મેટિની

સાઉથ-હિન્દી વાટકી વહેવાર…

‘એનિમલ’ હિન્દીમાં બનાવી સાઉથની ભાષામાં ડબ કરવામાં આવી છે. દક્ષિણની ભાષા અને હિન્દી ફિલ્મોની લેવડદેવડની પરંપરા ૭૫ વર્ષ જૂની છે…

હેન્રી શાસ્ત્રી

’રામ ઔર શ્યામ’ તેલુગુ ફિલ્મની રિમેક હતી.

સંદીપ રેડ્ડી વેન્ગાની ફિલ્મ ‘એનિમલ’ને ધૂઆંધાર સફળતા મળી છે એ નિમિત્તે સાઉથ અને હિન્દી ફિલ્મના કનેક્શન-કડીની વાતો થવી સ્વાભાવિક છે. હિન્દી ફિલ્મજ્ગતમાં એક દોર એવો આવ્યો કે સાઉથની ફિલ્મો (તમિળ, તેલુગુ, કન્નડ અને મલયાલમ) પરથી હિન્દી ફિલ્મોનાં નિર્માણની રીતસરની ફેક્ટરી જ શરૂ થઈ ગઈ. છેક ૧૯૪ઇ૮ થી સાઉથની ફિલ્મની રિમેક (ડબ કરેલી નહીં, સ્વતંત્ર હિન્દી ફિલ્મ) બનાવવાનો દોર ચલણમાં આવ્યો હોવાની માન્યતા છે. આજે સુધ્ધાં એ દોર ચાલુ છે, પણ ’બાહુબલી: ધ બિગિનિંગ’ (૨૦૧૫)થી ભારતીય ફિલ્મ જગતમાં પેન ઈન્ડિયન’ ફિલ્મોનો દોર વ્યાપક રીતે શરૂ થયું હોવાનું માનવામાં આવે છે. પેન ઈન્ડિયન ફિલ્મ એટલે એવી ફિલ્મ જે ભારતની વિવિધભાષી જનતાને ધ્યાનમાં રાખી મૂળ ભાષા ઉપરાંત અન્ય ભાષામાં સાથે શૂટ કરવામાં આવે અથવા ડબ કરવામાં આવે.

રણબીર કપૂરની ‘એનિમલ’ પેન ઈન્ડિયન ફિલ્મ ગણય, કારણ કે એ હિન્દીમાં તૈયાર કરવામાં આવી છે અને તેલુગુ-તમિળ- મલયાલમ અને કન્નડ એમ સાઉથની ચાર ભાષામાં ડબ કરી રજૂ કરવામાં આવી છે.

જો કે, સંદીપ રેડ્ડી વેંગાએ ૨૦૧૭માં ‘અર્જુન રેડ્ડી’ નામની ફિલ્મ તેલુગુમાં બનાવી હતી, જે બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. બે વર્ષ પછી સંદીપે જ ‘કબીર સિંહ્’ નામની હિન્દી ફિલ્મ બનાવી. એને પણ ગણનાપાત્ર સફળતા મળી અને શાહિદ કપૂરની સૌથી સફળ સોલો લીડ તરીકે જમા થઈ ગઈ. ‘કબીર સિંહ ’ તેલુગુ ફિલ્મ ’અર્જુન રેડ્ડી’ની રિમેક છે.
થોડા ફ્લેશબેકમાં જઈએ તો એસ એસ વાસને ‘ચંદ્રલેખા’ (૧૯૪૮)માં તમિળ અને હિન્દીમાં બનાવી ત્યારથી સાઉથ અને હિન્દી ભાષાની ફિલ્મો વચ્ચે વાટકી વહેવાર શરૂ થયો હોવાનું માનવામાં આવે છે.

અલબત્ત, સાઉથની તો ચાર ભાષા છે અને એમાંની અનેક ફિલ્મો હિન્દીમાં અને હિન્દી ફિલ્મો એ ચાર ભાષામાં સંસ્કરણ પામી ચુકી છે.

આજે આપણી વાત તેલુગુ – હિન્દી લેવડદેવડ પૂરતી સીમિત રાખીએ તો ‘ટોલિવૂડ’ તરીકે ઓળખાતી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બોલપટનો ઈતિહાસ ૯૦ વર્ષ જૂનો છે. અરદેશર ઈરાની નિર્મિત ‘ભક્ત પ્રહલાદ’ (૧૯૩૨) તેલુગુ ભાષાનું પ્રથમ બોલપટ ગણાય છે. તેલુગુ ફિલ્મની હિન્દી રિમેકનો દોર ’ઈન્સાનિયત’ (૧૯૫૫)થી શરૂ થયો હોવાનું માનવામાં આવે છે.

દેવ આનંદ અને દિલીપ કુમારે સાથે કામ કર્યું હોય એવી એક માત્ર ફિલ્મ તરીકે પણ પ્રસિદ્ધિ મેળવનાર ‘ઈન્સાનિયત’ તેલુગુ ફિલ્મ ઙફહહયજ્ઞિંજ્ઞશિ ઙશહહફ (૧૯૫૦)ની રિમેક હતી. ગ્રામ્ય પરિવેશની દેવ આનંદની આ એકમાત્ર ફિલ્મ છે. ફિલ્મમાં બીના રાય દેવસાબની હિરોઈન છે અને આ એકમાત્ર ફિલ્મ છે જેમાં એ બંને સાથે ચમક્યા હોય. આ ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક પણ એસ એસ વાસન જ હતા. બંને ભાષામાં ફિલ્મને સફળતા મળી હતી.

