મેટિની

ઋષિકપૂરની ફિલ્મી જીવનની અકળામણ બની રેકોર્ડ સર્જક

ફિલ્મનામા -નરેશ શાહ

અમારા દામ્પત્ય જીવનમાં ભરતી-ઓટ નથી આવી એવું હરગીઝ નથી , પરંતુ એ દરેક ચઢાવ- ઉતારમાં જવાબદાર હું જ હતો, નીતુ (સીંઘ) નહીં… હા, અમારા સંબંધોમાં આવેલા ભરતી-ઓટમાં ક્યારેય કોઈ મહિલા કેન્દ્રસ્થાનમાં નહોતી એ પણ મારે કહેવું છે .

આ શબ્દો ઋષિ કપૂરના છે. આ સ્ટેટમેન્ટ પછી જો કે ઋષિ ઉમેરે છે કે, જયારે સાગર (૧૯૮પ) ફિલ્મમાં ડિમ્પલ સાથે એ કામ કરતા હતા ત્યારે નીતુ થોડી ડરી ગઈ હતી અને એ ભયની વાત એણે ખુદ થોડા વર્ષ પછી ખુદ ઋષિને કરી હતી.

૩૦ એપ્રિલ, ર૦ર૪ના દિવસે જેમના અવસાનની ચોથી પુણ્યતિથિ છે,એ ઋષિકપૂરને હીરો તરીકે ચમકાવતી ‘બોબી’ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ ડિમ્પલે સુપરસ્ટાર (અને પોતાનાથી મોટા) રાજેશ ખન્ના સાથે લગ્ન કરી લીધા હતા અને બાર વરસ પછી ‘સાગર’ ફિલ્મથી ડિમ્પલ કાપડિયાએ કમબેક ર્ક્યું ત્યારે એ બે બાળકીની માતા અને ડિવોર્સી હતા. ‘બોબી’ સમયે ઋષિમાટે ડિમ્પલ મિત્રથી થોડી વિશેષ હતી.અને એની જાણ નીતુને હતી અને એટલે જ એ ‘સાગર’ વખતે જરા અપસેટ રહેતી હતી, પણ…

પોતાની પ્રથમ ફિલ્મ ‘બોબી’થી સ્ટાર બની ગયેલાં ઋષિની હાલત એ સમયે કફોડી થઈ ગઈ હતી, કારણકે બોબી’ સમયે એ માત્ર ૨૧ વરસના હતા અને ફિલ્મજગતમાં એની સાથે જોડી બનાવી શકાય તેવી કોઈ ખાસ હિરોઈનો પણ નહોતી. એંસીનો દાયકો હેમા માલિની, રેખા, પરવીન બાબી, ઝિન્નત અમાન જેવી હિરોઈનોનો હતો. આ બધી યા તો ઋષિકપૂર કરતાં મોટી દેખાતી હતી યા તો એનું એનર્જી લેવલ ઋષિ ેજેવા યંગ એનર્જી સાથે મેચ થાય તેમ નહોતું.

પોતાની કેરિયરના પ્રથમ પડાવમાં રોમાન્ટિક હીરોની ઈમેજ સાથે કામ કરનારા ચિન્ટુ (ઋષિનું હૂલામણું નામ) માટે હાલત એવી કફોડી થઈ ગઈ હતી કે રાજ કપૂરે એની બીજી ફિલ્મ માટે નવો ચહેરો જ પસંદ કરવો પડેલો.

બહુ ઓછા લોકો જાણે છે કે ‘બોબી’ પછી તરત રાજ કપૂર એના પૂત્ર ઋષિને જ લઈને ‘હિના’ (જે પછીથી ઋષિ-ઝેબા બખ્તીયાર સાથે છેક ૧૯૯૧માં બની. તેના ડિરેકટર રણધીર કપૂર હતા કારણકે રાજજીનો દેહાંત થઈ ગયો હતો ) બનાવવાના હતા અને હિના તરીકે નફિસા અલી (‘અક્સ’માં અમિતાભ બચ્ચનના પત્ની બનેલાં) નામનો નવો ચહેરો પસંદ ર્ક્યો
હતો પણ એ સમયે બાત બની
નહીં.

આ તરફ ઋષિસાથે મેચ થઈ શકે એવી બે જ હીરોઈન બચતી હતી. બાળ કલાકાર તરીકે કામ કરનારી નીતુ સિંઘ અને મૌસમી ચેટરજી. બોબી’ પછી રિલીઝ થયેલી ઝહરિલા ઈન્સાન, રફુચક્કર, ઝિંદાદીલ, ખેલ ખેલ મેં ફિલ્મમાં નીતુ અને મૌસમી ચેટરજી હતા , પણ દરેક ફિલ્મમાં આ બે જ હીરોઈનને ઋષિકપૂરની સાથે લેવાનું પ્રેકટિકલ નહોતું (ઋષિ- નીતુ એ ૧૫ હિન્દી ફિલ્મમાં સાથે કામ ર્ક્યું છે તેમ છતાં) આ કારણે જ ઋષિસામે હિરોઈન તરીકે નવા ચહેરાને લોન્ચ કરવાનો અખતરો વાસ્તવમાં તો રેકોર્ડ બનીને બોલીવુડના ઈતિહાસમાં ચિન્ટુજીના નામે નોંધાય ગયો છે.

