મેટિની

ભારતથી મૉસ્કો સુધીની `જોકર’ની સફર

અભિનેતા-ફિલ્મ નિર્માતા રાજ કપૂરની `મેરા નામ જોકર’ને રશિયામાં અવિશ્વસનીય સફળતા મળ્યાના પાંચ દાયકા બાદ ભારતીય હવે ડિરેક્ટર સૌરીશ ડેએ પોતાની ફિલ્મમાં જોકર તરીકે કોલકતાના બાગાંબર બેરાને દર્શાવ્યો છે. ફિલ્મમાં બેરા અભિનેતા નહીં, પણ ખરેખર જોકર જ છે એવું કહેવું યોગ્ય રહેશે. આ ફિલ્મની પસંદગી 47મા મોસ્કો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માટે કરવામાં આવી છે.

ઇઓન ફિલ્મ્સના મોહન દાસ અને શોટકટ્સ ફિલ્મના સૌરીશ ડે દ્વારા પ્રોડ્યુસ આ ફિલ્મમાં એક નવી ટેક્નિકનો ઉપયોગ થયો છે. ફિલ્મ બનાવતી વખતે 84,046 ફોટોગ્રાફમાંથી 60,000 ફોટોના ઉપયોગ સ્ટોપ-મોશન નરેટિવ માટે કરવામાં આવ્યો હતો.

સૌરીશ ડે એક ડોક્યુમેન્ટરી બનાવવા માટે અચાનક બેરાને મળ્યા ત્યારે જ આ ફિલ્મના બીજ રોપાયા હતા.
`તેણે પોતાની વ્યક્તિગત વાતો કહેવાનું શરૂ કર્યું. તેનો સંઘર્ષ, તેની કળા, કલાકાર તરીકે તેની ઓળખ બધું તે કહેવા લાગ્યો. મને ત્યારે જ ખબર પડી ગઇ કે આ ડોક્યુમેન્ટરી કરતા કંઇક વધુ છે’, એમ સૌરીશે ફિલ્મ બનાવવા અંગેની માહિતી આપવાની શરૂઆત કરી.

મોહન દાસ જણાવે છે કે સૌરીશે તેની અગાઉની ફિલ્મ ફુરુટ' વખતે જજોકર’ના કોન્સેપ્ટની વાત કરી હતી. સ્ટોપ-મોશનનો ઉપયોગ કરવાનો તેનો નિર્ણય કલાત્મક અને પ્રતિકાત્મક જ નહીં, પરંતુ સર્જનાત્મક અને અર્થપૂર્ણ પણ રહ્યો હતો.

બેરાએ અગાઉ બુદ્ધાદેબ દાસગુપ્તાની ઉત્તરા', કૌશિક ગાંગુલીનીછોટોદર છોબી’ અને શ્રીજિત મુખરજીની દોશોમ અવબોતાર' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુજોકર’ અલગ છે.

આપણ વાંચો:  આજની ટૂંકી વાર્તા : ભીંત પરનો ભૂતકાળ

બાવીસમી એપ્રિલે `કારો 11 ઓક્તીઅબ્ર’ મોસ્કો પ્રીમિયર યોજાશે જેમાં સૌરીશ, મોહન દાસ અને તેમની ટીમ હાજરી આપશે, પરંતુ બેરા પાસે પાસપોર્ટ ન હોવાને કારણે તે ત્યાં જઇ શકશે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button