૧૯૬૦ના દાયકામાં સાઉથની રિમેકનું પ્રમાણ વધ્યું. માત્ર તેલુગુ રિમેકમાં દિલીપ કુમારની ડબલ રોલવાળી ’રામ ઔર શ્યામ’ તેલુગુ ફિલ્મ છફળીમી ઇવયયળીમી ની રિમેક હતી. તેલુગુ અને હિન્દી એ બંને ફિલ્મના દિગ્દર્શક હતા ટી. ધર્મરાવ.

તેલુગુ અને તમિળ ઉપરાંત હિન્દીમાં પણ ફિલ્મો બનાવનારા લેખક – દિગ્દર્શક ટી. પ્રકાશ રાવએ તેલુગુ ફિલ્મોની હિન્દી રિમેક બનાવવાનો સિલસિલો આગળ વધાર્યો. એમની પહેલી રિમેક હતી ‘સસુરાલ’ (૧૯૬૧), જેનું નિર્માણ દાદાસાહેબ ફાળકે એવોર્ડ’ વિજેતા એલ. વી. પ્રસાદે (હા,‘એક દુજે કે લિયે’ના નિર્માતા) કર્યું હતું અને પ્રકાશ રાવ ડિરેક્ટર હતા. ‘સસુરાલ’ તેલુગુ ફિલ્મ શહહફશિસફળ (૧૯૫૯)ની રિમેક હતી. હિન્દી ફિલ્મના નાયક – નાયિકા હતા રાજેન્દ્ર કુમાર અને બી. સરોજા દેવી (મુખ્યત્વે સાઉથની ફિલ્મોની હિરોઈન) અને ફિલ્મના રફીસાબે ગાયેલા ’તેરી પ્યારી પ્યારી સૂરત કો કિસી કી નઝર ના લગે ચશ્મ – એ – બદદુર’ને બેહદ લોકપ્રિયતા મળી હતી. મેહમૂદ – ધુમાલની કોમેડી પણ દર્શકોને બેહદ પસંદ પડી હતી. ‘સસુરાલ’ને મળેલા આવકારથી હરખાયેલા પ્રકાશ રાવે તેલુગુની અન્ય એક હિન્દી રિમેક બનાવી હતી. ફિલ્મ હતી ‘બહુરાની’ (૧૯૬૩ – ગુરુ દત્ત, માલા સિન્હા, ફિરોઝ ખાન) જે તેલુગુ ફિલ્મ અમિવફક્ષલશ (૧૯૫૫)ની રિમેક હતી. માલા સિન્હા પર ફિલ્માવાયેલું ‘બલમા અનાડી મન ભાયે’ ગીત યાદ છે? સી. રામચંદ્રની કેટલીક અપ્રતિમ ઘૂનમાંની એક એટલે આ ગીત. રસપ્રદ વાત એ છે કે તેલુગુ ફિલ્મ બંગાળી નવલકથા ‘સ્વયંસિદ્ધા’ પર આધારિત હતી. ’બહુરાની’ પછી મિસ્ટર રાવએ ડઝનેક હિન્દી ફિલ્મો બનાવી પણ એમાંની એક પણ સાઉથની ફિલ્મની રિમેક નહોતી. અહીમ આડ વાત એ છે કે તામિલનાડુના રાજકારણમાં અસાધારણ લોકપ્રિયતા મેળવનારા જયલલિતાની હિરોઈન તરીકેની એકમાત્ર ફિલ્મ ‘ઈઝ્ઝત’ (૧૯૬૮)નું દિગ્દર્શન પ્રકાશ રાવએ કર્યું હતું. જાણવા જેવી વાત એ પણ છે કે તાજેતરમાં અવસાન પામેલા જુનિયર મેહમૂદને ‘ઘર ઘર કી કહાની’ (૧૯૭૦)માં નેશનલ એવોર્ડ માટે નોમિનેશન મળ્યું હતું એ ફિલ્મના ડિરેક્ટર પણ પ્રકાશ રાવ જ હતા. અને હા, આદિત્ય પંચોલીની હીરો તરીકે પ્રથમ ફિલ્મ ‘કબ તક ચુપ રહુંગી’ના ડિરેક્ટર પણ પ્રકાશ રાવ જ હતા.

મહિસાસુર મર્દિની….સાત ભાષામાં !
તેલુગુ-તમિળ – કન્નડ એમ સાઉથની ત્રણ ભાષામાં તેમજ જૂજ ફિલ્મો હિન્દીમાં પણ બનાવનાર કન્નડ ફિલ્મ મેકર બી. એસ. રંગાએ કન્નડ ભાષામાં ’મહિસાસુર મર્દિની’ નામની ફિલ્મ ૧૯૫૯માં બનાવી હતી. ખૂંખાર વીરપ્પને અપહરણ કર્યું હોવાના કારણે દેશભરમાં વધુ ગાજેલા અભિનેતા ડો. રાજકુમાર કન્નડ ફિલ્મના હીરો હતા. ફિલ્મ ઈતિહાસની માહિતી અનુસાર આ ફિલ્મ સાત ભાષામાં ડબ કરી આ જ નામ સાથે રિલીઝ કરવામાં આવી હતી. હિન્દીમાં આ ફિલ્મ ‘દુર્ગા માતા’ (૧૯૬૦) નામ સાથે રજૂ થઈ હતી. આમ કુલ આઠ ભાષામાં રિલીઝ કરવામાં આવેલી આ ફિલ્મને પ્રથમ પેન ઈન્ડિયન ફિલ્મ કહી શકાય. એ ફિલ્મને બોક્સ ઓફિસ પર તગડી સફળતા મળી હતી. જાણે માતાજીના આશીર્વાદ મળ્યા હોય એમ કન્નડ ભાષાની ફિલ્મોને આ ફિલ્મ પછી વધુ લોકપ્રિયતા મળવા લાગી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button