મેટિની

વકીલાત છોડી હીરો બન્યા સુજીત કુમાર

હાલમાં રાજેશ ખન્નાનો જન્મદિવસ ઉજવાયો ત્યારે તેના સહકલાકાર સુજિતકુમારને પણ યાદ કરી લઈએ. રાજેશ ખન્નાની ફિલ્મો હિટ થઈ એમાં તેનું પણ યોગદાન છે

ફોકસ – નીધિ ભટ્ટ

સુજીત કુમારનો જન્મ ૭ ફેબ્રુઆરી ૧૯૩૪ના રોજ બનારસમાં થયો હતો. તે ખેડૂત પરિવારમાં જન્મ્યા હતા. સુજીતનો પરિવાર ઘણો સમૃદ્ધ હતો, તેથી સુજીતે તેના અભ્યાસ માટે લંડન જવાનું નક્કી કર્યું. સુજીત પણ ખૂબ જ સારી રીતે ક્રિકેટ રમતા હતા અને તેમાં પણ ખૂબ રસ હતો. લંડન જતા પહેલા તેને પોતાના શહેરમાં રહીને તેણે કાયદાનો અભ્યાસ પણ કર્યો અને સાથે સાથે કોલેજોમાં ભજવાતા નાટકોમાં પણ રસ લેવા લાગ્યા હતા.
એક વાર સુજિતે તેની કોલેજમાં એક નાટકમાં ભાગ લીધો હતો અને તે સમયના પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શક ફની મજમુદાર આ નાટક જોવા આવ્યા હતા. મજમુદારને નાટકમાં સુજીતનું કામ ખૂબ જ ગમ્યું. આ માટે સુજીતને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. તેણે સુજીતને ફિલ્મોમાં કરિયર બનાવવાની સલાહ આપી. ફાની મજુમદારને વિશ્વાસ હતો કે સુજીત ફિલ્મોમાં કંઈક સારું કરી શકશે.
ફણી મજુમદારની વાત સુજીત કુમાર સમજી ગયા અને તેમણે ફિલ્મોમાં કામ કરવાનું મન બનાવી લીધું. તે તેના પરિવારમાં એકમાત્ર બાળક હતા તેથી કોઈએ બહુ વિરોધ કર્યો ન હતો. સુજીતનું કામ ચાલુ થયું. ફિલ્મોમાં મજુમદારે જ સુજીત કુમારને તેમની ફિલ્મ ‘આકાશ દીપ’ માટે સાઈન કર્યા હતા. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, નંદા અને અશોક કુમારે મુખ્ય ભૂમિકા ભજવી હતી. પરંતુ મજુમદારે આ ફિલ્મમાં સુજીત કુમારને કોઈ રોલ આપ્યો ન હતો. તેણે કહ્યું કે તેણે અત્યારે આસિસ્ટન્ટ બનવું જોઈએ અને તેને આગામી ફિલ્મમાં પણ એક રોલ મળશે. આવી રીતે સુજીત કુમારની અભિનય જગતમાં શરૂઆત થઇ હતી.
બોલિવૂડમાં ઘણા એવા કલાકારો રહ્યા છે, જેમની એક્ટિંગ જોવા જેવી હતી. ધણા અભિનેતા ફિલ્મોમાં મુખ્ય ભૂમિકામાં ન હોવા છતાં, તે ઘણીવાર મુખ્ય અભિનેતાને ઢાંકી દેતો અભિનય કરતા હતા. આવા અભિનેતા તરીકેની છાપ સુજીત કુમારની હતી. કહેવાય છે કે સુપરસ્ટાર રાજેશ ખન્નાની ફિલ્મો દર્શકોને સુજીત કુમાર વિના અધૂરી લાગતી હતી. રાજેશ ખન્ના સાથે ‘આરાધના’, ‘ઇત્તેફાક’, ‘આન મિલો સજના’, ‘હાથી મેરે સાથી’, ‘રોટી’, ‘મહેબૂબા’, ‘અમૃત’ જેવી ઘણી યાદગાર ફિલ્મોમાં કામ કરનાર અભિનેતા સુજીત કુમાર મુખ્ય પાત્રમાં નહીં હોય. પરંતુ તેની સાથે જોડાયેલી યાદો આજે પણ ચાહકોના દિલમાં વસી ગઈ છે. તેમની કારકિર્દીમાં તેમણે ૧૫૦થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. આ સમય દરમિયાન તેણે ઘણા સુપરસ્ટાર્સ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી હતી.
જોકે તેણે મોટાભાગની ફિલ્મોમાં નેગેટિવ રોલ કર્યા છે. તેમ છતાં તેણે તે દરજ્જોે પ્રાપ્ત કર્યો ન હતો જેના તે લાયક હતા. તમને જાણીને નવાઈ લાગશે કે ભલે સુજીત કુમારને બોલિવૂડમાં કોઈ ખાસ ઓળખ ન મળી હોય, પરંતુ તેઓ ભોજપુરી ઈન્ડસ્ટ્રીના બાદશાહ હતા. ભોજપુરી સિનેમાના આધારે જ તેને હિન્દી ફિલ્મોમાં સારી ભૂમિકાઓ મળી અને તે લાંબા સમય સુધી હિન્દી સિનેમામાં રહી શક્યા.
સુજીતની પહેલી ફિલ્મ ‘દુર ગગન કી છાવ મેં’ હતી. કિશોર કુમારના કારણે સુજીત કુમારને પહેલો બ્રેક મળ્યો. ફિલ્મોમાં આવ્યા પછી સુજીતે ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જોકે તેની તમામ ફિલ્મો ફ્લોપ સાબિત થઈ હતી. લીડ એક્ટર તરીકે સિનેમામાં પોતાની જાતને સ્થાપિત ન કરી શકવાને કારણે તેણે હંમેશા સેક્ધડ લીડ અથવા સાઇડ રોલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. તેની ઈચ્છા ફળી અને તેણે જે પણ અભિનેતાની ફિલ્મોમાં સાઈડ રોલ ભજવ્યો તે ફિલ્મો ચોક્કસપણે બોક્સ ઓફિસ પર હિટ રહી.
એવું પણ કહેવાય છે કે સુજીત રાજેશ ખન્ના માટે પણ ખૂબ જ લકી હતા. સુજીતે રાજેશ ખન્ના સાથે લગભગ ૧૨ ફિલ્મોમાં કામ કર્યું હતું. રાજેશ ખન્ના સાથે ઘણી ફિલ્મો કર્યા પછી બંને ગાઢ મિત્રો બની ગયા. જેમ તેમની મિત્રતા ફિલ્મોમાં જોવા મળે છે, તેવી જ મિત્રતા તેમના અંગત જીવનમાં જોવા મળી હતી. આ સિવાય સુજીતની જીતેન્દ્ર અને રાકેશ રોશન સાથે પણ સારી મિત્રતા હતી. તમને એ જાણીને દુ:ખદ આશ્ર્ચર્ય થશે કે અલગ-અલગ પાત્રોથી દર્શકોનું દિલ જીતનાર સુજીતને ક્યારેય પણ પોતાના કામ માટે કોઈ એવોર્ડ નથી મળ્યો અને થોડા સમય પછી તે બોલિવૂડની ગલીઓમાં ખોવાઈ ગયા. ૫ ફેબ્રુઆરી, ૨૦૧૦ના રોજ ૭૫ વર્ષની વયે સુજીત કુમારે આ દુનિયાને અલવિદા કહ્યું હતું. તે ત્રણ વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. તેમના છેલ્લા દિવસો ભારે દુ:ખમાં પસાર થયા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…