મારી ક્ષમાપનામાં Speed BreakerPossessiveness
-રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ
પર્યુષણ વ્યાખ્યાનમાળા
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં ગુણનો ગુણાકાર થાય છે, પુણ્ય વવાય છે અને ક્ષમાપનાને શ્રેષ્ઠ બનાવી આત્માની શુદ્ધિ કરાય છે, પણ ક્ષમાપના કરવામાં વ્યક્તિને ઘણી વસ્તુઓ નડતી હોય છે, જેમ કે, ego, cheating, Jealousy, વગેરે… એમાં એક હોય છે,possessiveness!
possessiveness એટલે મારાપણું, મારો અધિકારભાવ!
આજે જેના ઉપર મારો અધિકાર છે, તેના ઉપર બીજા કોઈ અધિકાર કરવા જાય તો તેના પ્રત્યે ધિક્કાર આવે, તેના પ્રત્યે અણગમો થાય, દ્વેષ થાય, ગુસ્સો આવે અને એ જ અંતે ક્ષમાપનામાં speedbreaker બની જાય, એ જ અંતે ક્ષમા માગતા અને ક્ષમા આપતાં અટકાવે.
કોઈપણ સંબંધ ક્યારેય શાશ્ર્વતતાની મફયિં લઈને નથી આવતા, એ તો expiry date લઈને આવે છે.
લાગણીની દરેક bottle ઉપર expiry date તો લખેલી જ હોય છે, પણ મોહના કારણે દેખાતી નથી, જ્યારે સમજની ત્રીજી આંખ ખૂલે, ત્યારે એ દેખાય પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે માટે જ, કોઈને પોતાના માનવા, પણ કોઈને 100%પોતાના ન માનવા.
કોઈને પોતાના માનવા એ પરિવાર ભાવના છે, કોઈને 100% પોતાના માનવાનો અધિકાર ભાવ,problemનું કારણ છે.
તમે આ ભવ પૂરતાં સાથે છો, ભવોભવથી હતાં નહીં અને ભવોભવ હશો નહીં, તો પછી શા માટે અધિકાર રાખવાનો ?
આપણીpossessiveness જ આપણી અજ્ઞાન દશા છે.
જ્ઞાનીને મન આખું વિશ્ર્વ પોતાનું હોય, અજ્ઞાનીને મન બહુ થોડાં પોતાના હોય, અજ્ઞાની 2,4 કે 5 વ્યક્તિને પોતાના માની family બનાવે, જ્યારે જ્ઞાની જગત આખાને family બનાવે, બધાંને પોતાના બનાવે, કોઈ માટે અધિકાર નહીં અને કોઈ પરાયું નહીં.
જ્યાં ‘મારું’ આવે, ત્યાં અધિકાર આવે અને અધિકારનાpercentage જરાક પણ ઓછા થાય એટલેproblem શરૂ થઈ જાય.
જ્યાં possessiveness હોય, ત્યાં વ્યક્તિ aggressive હોય.
જ્યાંરે વ્યક્તિ જેને પોતાના માનતી હોય, પછી એ વ્યક્તિ હોય, પદાર્થ હોય, office હોય, ઘર હોય, જે પણ હોય, એના ઉપર કોઈ અન્ય વ્યક્તિ પોતાનો અધિકાર બતાવે, એની ઈચ્છા ઉપર ક્યાંક અંતરાય આપે, ત્યારે તે એકદમ aggressive અને ક્રોધિત થઈ જાય, અંદરથી અશાંત થઈ જાય, અંદરમાં ઉશ્કેરાટ આવી જાય.
possessivenessને દૂર કરવાનો ઉપાય છે, તમારી અંદરમાં વિશ્ર્વવાત્સલ્ય ભાવ પ્રગટાવો.
જેમ જેમ વિશ્ર્વવાત્સલ્ય ભાવ વધે, તેમ તેમ તમે તમારી સંકુચિત વૃત્તિમાંથી બહાર નીકળી broad minded થતાં જાવ છો, તમે બધાં સાથે તવફયિ કરતાં શીખી જાવ છો. મહત્ત્વ ઘટે, તો મદદ કરવાના ભાવ જાગે. જ્યારે સહાય કરવાનો ભાવ જાગે છે, ત્યારે મારાપણાનો અધિકારભાવ શૂન્ય થઈ જાય છે.
possessiveness હોય ત્યાં doubts વધારે હોય.possessivenessના કારણે વ્યક્તિને નાની નાની વાતમાં doubts આવતા હોય અને એ doubtsના કારણે એમના relations down થતાં હોય. ખબર હોય કે મારી આવૃત્તિ, મારી આ મનોદશા મને તો દુ:ખી કરે છે પણ મારી આસપાસનાને પણ દુ:ખી કરે છે, છતાંય છૂટતી ન હોય. કેમ કે, પ્રભુનું સ્મરણ કરતાં શીખ્યાં છો પણ પ્રભુના સિદ્ધાંતને સમજતાં નથી શીખ્યા.
