સ્ટાર-યાર-કલાકાર : ચિંગારી’થીચીન ચીન ચૂં’: ભૂલાઇ ગયેલા બાબુ મોશાય

- સંજય છેલ
આપણે ત્યાં યશ ચોપરા, રાજ કપૂર કે સંજય લીલા ભણસાલી અથવા તો કરણ જોહર જેવા અમુક જ નિર્માતા-નિર્દેશકોને `રોમાંસ અને સંગીતના રાજા’ કહીને લોકો વખાણે રાખે છે. માર્કેટિગને લીધે અથવા એમનાં સંતાનોના વંશવેલા કે પરિવારો કે અમુક સ્ટાર્સના કનેક્શનને લીધે આમ હશે? પણ આ બધાંઓની સાથે બીજા અનેક મેકરો છે જેને મીડિયાએ ભૂલાવી દીધા છે. આજે એવા એક સફળ-સમર્થ કલાકારને યાદ કરીએ..
પૈસા નહીં મળે પણ શૂટિગના દિવસે જમવાનું મળશે. તારે આસિસ્ટંટ તરીકે કામ કરવાનું. ત્રીજે માળે સેટ પર ત્યાં માં નામ લઇને પહોંચી જા.' બોમ્બે ટોકીઝમાં એ છોકરાની મુલાકાત લેખક ફણી મજમુદાર સાથે થઈ. ફણી એમની સ્ક્રિપ્ટો બંગાળીમાં લખતા. છોકરાએ કહ્યું,
સર, મને હિન્દી સાં આવડે છે.. તમારી સ્ક્રિપ્ટનો હિન્દીમાં અનુવાદ કરી આપીશ.’ ફણી મજમુદાર ખુશ થયા ને પૈસા પણ આપવા માંડ્યા. ત્યારે મુંબઇમાં એવી લોજ હતી જે 30-32 રૂ.માં આખો મહીનો એક ટંકનું ભાણું આપતી. આમ પેલા છોકરાની રાતે જમવાની વ્યવસ્થા થઈ ગઇ. બપોરે તો સ્ટુડીઓમાં લંચ મળી જ જતું…
જ્યારે એ છોકરો મુંબઈ આવ્યો ત્યારે એ પોતાની સાથે અભિનેતા બનવાનું સ્વપ્ન લઈને આવ્યો. એ વખતે એણે શાળા અને કોલેજમાં નાટકોમાં અભિનય કર્યો હતો.. તે સમયે છોકરાને ફિલ્મો વિશે આટલી જ ખબર હતી. એને ખબર નહોતી કે ફિલ્મ ઉદ્યોગમાં ઘણા બધા ટેકનિકલ અને કલાત્મક વિભાગો છે. એક દિવસ તે છોકરાએ તો દાદામુનિ અશોક કુમારને કહ્યું હતું કે મારે અભિનય કરવો છે, પરંતુ દાદામુનિએ એને અભિનય છોડીને ટેક્નિકલ ક્ષેત્રમાં રહેવાની સલાહ આપી કે સહાયક દિગ્દર્શક બન. હા, જો કોઈને નાની ભૂમિકા ભજવવાની જરૂર પડશે તો હું તને જાણ કરીશ.
વચન મુજબ, અશોક કુમારજીએ એ છોકરાને બે-ત્રણ ફિલ્મોમાં અભિનય કરવાની તક પણ આપી, પણ બધાની ભૂમિકા સરખી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા. અને બધાના સંવાદો પણ લગભગ સરખા હતા.એ છોકરાનું નામ શક્તિ હતું. જોકે, એને ક્યાં ખબર હતી કે હીરો બનવાનું નસીબમાં જ નહોતું. વર્ષો પછી એ જ છોકરો અથાગ મહેનતે ફિલ્મ ઉદ્યોગમાં ખૂબ જ પ્રખ્યાત દિગ્દર્શક બની ગયો. શક્તિ સામંતના નામથી પ્રખ્યાત થયો.. હા, આ શક્તિ સામંતજીની વાત છે.
શક્તિદા જન્મેલા તો બંગાળમાં પણ હિન્દી એટલે કે બાળપણ યુ.પી.માં વિતાવ્યું હતું ને દહેરાદૂનથી 12મું પાસ કર્યું. કલકત્તામાં એન્જિનિયરિગમાં પ્રવેશ મળ્યો નહીં અને બીજું કે એમને થિયેટરનો શોખ હતો, પણ એમના કાકાને અભિનય વગેરે બિલકુલ ગમતું નહોતું. પછી શક્તિદા, દુર્ગા પૂજા દરમિયાન નાટકોનું આયોજન કરતા. એક દિવસ રિહર્સલથી આવવામાં મોડું થયું એટલે બાપા શક્તિનું કાકાએ ખૂબ અપમાન કર્યુ. શક્તિદાએ મુંબઈ આવીને દૂર દાપોલી ગામમાં કોઇ એંગ્લો-ઉર્દૂ હાઈસ્કૂલમાં ટીચરની નોકરી મેળવી. સ્કૂલમાં આફ્રિકન અને મુસ્લિમ બાળકો હતાં એટલે શુક્રવારે સ્કૂલમાં રજા પડે કે શક્તિદા તરત ગુવારે સાંજે સ્ટીમર દ્વારા મુંબઈ આવે અને ફિલ્મોમાં કામ શોધવા માટે રખડે. શનિવારે સવારે દાપોલી પાછા આવી જાય. આઝાદી બાદ કોઈએ શક્તિદાને કહ્યું કે બોમ્બે ટોકીઝમાં ઘણા ખ્રિસ્તીઓ ને બંગાળીઓ છે. ત્યાં એ અશોકકુમારની મદદથી જોડાયા.
