શો-શરાબા : હેપ્પી હાઈલાઈટ્સ 2024 વર્ષ આખાની મસ્તમજાની મેમરેબલ મોમેન્ટ્સ!
- દિવ્યકાંત પંડ્યા
2024નું છેલ્લું સપ્તાહ ચાલી રહ્યું છે. વર્ષ દરમિયાન મનોરંજન દેવની કૃપાથી ઘણી મજાની સિનેમેટિક મોમેન્ટ્સ બની છે. અનેક મૂવીઝ અને શોઝ દર્શકોને ગમી ગયાં છે. સારું કોન્ટેન્ટ અને એન્ટરટેઇન્મેન્ટની સીનેફાઇલ્સની ભૂખને સંતોષતી ઘટનાઓ દર વર્ષે વધતી જ જાય એવી સૌની આશા રહેતી હોય છે.
તો આ વર્ષે નોંધવા જેવી એવી જેટલી પણ સકારાત્મક વાત- ઘટનાઓ છે તેની અમુક યાદીની આ છે ઝલક છોટે પેકેટ્સ, બડે ધમાકે ફિલ્મ ફેસ્ટિવલ્સના સર્કિટમાં ખૂબ પ્રશંસા મેળવ્યા પછી ઓછા બજેટની, કોઈ જાણીતા સ્ટાર્સ વગરની અને નાના ગામડાનીફિલ્મ લાપતા લેડીઝને સારા માર્કેટિંગ થકી લોકો સુધી પહોંચાડવામાં આવી અને લોકોને ફિલ્મ ખૂબ જ ગમી ગઈ.
એ જ રીતે સુપરનેચરલ કોમેડી યુનિવર્સની ફિલ્મ મુંજામાં પણ જાણીતા સ્ટાર્સ નહોતા અને ફિલ્મ એકંદરે નાની હતી, છતાં રૂપિયા 132 કરોડની કમાણી કરી ગઈ.
આર્ટિકલ 370 પણ આવી જ ફિલ્મ છે. માત્ર 20 કરોડમાં બનેલી એ ફિલ્મ પણ દર્શકોને એટલી પસંદ આવી કે એ ફિલ્મે 110 કરોડની કમાણીનો રણકાર બોક્સ ઓફિસ પર કર્યો..
સુપરહીરો નોટ ડેડમાર્વેલ સિનેમેટિક યુનિવર્સ એટલે કે એમસીયુ એટલે વિશ્વનું સૌથી મોટું અને સૌથી વધુ ફિલ્મ્સ નિર્માણ કરનારું સિનેમેટિક યુનિવર્સ. જોકે, છેલ્લા થોડા વખતથી તેની નાવ સાગરમાં સરરર જઈ નહોતી રહી. એને એક તગડી હિટ ફિલ્મની જરૂર હતી. એ ફિલ્મ બની ‘ડેડપુલ એન્ડ વુલ્વરીન.’ ડેડપુલ ફિલ્મ્સ તેની અલગ એક્શન, કોમેડી અને મેટા કમેન્ટ્રીના કારણે પ્રખ્યાત છે.
તેમાં જોડી બની લોકોના બીજા ફેવરિટ હીરો વુલ્વરીન સાથે એટલે દર્શકોને તો જાણે થિયેટરમાં જલસો જ પડી ગયો. દેશ રે જોયા દાદા પરદેશ જોયા આ વર્ષે ભારત કે ભારતીય સિનેમા સાથે સંકળાયેલી ફિલ્મ્સ યાદ કરવા જેવી છે.
લાપતા લેડીઝની સફળતા અને ગુણવત્તાને આધારે તેને ઓસ્કર્સમાં ભારત તરફથી મોકલવામાં આવી. જોકે દુર્ભાગ્યે એ હવે જીતવાની રેસથી બહાર નીકળી ગઈ છે, પણ ‘સંતોષ’ નામની હજુ એક ફિલ્મ ઓસ્કર્સની રેસમાં છે, જે ભારત વિશે છે પણ તેને યુકેના સ્ટુડિયોએ હિન્દીમાં બનાવી છે.
મે મહિનામાં યોજાયેલા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં પાયલ કાપડિયા દિગ્દર્શિત ‘ઓલ વી ઈમેજીન એઝ લાઈટ’ ગ્રાન્ડ- પ્રિ કેટેગરીમાં જીતનારી પહેલી ફિલ્મ બની. ઉપરાંત પ્રખ્યાત ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં પણ એ બે કેટેગરીમાં નોમિનેટ થઈ છે. વન્સ મોર સિક્વલ્સનો જમાનો તો ઘણા સમયથી સિનેમા ઇન્ડસ્ટ્રીમાં ચાલતો આવ્યો છે, પણ સિક્વલ્સ આ વર્ષે સાવ ટોપ પર પહોંચી ચૂકી છે.
