફિલ્મનો મુંજ્યા એટલે કે ભૂતનું પાત્ર છે. જે બોલીવૂડના અત્યાર સુધીનાં ભૂતિયા પાત્રોમાં સૌથી અલગ, ઊર્જાથી ભરપૂર, નવા પ્રકારનો ધીમો આતંક ફેલાવનાર અને ધિક્કારના બદલે વિલક્ષણ તૃષ્ણાઓ પેદા કરનાં છે. બોલીવૂડમાં હંમેશાંથી ભૂતિયા ફિલ્મોનો અલગ વર્ગ રહ્યો છે. એ જ કારણ છે કે ગત સદીના 50ના દાયકાથી સમયાંતરે ભૂતિયા ફિલ્મો સફળ થતી રહી છે અને તેની માગ પણ રહી છે. આ જ કારણ છે કે છેલ્લાં 100 વર્ષોમાં હિન્દી ફિલ્મોએ ઘણા ભૂતોને જન્મ આપ્યો છે, જે ભયાનક, ભય પેદા કરનાર અને એવી ડરામણી પ્રવૃત્તિઓને અંજામ આપનાર હોય છે જેને જોતા જ બીકના માર્યા ચીસ નીકળી જાય છે. પરંતુ મુંજ્યા આ બધાથી અલગ છે. મુંજ્યા એક ખાસ પ્રકારનું મહારાષ્ટ્રિયન ભૂત છે. હકીકતમાં મુંજ્યા મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રની દંતકથાઓનું ભૂત છે. જ્યારે તમે ગોવાથી મુંબઇ તરફ આગળ વધશો તો કોંકણ ક્ષેત્રનો દરેક વ્યક્તિ તમને મુંજ્યા, હડલ અને દેવચરની એવી એવી વાર્તાઓ સંભળાવશે, જેને તમે તમારા દાદી કે નાની પાસેથી સાંભળી હોય. સદીઓથી આ વાર્તાઓ દાદીઓ અને નાનીઓના કારણે પેઢી દર પેઢી પહોંચતી રહી છે.
મુંજ્યા ફિલ્મ `તુંબાડ’ વાર્તા પર બની છે, આ એક એવી વાર્તા છે, જેમાં ગામડાઓમાં સાંજ પડતા જ કહેવામાં આવે છે કે બહાર ન નીકળતા નહીંતર મુંજ્યા આવી જશે. પરંતુ વાત માત્ર આ અર્ધકિશોર, અર્ધનવયુવાન ભૂત મુંજ્યાની નથી, આ એક એવા કલ્ટ બની ચૂકેલા ભૂતની છે, જે હસાવે પણ છે અને હૃદયમાં ઘૂસીને ભયાનક રીતે ડરાવે પણ છે. હકીકતમાં જ્યારે કોઇ બ્રાહ્મણનો દીકરો મુંજ એટલે કે યજ્ઞોપવિત સંસ્કાર બાદ 10 દિવસની અંદર મૃત્યુ પામે છે તો તે બ્રહ્મરાક્ષસ બની જાય છે. આ બ્રહ્મરાક્ષસને મુંજ્યા પણ કહેવામાં આવે છે. આ મુંજ્યા બીજા લોકોને હેરાન કરવાને બદલે તેના સગા-સંબંધીઓને વધુ હેરાન કરે છે.
Also read: ડાયલોગમાં `દાદાગીરી’ તો દિલીપકુમારની જ..!
એવું કહેવાય છે કે 1992માં કોંકણમાં રહેતા એક એવા જ બાળકનું યજ્ઞોપવિત સંસ્કાર થયાના 10 દિવસની અંદર મૃત્યુ થયું હતું. જ્યારે તેનું મૃત્યુ થયું તે પહેલા તે બાળક તેનાથી ઉંમરમાં ઘણી મોટી એક છોકરી મુન્ની સાથે લગ્ન કરવાની તેના પરિવાર પાસે જીદ કરતો રહેતો હતો. જેવી રીતે દરેક જગ્યાએ નાનાં બાળકો તેની ફઇઓ અને ગામની બીજી મોટી છોકરીઓથી આકર્ષિત થઇને તેની સાથે લગ્ન કરવાની બાલિશ જીદ કરતા હોય છે, પરંતુ સામાન્ય રીતે આ વાતો અજાણ્યા બાળપણની હોય છે. તેથી બાળકો જેવા મોટા થાય તે સાથે જ બધી વાતો રાત્રિના સપનાની માફક ભૂલી જાય છે, પરંતુ અહીં મામલો અલગ છે. એક છોકરો ઉત્કટતાથી તેનાથી મોટી ઉંમરની છોકરી મુન્ની સાથે માત્ર લગ્ન કરવાની જ જીદ નથી કરતો પરંતુ તેના માટે જેટલા પણ તે ઉપાય કરી શકે તે તમામ કરે છે.
જો કે તેનો ઉછેર જે ઘરમાં થાય છે ત્યાંના લોકો અલૌકિક શક્તિઓ પર વિશ્વાસ રાખે છે અને તે ઘરમાં કાળી શક્તિઓને જાગૃત પણ કરવામાં આવે છે. તે પણ જાણતા અજાણતા આ બધી વાતો જાણતો હોય છે. તેથી તે મુન્ની(શરવરી વાઘ) સાથે લગ્ન કરવા માટે તેની બહેન બેલાની બલિ ચઢાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે આમાં સફળ નથી થતો અને ખુદ મોતને ભેટે છે.