એ ત્યાં આસિસ્ટંટ હતા ત્યારે 3-4 ફિલ્મોમાં પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ પણ કરેલો. પછી આખરે 1954માં, એમણે ફિલ્મ બહુ'થી દિગ્દર્શક તરીકે સફળતા મેળવી. માત્ર 3 જ વરસમાં અનેક સફળ ફિલ્મો બાદ 1957માં,
શક્તિ ફિલ્મ્સ’ કંપની બનાવી, જેની પહેલી ફિલ્મ અશોકકુમાર ને મધુબાલાની, મ્યુઝિકલ મર્ડર મિસ્ટ્રી હાવડા બ્રિજ', જેના ગીત
આઇએ મહેરબાન’ કે `મેરા નામ ચીન ચીન ચૂં..’ આજેય મશહૂર છે.
1926માં જન્મેલ શક્તિ સામંતે 1950થી 1980ના દાયકામાં બોલિવૂડને અનેક યાદગાર ને સુપરહિટ ફિલ્મો આપી, પણ શક્તિદાની સૌથી મોટી દેણ એ કે એમની સુપરહિટ મ્યુઝિકલ આરાધના' ફિલ્મે રાજેશ ખન્નાને સુપરસ્ટાર બનાવ્યો.
કટી પતંગ’ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ ચાલી. અમર પ્રેમ' ફિલ્મનો ડાયલોગ
પુષ્પા, આઈ હેટ ટીયર્સ!’ આજે પણ લોકપ્રિય છે. એ જ ફિલ્મમાં ચિંગારી કોઇ ભડકે' ગીત માટે
હાવડા બ્રિજ’ અને હુગલી નદીનો અદ્્ભુત આબેહૂબ સેટ મુંબઇના નટરાજ સ્ટુડિયોમાં બનાવેલો.
આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : ફારુક ભારત તરફી રહે તો ફાયદામાં રહેશે
વળી, કાશ્મીર કી કલી' શર્મિલા ટાગોરની હિન્દીની પહેલી ફિલ્મ હતી અને યાદગાર સંગીતવાળી સુપરહિટ હતી. વિદેશમાં ફિલ્મોનું શૂટિગ શરૂ કરનારા પહેલા દિગ્દર્શકોમાંના એક શક્તિદા હતા.
એન ઇવનિંગ ઇન પેરિસ’નું ઘણું ખં શૂટિગ પેરિસમાં થયું હતું, જેમાં શર્મિલા ટાગોરે બિકીની પહેરી હતી ને સમાજમાં હોબાળો મચેલો. સુપરસ્ટાર રાજેશ ખન્નાના સારા દિવસોમાં સાથે શક્તિદાએ અનેક ફિલ્મોનું નિર્માણ- વિતરણ પણ શ કરેલું. વિધિની વિચિત્રતા જુઓ કે એ જ શક્તિદાએ રાજેશ ખન્નાનાં ખરાબ સમયમાં હરીફ અમિતાભ સાથે `ધ ગ્રેટ ગેંબલર’ ફિલ્મ બનાવેલી, જે બહુ ચાલી નહોતી.
1985માં, શક્તિ ફિલ્મ્સે `આરાધના સાઉન્ડ સર્વિસ’ વિભાગ શરૂ કરેલો. બંગાળી અને હિંદી મળીને 43 ફિલ્મોનું દિગ્દર્શન કર્યું.
ફિલ્મફેર એવોર્ડઝ અને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ પણ મેળવેલા. શક્તિદાની ઓફિસ જે નટરાજ સ્ટુડિયો મુંબઇના અંધેરી ઇસ્ટમાં હતી ત્યાં જ ગુરુુદત્ત, વિધુ વિનોદ ચોપરા વગેરે નિર્માતાઓની પણ ઓફિસ હતી. એ સ્ટુડિયો તૂટીને આજે ત્યાં કમર્શિયલ કોમ્પલેક્સ છે જ્યાં અનેક યાદગાર ફિલ્મો બનેલી.
2009માં અવસાન પામેલા શક્તિદાની હમણાં 9 એપ્રિલે પુણ્યતિથિ ગઇ. આજે પણ એમની ફિલ્મો અને સંગીત જીવે છે. આવા સમર્થ શક્તિ સામંતને 100 વાર નમન…