‘શોલે’ને ઓપનિંગ કલેકશનમાં આંબી ગયેલી ફિલ્મ
ફિલ્મનામા – નરેશ શાહ
ચાર દશકા જૂની વાતથી શરૂઆત છે. ૧૯૮૧માં એક બી ગે્રડની ફિલ્મ ભારતમાં રિલીઝ થયેલી, જે ખરેખર તો ક્ધનડ ફિલ્મ અંતાની રિ-મેક હતી. જીતેન્દ્ર-હેમા માલિની-પરવીન બાબીને ચમકાવતી ‘મેરી આવાઝ સુનો’ નામની આ ફિલ્મ આઈ-ગઈ થઈ ગઈ હોત પણ તેના નસીબમાં બ્લોક બસ્ટર ફિલ્મ તરીકે નોંધાવું નકકી થયું હતું.
૧૯૮૧માં, આજની જેમ ફિલ્મો દેશ-વિદેશમાં એકસાથે રિલીઝ થતી નહોતી. મેરી આવાઝ સુનો પણ પ્રથમ દિલ્હી-હરિયાણામાં રિલીઝ થયેલી. તેમાં દર્શાવાયેલી હિંસા અને રાજકીય નેતાઓના પાત્રાલેખનના મુે (એ વખતે) કૉંગે્રસના નેતા ગુલામનબી આઝાદે સંસદના સત્ર દરમિયાન તેના પર પ્રતિબંધ મૂકવાની માગણી મૂકી અને…
‘મેરી આવાઝ સુનો’ ફિલ્મની નિકલ પડી. રજનીકાંતની ફિલ્મોની જેમ તેના વહેલી સવારથી મોડી રાતના શો શરૂ થઈ ગયા. પ્રતિબંધ લાગી જાય એ પહેલાં બધાને મેરી આવાઝ સુનો ફિલ્મ જોઈ લેવી હતી એટલે રીતસરનું પાગલપણું શરૂ થયું.
રેકોર્ડ પ્રમાણે, એ ફિલ્મ અમદાવાદના અગિયાર અને રાજકોટના ચાર થિયેટરોમાં એકસાથે દર્શાવવામાં આવી હતી. ઉલ્લાસનગર (મુંબઈ)ના અનિલ અને અશોક નામના જોડિયા થિયેટરોમાં આ ફિલ્મના દરરોજના સાત-સાત શો શરૂ કરવામાં આવ્યા હતા.
દેશભરમાં આવો જ માહોલ હતો. એ સમયે મુંબઈમાં થિયેટરની ટિકિટના ભાવ છથી બાર રૂપિયા (સ્ટોલ, અપરસ્ટોલ અને બાલ્કની) જેવા રહેતાં, પણ મેરી આવાઝ સુનો ફિલ્મ જોવાનો ક્રેઝ એવો હતો કે તેની ટિકિટ બ્લેકમાં સાઈઠ રૂપિયાની ઊંચી કિંમતે લોકો ખરીદતા હતા. આ રીતે બ્લેક માર્કેટમાં ટિકિટ ખરીદનારા ફિલ્મ જોઈને બહાર નીકળતાં ત્યારે બે દૃશ્યોની હિંસા બારામાં વિચારીને પણ થથરી જતા હતા.
બે દૃશ્યોની વાત કરતાં પહેલાં મેરી આવાઝ સુનો ફિલ્મની કહાણી જાણી લઈએ.આમ જૂઓ તો, મેરી આવાઝ સુનોની કહાણી (ડોન જેવી) જ હતી. સુશીલકુમાર નામનો ઈમાનદાર પોલીસ ઓફિસર તેના જેવા જ દેખાતાં ગુનેગાર કંવરલાલ (બન્ને જીતેન્દ્ર)જેવો બનીને ગિરોહમાં સામેલ થઈ જાય છે અને આખું નેટવર્ક સમજી પુરાવાઓ એકઠાં કરવા માંડે છે.