સ્ત્રી જયારે 2018માં રિલીઝ થઈ હતી ત્યારે નાની ફિલ્મ ગણાઈ હતી અને સફળ થઈ હતી. પણ આ વર્ષે તેની સિક્વલ મેકર્સે પણ ધાર્યું નહોતું તેમ સફળતાના વિક્રમો તોડીને છેક હિન્દી ફિલ્મ્સમાં 600 કરોડ ક્લબની શરૂઆત કરનારી ફિલ્મ બની અને આ લખાય છે ત્યાં સુધી હજુ પણ બોક્સ ઓફિસ પર પૈસા વરસાવતી ‘પુષ્પા 2’એ પણ દર્શકોને ગજબનું ઘેલું લગાડ્યું છે.
વર્લ્ડવાઈડ વર્લ્ડએક્શન વેબ ફ્રેન્ચાઈઝ ‘સિટાડેલ’ દ્વારા સિનેમામાં એક નવો જ ચીલો ચાતરવામાં આવ્યો છે. અમેરિકન શો ‘સિટાડેલ’ પછી ભારતીય શો ‘સિટાડેલ: હની બની’ આવ્યો અને ઇટાલિયન શો ‘સિટાડેલ: ડાયેના’ આવ્યો. વાર્તામાં વિશ્ર્વ આખાની એક સ્પાય એજન્સી હોય એવી સિટાડેલના કારણે આ શો પણ આવી રીતે અલગ-અલગ દેશમાં તેની વાર્તાઓ જોડીને આગળ વધી રહ્યો છે.
બહોત હુઆ કેમેરા પે સન્માન 2024માં કેમેરાની સામે કામ કરનાર ફિલ્મ એક્ટર્સને પણ અન્ય રીતે ફિલ્મ્સમાં કસબ દેખાડવાની ઈચ્છા થઈ આવી. કુણાલ ખેમુએ દર્શકોને મજા કરાવતી કોમેડી ફિલ્મ ‘મડગાંવ એક્સપ્રેસ’ બનાવી. ફિલ્મ લોકોને ગમી અને ખૂબ જોવાઈ. આ ઉપરાંત એક્ટર રણદીપ હુડાએ પણ દિગ્દર્શનમાં હાથ અજમાવ્યો. જોકે એની બનાવેલી ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ને બહુ સારો પ્રતિસાદ ન મળ્યો.
હમ હી હમ હૈ અનેક હિટ ફિલ્મ્સ કે પછી નોંધવા લાયક ઘટનાઓમાં એક વર્ષમાં અમુક એક્ટર્સના ચહેરા એકથી વધુ વખત પણ જોવા મળી જતા હોય છે, જેમ કે અભિનેત્રી શર્વરી વાઘે ‘મુંજા’માં કમાલ દેખાડી એ સાથે બહુચર્ચિત ‘મહારાજ’ ફિલ્મમાં પણ એ હતી. છાયા કદમ તો એવું નામ છે જાણે આ વર્ષે એ બધે જ છે.
‘લાપતા લેડીઝ’, ‘મડગાંવ એક્સપ્રેસ’ અને ‘ઓલ વી ઈમેજીન એઝ અ લાઈટ’માં એણે અભિનય કર્યો છે. ‘ઓલ વી ઈમેજીન એઝ અ લાઈટ’માં કામ કરનારી કની કસ્તુરીએ બીજી એક ભારતીય ફિલ્મ ‘ગર્લ્સ વીલ બી ગર્લ્સ’ કે જે ફિલ્મ ફેસ્ટિવલ્સમાં પ્રશંસા મેળવી રહી છે તેમાં પણ કામ કર્યું છે.
આ પણ વાંચો…ફિલ્મનામા: હિન્દી સિનેમાની ચકિત કરતી કેટલીક અજાણી વાત…
એન્ડ ધ ઓસ્કર્સ ઓસ્કર્સની અનેક કેટેગરીમાં પાક્કા સિનેરસિકોનું ધ્યાન રહેતું હોય છે, પણ આપણે અહીં ફક્ત 10 માર્ચ 2024ના દિવસે યોજાયેલા 96મા એવોર્ડ્સની મુખ્ય કેટેગરીમાં વિજેતા થયેલા નામ પર નજર કરીએ. બેસ્ટ ફિલ્મ: ‘ઓપનહાઈમર’, બેસ્ટ ડિરેક્ટર: ક્રિસ્ટોફર નોલાન, બેસ્ટ એક્ટર: સિલિયન મર્ફી (ઓપનહાઈમર), બેસ્ટ એક્ટ્રેસ: એમ્મા સ્ટોન (પુઅર થિંગ્સ).લાસ્ટ શોટ 2019ની ‘ધ લાયન કિંગ’ની પ્રિક્વલ અને સિક્વલ બંને તરીકે કામ કરતી ફિલ્મ ‘મુફાસા: ધ લાયન કિંગ’ના હિન્દી વર્ઝનમાં મુફસાના મુખ્ય કિરદાર માટે શાહરુખ ખાને પોતાનો અવાજ આપ્યો છે.