૬૮ વરસની આવરદામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં છવ્વીસ વરસ કામ કરીને ૧૬૩ ફિલ્મો (શર્માજી નમકિન – અવસાન પછી અને પરેશ રાવલને લઈને ર૦ર૧માં રિલીઝ થઈ) કરનારા ઋષિકપૂર માટે એ રેકોર્ડ કાયમ રહેશે કે એમની સાથે યા ન એમની ફિલ્મમાં ત્રીસ જેટલી નવી તારિકાઓને બ્રેક આપવામાં આવ્યો હતો.

એક લિસ્ટ પર નજર નાખવા જેવું છે :
ડિમ્પલ કાપડિઆ (બોબી), સુલક્ષ્ાણા પંડિત (રાજા), શોમા આનંદ (બારૂદ), નસીમ (કભી કભી), કાજલ કિરણ (હમ કિસી સે કમ નહીં), ભાવના ભટ્ટ (નયા દૌર), રંજિતા કૌર (લૈલા મજનુ), જયા પ્રદા (સરગમ – હિન્દીમાં તેની પ્રથમ ફિલ્મ હતી), પદમિની કોલ્હાપુર (જમાને કો દિખાના હૈ – હિરોઈન તરીકેની પ્રથમ, અન્ય ફિલ્મો બાળ કલાકાર તરીકે કરેલી), રાધિકા (નસીબ અપના અપના) સોનમ (વિજય), વિનીતા ગોયલ (જનમ-જનમ), સંગીતા બિજલાની (હથિયાર), ઝેબા બખ્તિયાર અને અશ્ર્વિની ભાવે (હિના), રૂખસાર (ઈન્તિહા
પ્યાર કી), વર્ષ્ાા ઉષ્ાગાંવકર (હનીમુન), તબ્બુ (પહેલા પહેલા પ્યાર).

આ લિસ્ટ ઋષિ ર સાથે રોમાન્ટિક રોલ કરનારી હીરોઈનનું છે. ઋષિખુદ સ્વીકારી ચૂક્યા હતા કે, નવી તારિકાઓ સાથેની મારી ફિલ્મો (બોબી, સરગમ, લૈલા મજનુ, હમ કિસી સે કમ નહીં) હિટ ગઈ હતી, પણ એ ફિલ્મોમાં જાણીતો ચહેરો મારો હોવાથી સઘળો યશ મને જ મળ્યો હતો. મારી સાથે પ્રથમ વખત ચમકનારી હિરોઈનોમાં પણ ગજબનો સંયોગ એ થયો કે એમની સાથે મારી બીજી ફિલ્મ બની જ નહીં યા વરસો પછી (ડિમ્પલની જેમ) કોઈ ફિલ્મમાં અમારી પેર બની.

ચોકલેટ બોય’ યા રોમાંસના ‘રાજા’ તરીકેની કેરિયરના પ્રથમ રાઉન્ડમાં જો કે ‘દૂસરા આદમી’ ફિલ્મમાં સાથે કામ કરનારા રાખી ગુલઝાર માટે ઋષિને વિશેષ્ા માન હતું, કારણકે રાખીએ પોતાની ઈમેજની પરવાહ ર્ક્યા વગર અમિતાભ બચ્ચનની હિરોઈન બનવા સાથે ‘શક્તિ’માં ઋષિની મા બનવાનો સાહસિક નિર્ણય લીધો હતો. રાખી ઋષિ કપૂર કરતાં પાંચ વરસ જ મોટા હતા છતાં ‘કભી કભી ’ અને ‘યે વાદા રહા’ ફિલ્મમાં એ ઋષિકપૂરની પણ મા બન્યા હતા.

ચરિત્ર ભૂમિકાનો બીજો રાઉન્ડ ઋષિકપૂર માટે ૧૯૯૬થી ( ‘પ્રેમગ્રંથ’ ફિલ્મની નિષ્ફળતા પછી) શરૂ થયો, જેમાં એમણે અમિતાભ બચ્ચનની જેમ ધમાકેદાર ઈનિંગ રમી. આ પિરીયડમાં પણ આલિયા ભટ્ટ (સ્ટૂડન્ટ ઓફ ધ ઈયર), વાણી કપૂર (શુદ્ધ દેશી રોમાંસ), પલ્લવી શારદા (બેશરમ), તાપસી પન્નુ (ચશ્મે બદદુર), મિષ્ટી (કાંચી)
જેવી હિરોઈનો જે ફિલ્મમાં લોન્ચ થઈ અને તેમાં ચિન્ટુબાબાએ મહત્ત્વનાં કિરદાર નિભાવ્યાં
હતાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button