પ્રભુનો સિદ્ધાંત છે; पकडो मत, जाने दो. પણ મોટાભાગની વ્યક્તિઓએ શું કરી નાખ્યું છે, અલ્પવિરામને આગળ કરી નાખ્યું અને પ્રભુના સિદ્ધાંતનો અર્થ જ બદલી નાખ્યો.
पकडो मत, जाने दो.
જ્યાં સુધી અધિકાર ભાવ મુઠ્ઠીમાં બંધ છે, ત્યાં સુધી મુક્તિ શક્ય નથી.
કેટલાંક લોકો આપવા માટે અને અધિકાર છોડવા માટે મુઠ્ઠી તો ખોલે છે, પણ calculation સાથે!
જેટલું મહત્ત્વ, જેટલો અધિકાર, જેટલો રાગ ઓછો, એટલો હાથ ખુલ્લો અને હળવો!
કોઈએ ભગવાન મહાવીરને પૂછ્યું, તમે મહાવીર કેવી રીતે બન્યાં?
ભગવાને કહ્યું, નયસાર સુથારના ભવમાં ભોજન આપવાના સંસ્કારે મને રાજમહેલનો ત્યાગ કરતાં શીખવાડી દીધું. આપવું એ ત્યાગનું બીજ છે અને આપી એ જ શકે છે જેનો અધિકાર અને મહત્ત્વ ઘટે છે. પણ આપવાવાળાએ યાદ રાખવું…
આપવાવાળાએ ક્યારેય આપીને મોટા ન થઈ જવું અને જેને આપો એને ક્યારેય નાના ન બનાવી દેવા. જે પોતે નાના બનીને, બીજાને મોટા બનાવે તેને respectનું donation કહેવાય.
જેના હૃદયમાં વિશ્ર્વવાત્સલ્યનો ભાવ જાગે, એ જ વ્યક્તિ respectનું donation આપી શકે કેમ કે, એના heartમાં કોઈ જાતનીpossessiveness ન હોય, કોઈ પ્રકારનું મહત્ત્વ ન હોય.
થોડાં દિવસ પહેલાં ભુજથી એક ભાઈ આવ્યાં હતાં. એમણે કહ્યું, હું ગાયોનો vaccination માટે ₹ 9000/- donation આપવા આવ્યો છું. હું gas repairingનું કામ કરું છું અને મેં એક નિયમ બનાવ્યો છે, દર મહિને જેટલી કમાણી થાય, તેના 4 ભાગ કરું, 1 ભાગ જીવન જરૂરિયાત માટે, 1 ભાગ પરિવારની જરૂરિયાત માટે, 1 ભાગ સમાજની જરૂરિયાત માટે કેમ કે, સમાજના કારણે કમાણી થાય છે અને 1 ભાગ ધર્મની જરૂરિયાત માટે કેમ કે, ધર્મના કારણે મને સમજ મળી છે, એટલે એ સમજનો મારે tax આપવો જોઈએ ને!
અમે એને પૂછ્યું, ભવિષ્ય માટે કાંઇ saving ન કરો? એમણે કહ્યું, એના માટે તો ઉપરવાળો બેઠો છે ને, જન્મ આપ્યો છે, તો મારા જીવનની જવાબદારી રાખશે જ ને!
આને કહેવાય વિશ્ર્વવાત્સલ્યનો ભાવ, સર્વ પ્રેમનો ભાવ! જ્યાં હૃદયની ઉદારતા હોય ત્યાં મહત્ત્વનું મૃત્યુ થઈ જાય ત્યારે ઉદારતાનો જન્મ થાય. ઉદારતા જન્મે એટલે અધિકારભાવ છૂટી જાય, ત્યારે જ સાચી ક્ષમાપના સહજતાથી થઈ જાય.
અધિકાર હોય ત્યાં ક્ષમાપના આપવી અને ક્ષમાપના રાખવી કઠિન થઈ જાય.
અધિકાર ઘટાડવા કરો પ્રયોગ
- Capacity પ્રમાણે સંપત્તિનું donation આપો. * કોઈને Right direction બતાવો.
- કોઈને Right guidance આપો. * તમારામાં જે skill અને જે કળા હોય તે શીખડાવો.
- બાળકોને storyનું donation આપો. * કોઈને Idea“y„ donation આપો.
- કોઈને સુવાક્યનું donation આપો… જેમ કે, આજે પરમ ગુરુદેવે સમજાવ્યું છે, Possessivencess aggressive થવાનું કરાણ છે.
આ પ્રયોગ તમારા મહત્ત્વ અને અધિકારને અવશ્ય ઘટાડશે.