જો કે, ભેદ ખૂલી જતાં ગુંડાપાર્ટી પોલીસ અધિકારીને ટોર્ચર કરે છે. એ ઝૂકતો નથી એટલે તેની પ્રેગનન્ટ પત્ની પર અત્યાચાર કરવામાં આવે છે. આ દૃશ્યો અને બે અઠવાડિયાં માટે લાગેલાં પ્રતિબંધને કારણે (એ પછી નવી કાંટછાંટ કરવામાં આવેલી) મેરી આવાઝ સુનોએ લોકોમાં એવું કુતૂહલ જન્માવેલુું કે, તેનું ઓપનિંગ કલેકશન શોલે ફિલ્મને પણ આંબી ગયું હતું.
બધાને હલબલાવી ગયેલાં બે પૈકીનું એક દૃશ્ય હતું ફિલ્મના વિલનો હિરો (જીતેન્દ્ર)ને ટોર્ચર કરતી વખતે તેની આંગળીના નખ ખેંચી કાઢે છે, તે. એ જમાનામાં હિંસા કે ટોર્ચરનો આ નવો અધ્યાય હતો. એ સમયે તો કોરિયન ફિલ્મો બને છે કે કેમ, તેની ગતાગમ પણ લોકોને નહોતી અને એ જમાનામાં (વધીને ટાવરિંગ ઈન્ફર્નો જેવી) ડિઝાસ્ટર મૂવી જ ભારતના થિયેટરોમાં રિલીઝ થતી હતી. મેરી આવાઝ સુનો ફિલ્મનું બીજું દૃશ્ય પણ કમકમાટી જગાવે તેવું હતું.
ફિલ્મમાં પ્રેગનન્ટ બનેલી હિરોઈન હેમા માલિનીને એ રીતે મારવામાં આવે છે કે તેનો ગર્ભપાત થઈ જાય છે.
સોળ વરસની ઉંમરે (જેમ તેમ થિયેટરમાં ઘૂસી જઈને) એડલ્ટ સર્ટિફિકેટ ધરાવતી મેરી આવાઝ સુનો ફિલ્મ જોયા પછી યાદ રહી ગયેલાં આ બે દૃશ્યો છે. એ વખતે ખબર નહોતી કે ગુલામનબી આઝાદે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની સંસદના સત્રમાં માગણી કરેલી તેની પાછળનું કારણ અલગ હતું.
મેરી આવાઝ સુનો ફિલ્મમાં ઈમાનદાર પોલીસ ઓફિસર સુશીલકુમાર સમાજમાં બદી ફેલાવતાં અસામાજિક તત્ત્વોની સામે જંગ છેડે છે. આ અસામાજિક તત્ત્વો એટલે કેન્દ્રીય ગૃહમંત્રી, ગૃહસચિવ અને પોલીસ મહાનિરીક્ષ્ાકની ગિરોહ.
આજે તો ગમે તે હોદૃા પરના નેતાઓને વિલન દર્શાવાય તો પ્રેક્ષ્ાકો અને સેન્સર બોર્ડ તેને સરળતાથી પાસ કરી દે છે. ૧૯૮૧માં પણ સેન્સર બોર્ડે મેરી આવાઝ સુનોને એ (પુખ્ત વય) કેટેગરીના સર્ટિફિકેટ સાથે પાસ કરી દીધી હતી, પણ પછી તેના પર સરકારી દબાણવશ બે સપ્તાહ માટેનો પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો.
૧૯૭૮માં કિસ્સા કુર્સી કા ફિલ્મ પણ આ રીતે સેન્સર બોર્ડની હડફેટે ચડી ગઈ હતી. તેને તો રિલીઝ જ થવા દેવામાં નહોતી આવી, પરંતુ કિસ્સા કુર્સી કામાં વેધક વ્યંગ અને પ્રજાની લાચારીનો વિષ્ાય હતો, જયારે મેરી આવાઝ સુનો ફિલ્મમાં તો અત્યાધિક હિંસા અને પાત્રાલેખન પણ જવાબદાર બન્યું હતું.